ક્રાઈમબ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. સોલંકી ની ટીમના પો.સ.ઈ. વી.ડી.ખાંટ નાઓ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીમાં હતા તે
દરમ્યાયાન હૈ. કો. કિરણકુમાર ચંદુભાઈ તથા પો.કો. દર્શનસિંહ પ્રવિણસિંહ ને મળેલ હકીકત આધારે કુબેરનગર કસરત શાળા પાસે રોડ પરથી મેઘાણીનગર પોલીસ સ્ટેશન પાર્ટ ‘’એ’” ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૩૨૨૦૪૪૨/૨૦૨૨ ઈ.પી.કો કલમ ૩૦૨, ૩૯૪, ૨૯૪(ખ), ૧૧૪ મુજબના કામે કાચા કામના ફરાર કેદી નં.૧૫૫૭/૨૦૨૩ મયુરભાઈ રામચંદ્રભાઈ હોઠચંદાણી ઉ.વ.૨૯ રહે: એ/૮, તીર્થરાજ એપાર્ટમેન્ટ, બંગલા એરીયા,
કુબેરનગર, મેઘાણીનગર, અમદાવાદ ને પકડી લીધેલ છે.
કેદી ને નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ આધારે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી દિન-૧૪ ની પેરોલ રજા ઉપર તા.૨૬/૦૪/૨૦૨૩ ના રોજ મુકત કરવામાં આવેલ. કેદી ને પેરોલ રજા ઉપરથી તા.૧૧/૦૫/૨૦૨૩ ના રોજ પરત જેલ ખાતે હાજર થવાનુ હતુ. પરંતુ હાજર થયેલ નહિ અને ફરાર થઈ ગયેલ જેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરેલ છે.
આ કામનો કાચા કામનો કેદી, તેના મિત્રો જતીન, સુનીલ તથા સાહીલ સાથે ભેગા મળી પાર્ટી કરવા સારૂ લૂંટ કરવાના ઈરાદે ગઈ તા.૦૩/૦૮/૨૦૨૨ ના રોજ રાત્રિના સમયે મેઘાણીનગર તીર્થરાજ ફ્લેટની બહાર આવેલ હરિયાલી પાન પાર્લર ત્રણ રસ્તા પાસે રામકુમાર ઈન્દ્રદેવસિંહ ભુમીયાર (ઠાકુર) ઉ.વ. ૩૯ રહે: જય ખોડીયારનગર, નીલકંઠ પાર્ટી પ્લોટ પાસે મેઘાણીનગર અમદાવાદ સાથે ગાળી ગાળી કરી શરીરે મૂંઢ માર મારી પકડી રાખી મો.ફોન, પર્સ, લૂંટ કરી તેમજ રામકુમારે ગળામાં પહેરેલ સોનાની ચેઇન આરોપીઓ ખેંચવા જતા રામકુમાર હરજીવનદાસની ચાલી તરફ ભાગેલ આ વખતે આરોપીઓ પાછળ દોડી પીછો કરી તેની પાસે પહોંચી જતા રામકુમાર બાજુમાં આવેલ દિવાલ ચડી જતા આરોપીઓ પણ દિવાલ ચડી ગયેલ અને આ કામના કેદી તથા સુનીલે રામકુમારને જોરથી ધક્કો મારતા તીર્થરાજ સોસાયટીની પાર્કિંગ વાળી જગ્યાએ જમીન ઉપર પડતા શરીરે ગંભીર ઈજાઓ થતા રામકુમાર મરણ ગયેલ, જે બાબતે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધાયેલ હતો.
Average Rating