અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ ને બાતમી મળેલ કે ઇલેક્ટ્રીક વાયરોના બંડલો ચોરી કરતાં આરોપી (૧) રોશન અનુપભાઇ વર્મા ઉ.વ.૧૯ રહે. મકાન નં.૪/૫, શિવમ ફ્લેટ, આનંદ ફ્લેટની સામે, લાલ બહાદુર સ્ટેડીયમ પાછળ, બાપુનગર, અમદાવાદ શહેર (૨) રવિન્દ્રસિંગ લક્ષ્મીસિંગ રાજપુત ઉ.વ.૨૬, રહે. મકાન નં.એ/૧૨, વિનાયક પાર્ક, આર.ટી.ઓ. રોડ, વસ્ત્રાલ, અમદાવાદ શહેર. મુળ રહે. ગામ:દેવલપુર, પોસ્ટ. ખુટાણા, થાના. ચૌબેપુર, તા.પીંડરા, જી. વારાણસી, ઉત્તરપ્રદેશનાઓને અમદાવાદ, વસ્ત્રાલ, ડો. શ્યામપ્રસાદ મુખર્જી ઓડીટોરીયમના કોટની સામે જાહેર રોડ ઉપરથી તા.૦૭/૦૭/૨૦૧૩ ના રોજ ઝડપી લીધેલ છે.આરોપીઓ પાસેથી (૧) અપાર શક્તિ કમ્પનીના ૧.૫ એમ.એમ. ના ઇલેક્ટ્રીક વાયરોના બંડલ નંગ-૧૩ કિમત રૂ.૩૯,૦૦૦/- (૨) અપાર શક્તિ કમ્પનીના ૬ એમ.એમ. ના ઇલેક્ટ્રીક વાયરોના બંડલ નંગ-૨૮ કિંમત રૂ.૨,૮૦,૦૦૦/- તથા (૩) ટી.વી.એસ. જ્યુપીટર નં.GJ-27-DZ-5288 કિંમત રૂ.૮૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૩,૯૯,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે. આરોપીઓને સીઆર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.ગઇ તા.૨૯/૦૬/૨૦૨૩ ના રાત્રીના બંને આરોપીઓએ ટીવીએસ જ્યુપીટર નંબર GJ-27-DZ-5288 લઇને હાથીજણ સર્કલ પાસે, વિંઝોલ, સદગુરુ એર નામની ફ્લેટની નવી સ્કીમ ઉપર રાત્રીના આશરે અઢી વાગ્યાના સમયે ગયેલા. જ્યાં રોશન અનુપભાઇ વર્માએ દુકાન નં.૪ ના શટરનુ તાળુ સળીયાથી તોડી દુકાનમાંથી નાના-મોટા ઇલેકટ્રીક વાયરના બંડલ નંગ-૪૭ ની ચોરી કરેલ હતી. જે તમામ વાયરો જ્યુપીટર ઉપર બે ફેરા કરીલઇ ગયેલ હતા. જે ચોરી કરેલ તમામ વાયરો છુપાવી મુકી રાખેલ હતા. આજરોજ બન્ને આરોપીઓએ ચોરી કરેલ ઇલેક્ટ્રીક વાયરનુ વેચાણ કરવા માટે જ્યુપીટર લઇને વસ્ત્રાલ, ડો. શ્યામપ્રસાદ મુખર્જી ઓડીટોરીયમના કોટની સામે રોડ પાસે ઉભા રહેલ હોવાનું જણાવેલ. ઉપરોક્ત વાયર ચોરી અંગે વટવા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન ગુનો નોંધાયેલ હોય, બંને આરોપીઓને આ ગુનાના કામે સોપવામાં આવેલ છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઉપરોક્ત બંને આરોપીઓ અગાઉ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે
Average Rating