Categories
Amadavad

સરદારનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઈગ્લીશ દારૂના ગુનાના નાસતાફરતા આરોપીને શોધી કાઢતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

0 0
Read Time:1 Minute, 42 Second

અમદાવાદ પ્રોહીબ્રીશનના ગુનામાં નાસતા ફરતાં આરોપી દિલીપ ઉર્ફે લાલો સ/ઓ અરવિદભાઈ મકવાણા, ઉ.વ.૨૯, ધંધો મજુરી, રહે. મ.ન. ૪, આબેડકરનગર, અમૃત ગેસ્ટ હાઉસ

પાછળ, નરોડા ફાટક પાસે, અમદાવાદ શહેરને નરોડા નાના ચિલોડા ચાર રસ્તા જાહેર રોડ

પરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીએ ગઈ તા.૦૮/૧૨/૨૨ ના રોજ રાત્રીના દોઢેક વાગ્યાના સુમારે તે તથા લાલો રહે. ગામ ધોલવાણી ભીલોડા બન્ને જણા લાલાની સેલેરીયા ગાડીમાં ભીલોડાથી ઈંગ્લીશ દારૂ ભરી બન્ને જણા ભીલોડાથી સરદારનગર સંતોષીનગર નાકે ઉભેલ હતાં. તે દરમ્યાન પોલીસ આવતા બન્ને જણા ઈગ્લીંશ દારૂ ભરેલ ગાડી ત્યાંજ મુકીને ભાગી ગયેલ હતા. જે ગુનામાં બન્ને જણા પકડાયેલ નથી. બન્ને જણા નાસતા ફરતા હોવાનું જણાવેલ છે.

આરોપી વિરુધ્ધ દાખલ થયેલ ગુના: સરદારનગર પોલીસ સ્ટેશન પાર્ટ-એ- ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૦૨૨૨૬૭૧/૨૦૨૨

પ્રોહી કલમ ૬૬(૨), ૧૫એઇ,૧૧૬(બી),૮૧,૮ મુજબ

આરોપીનો પૂર્વ ઈતિહાસ: આરોપી અગાઉ નરોડા તથા સરદારનગર પોલીસ સ્ટેશનમાં દશેક વખત ઈગ્લીશ દારૂના કેસમાં પકડાયેલ છે. તેમજ ત્રણ વખત અલગ અલગ જેલોમાં પાસા અટકાયત તરીકે રહેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

મેઘાણી નગર મા આરોપી નરેન્દ્રસિંહ દલપતસિંહ રાઓલજી, તત્કાલીન એ.એસ.આઇ. મેઘાણીનગર પો.સ્ટે., વર્ગ-૩, અમદાવાદ શહેરનાઓ વિરૂધ્ધ લાંચની માંગણીનો ગુનો દાખલ કરતી એ.સી.બી.

0 0
Read Time:2 Minute, 57 Second

આ કામે હકિકત એવી છે કે, ફરિયાદી વિરૂધ્ધમાં સને-૨૦૧૮ માં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ, જે ગુન્હાના કામે ફરિયાદીના પત્નીનું નામ નહીં ખોલવા અને જો નામ ખુલે તો તાત્કાલિક અટક નહી કરવાના બદલામાં સદર ગુન્હાની તપાસ કરનાર મેઘાણીનગર પોલીસ સ્ટેશનના તત્કાલિન એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દલપતસિંહ નાઓએ સાહેદ પાસે લાંચ પેટે રૂ.૧૫૦૦/- માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એ.સી.બી. નો સંપર્ક કરી એ.સી.બી. ને ફરીયાદ આપેલ. જે ફરીયાદના આધારે બે સરકારી પંચો તેમજ એ.સી.બી. રેડીંગના પાર્ટીના સભ્યોને સાથે રાખી લાંચનુ છટકુ ગોઠવામાં આવેલ પરંતુ લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે લાંચની રકમ સ્વીકારેલ નહીં, જેથી સદર લાંચનુ છટંકુ નિષ્ફળ જાહેર કરેલ. નિષ્ફળ છટકાની ખુલ્લી દરમ્યાન વૈજ્ઞાનિક તથા અન્ય પુરાવાઓ આધારે લાંચની માંગણીનો ગુન્હો બનતો હોવાનું ફલિત થયેલ.

જેથી આરોપી નરેન્દ્રસિંહ દલપતસિંહ રાઓલજી, તત્કાલીન એ.એસ.આઇ. મેધાણીનગર પો.સ્ટે., વર્ગ-૩, અમદાવાદ શહેર વિરૂધ્ધમાં સરકાર તરફે શ્રી કે.પી.તરેટીયા, પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ શહેર એ.સી.બી.પો.સ્ટે. નાઓએ ફરીયાદ આપતા અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૦૯/૨૦૨૩ ભ્રષ્ટાચાર નિવારણ સુધારા અધિનિયમ- ૨૦૧૮ ની કલમ-૭, ૧૩(૧) તથા ૧૩(૨) મુજબનો ગુનો તા.૧૬/૦૬/૨૦૨૩ ના રોજ દાખલ કરવામાં આવ્યો. સદર ગુનાની આગળની વધુ તપાસ શ્રી સી.જી.રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. અમદાવાદનાઓ ચલાવી રહેલ છે. જેના સુપરવિઝન અધિકારી શ્રી કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ નાઓ છે.

સરકારશ્રીના જુદા-જુદા વિભાગોમાં ફરજ બજાવતાં સરકારી અધિકારી/કર્મચારી દ્વારા કાયદેસરના મહેનતાણા સિવાય જાહેર જનતા પાસે જો કોઇ ગેરકાયદેસર અવેજની માંગણી કરવામાં આવે તો તેવા સરકારી અધિકારી/કર્મચારીઓ અંગેની જાણ એ.સી.બી. કચેરીના ટોલ- ફ્રી નં.૧૦૬૪, ફોન નં.૦૭૯-૨૨૮૬૬૭૭૨ તથા ફેક્સ નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮ ઉપર કરવા જાગૃત જનતાને આહવાન કરવામાં આવે છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

મહારાષ્ટ્ર પૂણે ખાતે ચેન સ્નેચીંગ અને વાહન ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ રીઢા આરોપીને કિ.રૂ.૨,૯૪,૦૦૦/- ની મતાના સોનાના બે મંગળસૂત્ર સાથે પકડી પૂણે ખાતે દાખલ થયેલ ચેન સ્નેચીંગના બે ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

0 0
Read Time:3 Minute, 10 Second

મહારાષ્ટ્ર પૂણે ખાતે ચેન સ્નેચીંગ અને વાહન ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ રીઢા આરોપીને કિ.રૂ.૨,૯૪,૦૦૦/- ની મતાના સોનાના બે મંગળસૂત્ર સાથે પકડી પૂણે ખાતે દાખલ થયેલ ચેન સ્નેચીંગના બે ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.એમ.સોલંકીની ટીમના એ.એસ.આઈ નારસિંહ મલુસિંહ, હે,કોઇમ્તીયાઝઅલી ઉમરાવઅલી દ્વારા ચેન સ્નેચીંગ કરતા આરોપી આકાશ સ/ઓ વજીર મિરકાંત રાઠોડ, ઉ.વ.૨૩, રહે.હાલ નાના ચિલોડા, કરંજ સોસાયટીના છાપરા, નંદીગ્રામની બાજુમાં, નરોડા અમદાવાદ મૂળ વતન રહે કચરા ડેપોની પાછળ, ગણેશ તાપકીર ઈંટ ભઠ્ઠીની બાજુમાં, આચનડી બસ્તી મુલખેડ, તા.મુલસી, જી.પૂણે, મહારાષ્ટ્રને.પાનકોર નાકા પાસેથી ઝડપી લીધેલ છે.આરોપી પાસેથી તૂટેલી હાલતના કાળા મણકાવાળા ફ્રેન્સી ડિઝાઇનવાળા ડબલ ચેનવાળા બે સોનાના મંગળસૂત્ર કિ.રૂ.૨,૯૪,૦૦૦/-ની મત્તાનો મુદ્દામાલ મળી આવતાં તે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.આરોપીની આજથી આશરે અઠવાડીયા પહેલાં સાંજના સમયે તે તથા તેનો મિત્ર બજરંગ ઉર્ફે સાગર ચતુર મારવાડી (કુંભાર) રહે: ચૌકુલા પુણે મહારાષ્ટ્ર બંને જણાં તેની KTM duke 200 cc મોટર સાયકલ નં.M.H.12.P.P.8725ની લઈને ચેઈન સ્નેચીંગ કરવા સારૂ પૂણે ખેડ વિસ્તારમાં નિકળેલ. દરમ્યાન સાંજના ચાકણ એસ.ટી બસ સ્ટેન્ડ પાસે બસમાંથી એક બહેન અને એક ભાઈ ઉતરી ચાલતાં જતાં હતાં. તે વખતે બહેનના ગળામાંથી મંગલસૂત્ર તોડી લીધેલ અને ત્યાંથી મોટર સાયકલ પર નાસી જઈ રાતના આશરે સાડા નવ વાગે દિઘી વિસ્તારમાં ચરોલી ફાટા આનંદનગર પાસે આવતાં ત્રણ બહેનો ચાલતા ચાલતા જતા હતાં. તે સમયે એક બહેનના ગળામાંથી મંગલસુત્ર તોડી ભાગી ગયેલ હોવાનું જણાવેલ છે.જે અંગે દાખલ થયેલ નીચે મુજબના ગુનાઓ શોધવામાં આવેલ છે.શોધાયેલ ગુન્હા: (૧) મહારાષ્ટ્ર પૂણે ખેડ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૩૮૫/૨૦૧૩ ઈપીકો કલમ-૩૯૨, ૩૪ મુજબ (૨) મહારાષ્ટ્ર પૂણે દિલ્લી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૧૯૫/૨૦૨૩ ઈપીકો કલમ-૩૯૨, ૩૪ મુજબ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

ગાંધીનગર ડભોડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જમીન પચાવી પાડવાના કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી. શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ

0 0
Read Time:3 Minute, 3 Second

ગાંધીનગર ડભોડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જમીન પચાવી પાડવાના કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી. શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેરઅમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ.શ્રી વી.કે.દેસાઈ તથા હે.કો. વિક્રમસિંહ તથા પો.કો. અવિનાશસિંહ દ્વારા આરોપી દશરથભાઈ ભીખાભાઈ રાજગોર ઉ.વ. ૪૪ રહે. એ/૨૯ કર્ણાવતીનગર સ્વામીનારાયણમંદિર પાછળ નવા નરોડા અમદાવાદ શહેરને નરોડા બાપા સિતારામ ચોક જાહેરમાંથી ઝડપી લીધેલ છે. આરોપી સને-૨૦૨૨ માં જુલાઈ માસમાં મેદરા સર્વે નંબર ૩૮૦,૧૨ ના ખેડુતો ને તેઓની જમીન વેચાણ આપવાની હોય. તે તથા તેના સાગરીતો ભેગા મળી બિલ્ડર હોવાની ઓળખ આપી ખેડૂતને સોંગદનામુ કરવું પડશે તેમ કહી તેઓની સહીઓ મેળવી તેઓનુ આધારકાર્ડ નકલ મેળવી જૂની તારીખમાં સાગરીત લાલસિહ રામસિંહ રાઠોડ નામનો પાવર ઓફ એર્ટની બનાવી તે પાવર ઓફ એર્ટની અન્વયે જમીનનો ખોટો દસ્તાવેજ બનાવી ખેડૂતની જમીન પડાવી લીધેલ હોય.જે બાબતે ડભોડા પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ- ગુરન. ૧૧૨૧૬૦૦૪૨૨૦૧૭૧{૨૦૨૨, ઈ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦ (બી) મુજબનો ગુનો દાખલ થતાં. તે તેના વતન બોટાદ ખાતે ભાગી ગયેલ હોવાનું અને ઉપરોકત ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો રહેલ હોવાની કબુલાત કરેલ છે.આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ:(૧) ડભોડા પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ- ગુરન. ૧૧૨૧૬૦૦૪૨૨૦૧૭૦૨૦૨૨ ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦(બી) તથા ધી ગુજરાત લેન્ડ ગ્રેબીગ (પ્રોહીબીશન એકટ)૨૦૨૦ ની કલમ ૪(૧),૫ મુજબનો ગુનો દાખલ થયેલ છે. (૨) અડાલજ પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ- ગુરન. ૧૧૨૧૬૦૦૧૨૧૦૫૦૩/૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦(બી) તથા ગુજરાત જમીન પચાવી પાડવા (પ્રતિબંધ)અધિનિય- ૨૦૨૦ ની કલમ ૪(૩),૫ (ઈ) મુજબનો ગુનો દાખલ થયેલ છે. (૩) અરજદાર શાન્તાબેન દરબાર રહે. કરાઈ તા.જી. ગાંધીનગર નાઓની આરોપીએ જમીન પચાવી પાડવા અંગેની ફરીયાદ દાખલ કરવા સારૂ કલેકટરશ્રી ગાંધીનગર નાઓને અહેવાલ પાઠવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

બે દિવસ પહેલા રામોલ સી.ટી.એમ બ્રીજ નીચે એક મહીલાનુ ગળુ દબાવી મોત નીપજાવેલ હાલતમાં લાશ મળી આવેલ જે અંગે રામોલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ અનડીટેકટ મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:6 Minute, 14 Second

બે દિવસ પહેલા રામોલ સી.ટી.એમ બ્રીજ નીચે એક મહીલાનુ ગળુ દબાવી મોત નીપજાવેલ હાલતમાં લાશ મળી આવેલ જે અંગે રામોલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ અનડીટેકટ મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.ગઇ તા.૦૮/૦૪/૨૦૨૩ ના રોજ રામોલ સીટીએમ થી એકસપ્રેસ હાઇવે તરફ જવાના બ્રીજ પાસે સહજાનંદ સોસાયટીના નાકે ભાગ્યલક્ષ્મી ટ્રાવેલ્સ નામની દુકાન સામે બ્રીજ નીચે તુલસીબેન વા/ઓ ચમનભાઇ મકવાણા ઉવ.૩૪ ની લાશ મળી આવેલ. આ બાબતે રામોલ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ મરણજનાર બેનની લાશના પોસ્ટ મોર્ટમ દરમ્યાન મરણજનાર તુલસીબેનનું મોત ગળુ દબાવવાથી થયેલ હોવાનો અભિપ્રાય મળેલ.મરણજનાર તુલસીબેનના ભાઈ અખાભાઇ ધુળાભાઇ ભાટીએ તુલસીબેનનુ અજાણ્યા ઇસમે કોઇપણ કારણોસર ગળુ દબાવી ખૂન કરેલ હોવાની રામોલ પોલીસ સ્ટેશન ખાતે તા.૦૯/૦૪/૨૦૨૩ ના રોજ ફરીયાદ આપતા રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૩૪૯/૨૦૨૩ ધી ઇપીકો કલમ ૩૦૨ મુજબનો ગુનો નોંધવામાં આવેલ.આ ગુનો વણશોધાયેલ હોય અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ દ્વારા આ વણશોધાયેલ ખૂનના ભેદ ઉકેલવા સારૂ સુચના તથા માર્ગદર્શન આપેલ.જે અનુંસધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.જી.સોલંકીની ટીમના પો.સ.ઇ.શ્રી કે.કે.ચૌહાણ અનેપો.સ.ઈ.શ્રી વી.ડી.ખાંટ ટીમ સાથે ઉપરોકત ખુનના ગુન્હાનો ભેદ ઉકેલવા સારૂ માટે પ્રયત્નશીલ હતાં. દરમ્યાન એ.એસ.આઇ હિમંતસિંહ ભુરાભાઇ અને હે.કો. કૌશીક ગોવિંદભાઇને મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે આરોપી શંકરભાઈ ઉર્ફે ભૂરીયો સન/ઓફ નાનજીભાઈ અવાભાઈ ખોખરીયાવાળા (દેવીપુજક) ઉ.વ.૫૫ રહે:ઘર નં ૧૧૫,ન્યુ ગાયત્રીનગર,વિભાગ-ર, ગોપીનાથ એસ્ટેટની બાજુમાં,પન્ના એસ્ટેટની સામે,સોનીની ચાલી ચાર રસ્તા ઓઢવ અમદાવાદ શહેર મુળગામ: ધારણોજ તા.જી.પાટણ ને સોનીની ચાલી બિરજુનગરના નાકેથી ઝડપી પાડેલ છે.પકડાયેલ આરોપીને તુલસી વા/ઓ ચમનભાઇ મકવાણા રહે.મુન્શીપુરા નવી વસાહત રામદેવ મંદિરની પાસે જશોદાનગર અમદાવાદ શહેરની સાથે પાંચેક વર્ષ અગાઉ આડાસબંધ હતા અને આ તુલસીને વિરસિંહ ભદોરીયા નામના વ્યક્તિ સાથે છેલ્લા બે વર્ષથી આડાસબંધો છે. ગઇ તા.૭/૦૪/૨૦૧૩ ના રાત્રીના આશરે સાડા નવેક વાગ્યાની આસપાસ પોતે વટવા જીઆઇડીસી તરફથી એકસપ્રેસ હાઇવે ગરનાળા વાળા રસ્તે થઇ એકસપ્રેસ હાઇવેની બાજુમાં ન્યુ મણીનગર જવાના રોડ પર આવેલ ત્રિકમપુરા તરફ જતી ખારીકટ કેનાલ પાસે પાનના ગલ્લા આગળ બાંકડા ઉપર તુલસી અને વિરસિંહ બંને જણા બેસેલ હતા, ત્યારે તુલસી તથા આરોપી શંકરની નજર એક થતા તુલસીએ બુમ પાડી તેને ઉભા રહેવા માટે જણાવતા તે પેડલ રીક્ષા સાઇડમાં રાખી ઉભો રહેલ. આ વખતે તુલસીએ જણાવેલ કે તે અને વિરસિંહ અહીં બેઠા છે તેવી વાત તેના ઘરે ના કરવા માટે જણાવેલ.જેથી પોતે તુલસીને કહેલ કે તુ વિરસિંહ સાથે બોલે કે ના બોલે મારે શુ લેવા દેવા. તેમ જણાવતા તુલસીએ જણાવેલકે જો મારા ઘરે કાલે ખબર પડશે તો તારી આવી બનશે.તેમ કહી તુલસીએ તેનો કોલર ખેંચી ઝપાઝપી કરતા તેણે તુલસીને ધકકો મારતા તે લોખંડની એંગલની પાછળ પડી ગયેલ.જયાંથી તે ઉભી થઇ પાછી તેની પાસે આવેલ અને તેને લાતો મારવા લાગેલ જેથી તેણે તુલસીનું ગળું પકડી પેડલ રીક્ષા પર પાડી દેતા તે છુટવા માટે પ્રયત્ન કરતા તેનુ ગળુ દબાવી મારી નાખેલ.તુલસીને પેડલ રીક્ષામાં મૂકી તેની ઓઢણીથી તેને ઢાંકી અને પેડલ રીક્ષા ચલાવી લઇ થોડે આગળ આવેલ બીજી કેનાલ પાસે રોડની સાઇડમાં પાણીની ટાંકી પાસે આવેલ જયાં પાણી લઇ તુલસીના ચહેરા પર છાંટેલ પરતું તે જીવિત જણાયેલ નહી. તે મરી ગયેલ હોવાની ખાત્રી થતા ત્યાંથી આગળ સીટીએમ થી એકસપ્રેસ હાઇવે તરફ જવાના બ્રીજ પાસે ટ્રાવેલ્સની ઓફીસની સામે બ્રીજની નીચે તેની લાશ પેડલ રીક્ષામાંથી ઉતારીને પેડલ રીક્ષા ચલાવી લઇ તેના ઘર તરફ જતો રહેલ.જેથી આરોપીએ જણાવેલ ઉપરોકત હકીકત બાબતે તપાસ કરતા રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૩૪૯/૨૦૨૩ ધી ઇપીકો કલમ ૩૦૨ મુજબનો ગુનો નોંધવામાં આવેલ હોઇ આરોપીએ તુલીને મારી નાખી તેની લાશને સગેવગે કરવામાં તેની પેડલ રીક્ષાનો ઉપયોગ કરેલ તે પેડલ રીક્ષા સાથે આરોપીને રામોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %