Categories
Breaking news Panchamahl

અમદાવાદના બાપુનગરના ગુમ થયેલ પાંચ બાળકોને શોધી કાઢી બાળકોની સુરક્ષા અંગેનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી પાવાગઢ પોલીસ “SHE TEAM”

0 0
Read Time:1 Minute, 54 Second

પંચમહાલ પાવાગઢ પોલીસની “SHE TEAM” પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોસઈ પાવાગઢ આર.જે. જાડેજાને માહિતી મળેલ કે પાંચ બાળકો બે દિવસથી પાવાગઢ વિસ્તારમાં શંકાસ્પદ રીતે ફરી રહેલ છે. અને હોટલ ઢાબા પર કામ માંગવા જાય છે. પાવાગઢ જંગલ વિસ્તાર હોઈ કોઈ અજુગતું બની શકે તેમ હોઈ પોલીસની અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ તે દરમિયાન તેઓ પાવાગઢ આર્કિયોલોજી બગીચામાંથી મળી ગયેલ હતાં. તેઓના નામ ઠામ પૂછતાં બાપુનગરના રહેવાસી જણાઈ આવેલ હતાં. જેથી બાપુનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અમદાવાના બાપુનગર પોલીસ સ્ટેશન માં કલમ ૩૬૩ મુજબનો અપહરણનો ગુનો નોંધાયેલ હોવાનું જણાયેલ હતું.જેથી બાપુનગર પોલીસને આ બાળકોને લેવા આવવા જાણ કરાઈ હતી. દરમિયાન બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેઓને બે દિવસથી ભૂખ્યા હોઈ જમાડવામાં આવ્યા હતા. તેઓની પૂછપરછ કરતા તા. ૨૫/૦૮/૨૦૨૩ ના રોજ માતા-પિતાએ ઠપકો આપતાં ઘરેથી નીકળી ગયેલ હતા ત્યાર બાદ ફરતા ફરતા પાવાગઢ આવી પહોંચેલા અને પૈસા ખૂટી જતાં ધાબામાં કામ કરવા માટે પૂછતાં હતા. તે દરમિયાન પોલીસને જાણ થયેલ હતી.જેથી તાત્કાલિક પોલીસે એક્શનમાં આવીને બાળકોને શોધી કાઢ્યા હતા.આમ પાવાગઢ પોલીસ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી.

રિપોર્ટર જગદીશ સોલંકી. મો 9825987310

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news News Ahemdabad crime news

ગઈ રથયાત્રા ના સમયે ભીડનો લાભ લઈ સરસપુર ચાર રસ્તા મહીલાઓના ગળામાથી સોનાની ચેઈન ની ચોરી કરેલ ત્રણ મહીલાઓને જડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર.

0 0
Read Time:2 Minute, 9 Second

ગઈ રથયાત્રા સમયે સરસપુર ચાર રસ્તા મહીલાઓના ગળામાથી સોનાના દાગીનાની ચોરી થયેલ હોય. જે અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ.શ્રી વી.કે.દેસાઈ તથા પો.કો. ભાવેશ દ્વારા ચેઈન સ્નેચીંગ કરતી મહીલા આરોપીઓ

(૧) સીમા વા/ઓ રોહિત અશ્વિનભાઇ કડબે ઉવ.૨૨ રહે.બ્લોક નંબર ઇ/૦૦૨, જોગમાયા નગર,

અમરાઇવાડી પોલીસ સ્ટેશન પાછળ, અમરાઇવાડી અમદાવાદ શહેર (૨) જ્યોતિ ઉર્ફે અંકિતા વા/ઓ નિલેશભાઈ પરસોત્તમભાઈ રાઠોડ ઉવ.૪૫ રહે.શિવનગર સોસાયટી, ગોબરભાઈ રબારીના મકાનમાં, જોગણી માતાના મંદિરની પાછળ, રબારી કોલોની પાસે અમરાઇવાડી અમદાવાદ શહેર (૩) કોમલ ર્ડા/ઓ અશોકભાઇ ઉદાભાઇ દંતાણી ઉવ.૨૦ રહે.મહાલક્ષ્મીનગર અમરાઇવાડી પોલીસ

સ્ટેશન પાછળ, અમરાઇવાડી અમદાવાદ શહેરને ન્યુ કોટન ચાર રસ્તા બ્રીજ નીચે જાહેરમાંથી તા.૧૮/૭/૨૦૧૩ ના રોજ ઝડપી લીધેલ

આરોપીઓ પાસેથી સોનાની ચેઇન -૧ જેનું વજન ૧૦.૩૮૦ ગ્રામ કિ.રૂ.૫૧,૯૦૦/-નો મુદ્દામાલ મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આરોપી સને-૨૦૨૩ ની રથયાત્રા સમયે બપોરના સરસપુર ચાર રસ્તા ભીડનો લાભ લઇ રથયાત્રા જોવા માટે આવેલ એક મહિલાને પકડાયેલ ત્રણેય મહિલાઓએ ભેગા મળી ભીડભાડ કરી તે મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ચોરી કરી લીધેલ હોવાની કબૂલાત કરેલ છે. જે બાબતે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ-ગુ.ર.નં ૧૧૧૯૧૦૪૧૨૩૦૫૯૭/ ૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime Gandinagr

ગાંધીનગર જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોના સાયલેન્સર ચોરીના ૪ ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઇમ

0 0
Read Time:2 Minute, 1 Second

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે જાડેજાની ટીમના પો.સ.ઇ. જે.આર.બલાત તથા એ.એસ.આઇ. ભગવાનભાઇ મસાભાઇ, એ.એસ.આઇ. કિરીટસિંહ હરીસિંહ દ્વારા સાયલેન્સર ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી મોહમદ જરફાન ઉર્ફે જકવાન ઉર્ફે જરાર સન/ઓફ મોહમદ ઇખલાક શેખ, ઉ.વ.૨૪, રહે. ૫૭૫/૩૪, હાજીનુડેલુ, સારંગરપુર પુલ ની નીચે, કાલુપુર અમદાવાદ શહેર મુળ વતન- ગામ શેરપુરા પેટલાદ, તા.પેટલાદ,જી.આણંદને અમદાવાદ શહેર જે.પી.ચોક ગુજરાત પ્રેસ પાસે ચા ની કિટલી પરથી ઝડપી લીધેલ છે.આરોપી ગાંધીનગર જીલ્લાના ડીંગુચા, કોઠા, રાંચરડા તથા કલોલ શહેર વિસ્તારમાં ઇકો ગાડીના સાયલેન્સરની ચોરીઓ કરેલ હોય. જે સબંધે ગાંધીનગર જીલ્લામા નીચે મુજબના પોલીસ સ્ટેશનોમા ગુન્હાઓ દાખલ થયેલ હોય, જે ગુન્હાઓમાં પોતે નાસતો ફરતો રહેલ છે. જેથી આરોપીની વધુ તપાસ અર્થે કલોલ સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

શોધાયેલ ગુન્હા ની વિગત:

(૧) સાંતેજ પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૧૧૨૧૬૦૨૫૨૨૦૫૫૩/૨૦૨૨ ધી ઇ.પી.કો. કલમ ૩૭૯

(૨) કલોલ તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૨૧૬૦૨૨૨૨૦૬૦૨/૨૦૧૨ ધી ઇ.પી.કો. કલમ ૩૭૯

(૩) કલોલ તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૨૧૬૦૨૨૨૨૦૬૦૦/૨૦૨૨ ધી ઇ.પી.કો. કલમ ૩૭૯

(૪) કલોલ સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૨૧૬૦૨૪૨૨૦૫૯૦/૨૦૨૨ ધી ઇ.પી.કો. કલમ ૩૭૯આરોપીનો ગુનાહીત ઇતિહાસ:-આરોપી વિરૂધ્ધ સને-૨૦૧૬ એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુન્હો દાખલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

નરોડા પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ

0 0
Read Time:55 Second

એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સપેકટર યું.એચ.વસાવા ના માર્ગદર્શન આધારે અ.મ.સ.ઇ. અખ્તરહુસેન જલાલુદિન નાઓની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકિકત આધારે નરોડા પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપી મોહિત રવિન્દ્રસિંગ બઘેલ રહે. ડી/૫૦૫, વ્રજગેલેક્ષી એપાર્ટમેન્ટ હંસપુરા, નરોડા બિઝનેશહબની પાછળ, નરોડા, અમદાવાદ શહેર નાને તા.૧૪/૦૭/૨૦૨૩ ના કલાક ૧૩/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ-૪૧(૧) આઇ મુજબ પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે નરોડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

મેકોડ્રોનનો જથ્થો ૩૯ ગ્રામ ૧૭૦ મિલીગ્રામ કિ.રૂ.૩,૯૧,૭૦૦/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૪,૬૭,૩૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ,

0 0
Read Time:1 Minute, 20 Second

એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ ના સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટર યુ.એચ.વસાવા ની સૂચના આધારે મ.સ.ઇ અબ્દુલભાઇ ને મળેલ બાતમી ના આધારે અમદાવાદ શહેર, વેજલપુર, રોયલ અકબર ટાવરની પાછળ, આદિમ સોસાયટી આગળ જાહેર રોડ ઉપરથી આરોપી સિકંદરહુસૈન ઉર્ફે મામ અઝીજહુસેન અંસારી જેની ઉ.વ. ૩૮ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ અને રહે. મ.નં. ૭૭ આઇવોર્ડ, સંકલિત નગર, જુહાપુરા, અમદાવાદ શહેર ના કબ્જામાંથી વગર પાસ- પરમીટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ મેફેડ્રોનનો જથ્થો ૩૯ ગ્રામ ૧૭૦ મિલીગ્રામ કિ.રૂ. ૩,૯૧,૭૦૦/- તથા બીજી ચીજવસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ. ૪,૬૭,૩૦૦/- ની મતા સાથે મળી આવી પકડી પાડેલ આ આરોપી વિરૂધ્ધ ડી. સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૩૦૧૯૬/૨૦૨૩ ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી), ૨૧(બી), ૨૯ મુજબ તા.૧૧/૦૭/૨૦૨૩ ના રોજ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે પો.સ.ઇ.શ્રી એસ.યુ.ઠાકોર નાઓ તરફ ડેપ્યુટ કરેલ છે

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

રામોલ પોલીસ સ્ટેશન ખાતેના છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી દાણીલીમડા પોલીસ સ્ટેશન સર્વેનસ સ્કોર્ડ

0 0
Read Time:59 Second

દાણીલીમડા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ.પી.એ. નાઈ અને સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમિયાન સાથેના અ.હેડ.કોન્સ.જીતેન્દ્રભાઇ સુરજીભાઇ તેમજ પો.કોન્સ સરદારસિંહ અશ્વિનસિંહ ની સંયુકત બાતમી દ્વારા આરોપી શકિતસિંહ કેસરીસિહ જાતે ઝાલા ઉ.વ.૩૪ ધંધો ખેતીકામ રહે, મકાન નં.૩૨૮, ઝાલાવાસ, મેલડી માતાના મંદીરની પાસે, વસ્ત્રાલ ગામ અમદાવાદ શહેરનાઓને પકડી લઇ રામોલ પોલીસ સ્ટેશન “એ” પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૨૦૪૩૯/૨૦૨૨ ધી ઇ.પી.કો

કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી) મુજબનો ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %
Categories
Amadavad Crime

ડુપ્લિકેટ વિમલની બનવટ કરી ડુપ્લિકેટ વિમલનું વેચાણ કરતા આરોપીને ડુપ્લિકેટ વિમલના જથ્થા સાથે પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ,

0 0
Read Time:3 Minute, 1 Second

એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચનાસુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટર જે.વી.રાઠોડ ના માર્ગદર્શન આધારે વિમલ કંપનીના મેનેજરશ્રી અમિત બુધમલ શ્યામસુખા એ એસ.ઓ.જી. કચેરી ખાતે આવી લેખિત રજુઆત કરેલ કે, તેઓને વિમલ કંપની દ્વારા તેઓની કંપનીનું ડુપ્લિકેટીંગ કરતા ઇસમો વિરૂધ્ધમાં કયદેસરની કાર્યવાહી કરવા અર્થોરિટી આપવામાં આવેલ છે, અને તેઓને માહિતી મળેલ છે કે, “અમદાવાદ શહેર નરોડા રોડ મારૂતી ઇન્ડ્રસ્ટ્રીયલ એસ્ટેટ શેડ નં-બી-102 ના બીજા માળે શબ્બીરઅલી શેખ વિમલ પાન મસલાનું ડુપ્લિકેટીંગ કરી વેચાણ કરે છે.” વિગેરે મતલબની લેખિત રજુઆત કરતા તેઓને સાથે રાખી પો.સ.ઇ એમ.બી.ચાવડા એ સ્ટાફના માણસો સાથે હકિકતવાળી જગ્યા અમદાવાદ શહેર, નરોડા રોડ, મારૂતી ઇન્ડ્રસ્ટ્રીયલ એસ્ટેટ શેડ નું-બી-102 ના બીજા માળે તપાસ કરતા આરોપી શબ્બીરઅલી સરાફતઅલી શેખ ઉ.વ.43 રહે. સૈયદ રિયાઝહુસેનની ચાલી, ચારતોડા કબ્રસ્તાન, ગોમતીપુર, અમદાવાદ શહેરનાનો ડુપ્લિકેટ વિમલની બનાવટ કરતા ડુપ્લિકેટ વિમલ બનાવવાના ઇલેક્ટ્રીક મશીન નંગ-03 કિ.રૂ.45,000/- તથા ડુપ્લિકેટ વિમલના પેકેટ કુલ્લે નંગ-1005 કિ.રૂ.1,20,935/- તથા પાન-મસાલા બનાવવામાં વપરાતો સોપારીવાળો કાચો માલ આશરે 110 કિ.ગ્રા. કિ.રૂ.27,500/- તથા પાન-મસાલામાં વપરાતો પાવડર આશરે 12 કિ.ગ્રા. કિ.રૂ.2160/- તથા નાના- મોટા વિમલ પાન-મસાલા લખેલ રોલ નંગ-8 કિ.રૂ.00/- તથા સેલોટેપના રોલ નંગ-2 કિ.રૂ.00/- મળી કુલ્લે કિ.રૂ.1,95,595/- ની મત્તાના મુદ્દામાલ સાથે મળી આવતા ઉપરોક્ત મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. જે અંગે વિમલ કંપનીના મેનેજરશ અમિત બુધમલ શ્યામસુખા એ કાયદેસર ફરીયાદ આપતા ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11191011230193/2023 ધી કોપીરાઇટ એક્ટ નો ગુનો દાખલ થવા પામેલ છે. જેની આગળની તપાસ પો.સ.ઇ. એમ.બી. ચાવડા નાઓ ચલાવી રહેલ છે.

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ

(1) શ્રી જે.વી.રાઠોડ પો.ઇન્સ. (માર્ગદર્શન)

(2) શ્રી એમ.બી.ચાવડા પો.સ.ઇ.

(૩) અ.હે.કો. હરપાલસિંહ ધવનસંગઇ

(4) અ.હે.કો. રાજેન્દ્રસિંહ ફતેસિંહ

(5) અ.પો.કો. જયરાજસિંહ વિક્રમસિંહ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. ના ગુનામાં આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ અમદાવાદ શહેર

0 0
Read Time:1 Minute, 42 Second

ડી.સી.બી. પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. ના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર,

એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર ના પોલીસ સબ ઇન્સ્પેટર પી.આર.બાંગા , પો.સ.ઇ. શ્રી.ઝેડ.એસ.શેખ ની ટીમ એસ.ઓ.જી.ના હેડ ની લગત કામગીરી કરવા અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન સ્કોડના માણસોને મળેલ બાતમી ના આધારે ડી.સી.બી. પોલીસ સ્ટેશન ના એન.ડી.પી.એસ. ગુના ના નાહિ પકડાયેલ આરોપી અઝરૂદ્દીન ઉર્ફે મોહસીન સ/ઓ રીયાજભાઇ જાતે સૈયદ, ઉ.વ.24, ધંધો રીક્ષા ડ્રાઇવીંગ, રહેવાસી- બાગે તબરસુમ સોસાયટી, કૈફ મસ્જીદની બાજુમાં, ફતેવાડી, જુહાપુરા, અમદાવાદ શહેર તથા રહેમાની મહોલ્લો, ચેપી રોગ હોસ્પીટલની પાછળ, અલ્લાહનગર, દાણીલીમડા, બહેરામપુરા, અમદાવાદ શહેર વાળાને આજરોજ તા.૦૪/૦૭/૨૦૨૩ ના રોજ પકડી પાડેલ છે.

કામગીરીકરનાર અઘિકારીઓ

19 પો.ઇન્સ. શ્રી યુ.એચ.વસાવા 2) પો.સ.ઇ. શ્રી.પી.આર.બાંગા

3] પો.સ.ઇ.શ્રી.ઝેડ.એસ શેખ

4) HC વિજયસિંહ રજી (બાતમી)

5) HC ગજેન્દ્રસિંહ ઇશાસિંહ (બાતમી)

6 HC જયેન્દ્રસિંહ વિરભદ્રસિંહ 7) PC બળદેવસિંહ ઘનશ્યામસિંહ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

નરોડા પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર

0 0
Read Time:56 Second

અમદાવાદ ના એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ અને જે.વી.રાઠોડ, પોલીસ ઇન્સપેકટર અને મ.સ.ઇ. ધર્મેન્દ્રસિંહ હિંમતસિંહ ની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી આધારે નરોડા પોલીસ સ્ટેશનના

ગુન્હામાં નાસતા ફરતા આરોપી અતુલસિંહ ઉર્ફે પડીત ચાવીરસિંહ રાઠોર ઉ.વ.ર૭ ધંધો-મજુરી રહે. એ-૪૦ર, નરોડા સ્માર્ટ સીટી, હંસપુરા, નરોડા-દહેગામ રોડ, અમદાવાદ શહેર ને તા.૦૪/૦૭/૨૦૨૩ ના કલાક ૨૦/૩૦ વાગ્યે સી.આર.પી.સી. કલમ-૪૧(૧)આઇ મુજબ પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે એસ.ઓ.જી., અમદાવાદ ગ્રામ્ય ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

ક્રાઇમ બાન્ચ પોલીસની ઓળખ આપી સોનાના દાગીનાની લૂંટ કરતી “ઈરાની ગેંગ“ના ત્રણ વ્યકિતોને પકડી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:4 Minute, 36 Second

તા.૦૪,૦૫,૨૦૨૩ ના સાંજના પાંચેક વાગ્યાની આસપાસ કાગડાપીઠ વિસ્તારમાં અણુવ્રત સર્કલ જાહેર રોડ પર ચાર અજાણ્યા વ્યકિતોએ ક્રાઈમ બ્રાન્ચના પોલીસની ઓળખ આપી એક વ્યકિતને મો.સા.સાથે રોકી તેઓની પાસેથી સોનાના દાગીનાની લૂંટ કરી ભાગી ગયેલ. જે બાબતે કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઈસમો વિરૂધ્ધ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ.

ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર બી.એસ.સુથારની ટીમના પો.સ.ઈ. જે.બી.પરમાર તથા પો.સ.ઈ કે.એસ.પરમાર દ્વારા ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સ આધારે “કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગઈ તા.૦૪/૦૫/૨૦૨૩ ના રોજ કાકરીયા તળાવ પાસે આવેલ અણુવ્રત સર્કલ ખાતે થયેલ લૂંટમા સંડોવાયેલ વ્યકિતો. તેઓના કબ્જાની હીરો અચીવર મો.સા. જી.જે.૦૧-યુ.પી.-૪૦૮૬ની સાથે નારોલ સર્કલ થઈ પસાર થનાર છે.”જે હકીકત આધારે આરોપી..(૧) નુરઅબ્બાસ શાહજાર સૈયદ ઉ.વ.૩૨ રહે.મંગલનગર,ઈરાની મસ્જીદની પાસે,સાંઈબાબા મંદિર રોડ,આંબીવલી સ્ટેશન, તા.કલ્યાણ ડી.થાણે મુંબઈ મહારાષ્ટ્ર(૨) મોહંમદ ગુલામહુસૈન જાફરી ઉ.વ.૩૧ રહે, ગલી નં-૧, પાટીલનગર, સુપર સ્ટાર બેકરીની સામે, અંબેવલી તા. કલ્યાણ ડી. થાણે મુંબઈ મહારાષ્ટ્ર(૩) શરતાજ હુસૈન ઓલાદ હુશેન સૈયદ(શેખ) ઉ.વ. ૪૨ રહે.શીવાજીનગર,અટાલી રોડ,સુપર સ્ટાર બેકરીની બાજુમાં અંબેવલી તા.કલ્યાણ ડી.થાણે મુંબઈ મહારાષ્ટ્ર ને નારોલ સર્કલ પાસેથી ઝડપી લીધેલ છે.આરોપીઓ પાસેથી સોનાના દાગીના કિ.રુ.૭,૫૫,૦૦૦/ તથા હિરો અચીવર મો.સા. કિ.રુ.૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૨,૦૦૦/ મળી કુલ કિ.રૂ ૮,૦૭,૦૦૦/નોમુદામાલ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી આરોપીઓને આજ રોજ કલાક ૧૫/૦૦ વાગેસી.આર.પી.સી કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરવામાં આવેલ છે.

આ આરોપીઓએ આજથી આશરે બે માસ પહેલા તે તથા વોંટેડ આરોપી અફસર સૈયદ મહારાષ્ટ્રથી અલગ અલગ બે મોટર સાયકલ લઈ અમદાવાદ શાહઆલમ દરગાહ ખાતે દર્શન માટે આવેલ. દર્શન કરીને સાંજના આશરે સાડા પાંચેક વાગ્યાના અરસામાં કાકરીયા અણૂવ્રત સર્કલ પાસે જાહેર રોડ પર એક વ્યકિત મો.સા. પર થેલો લઈ પસાર થતો હોય. તેને ઉભો રાખી આરોપીઓએ તેઓ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ તરીકેની ઓળખ આપી વાહન ચેકીંગના બહાને સદર વ્યકિત ને ઉભો રાખેલ અને સદરી વ્યક્તિનો થેલો ચેક કરી થેલામાં સોનાના દાગીના જણાતા સદર વ્યક્તિ પાસેદાગીનાનું બીલ માંગતા સદર વ્યકિતએ તેના શેઠને ફોન કરવા જતા આરોપીઓએ સદર વ્યકિત પાસે રહેલ સોનાના દાગીનાનો થેલો ખેંચી લૂંટ કરી ભાગી ગયેલ હોવાની હકિકત જણાવેલ. જે સંબધે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી આગળની વધુ તપાસ અર્થે કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

આરોપીનો ગુન્હાહીત ઈતિહાસ

આરોપી પૈકી શરતાજ હુસૈન ઓલાદ હુશેન સૈયદ(શેખ) અગાઉ નારણપુરા પોલીસ સ્ટેશનમાં સને ૨૦૧૭ માં લૂંટ માં પકડાયેલ છે.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી :: આરોપીઓ તેઓની ક્રાઇમ બાન્ચના પોલીસ કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપ રસ્તે જતા નાગરીકોને વાહન ચેકીંગના બહાને રોકી તેઓ પાસેનો કિંમતી સર- સામાન ચેક કરી તેઓની પાસેથીનો કિમત સર-સાનાનની લૂંટ કરી કરતા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %