Categories
Amadavad

વિંઝોલ ખાતે સદગુરૂ એર નામની સાઇટ ઉપરથી કિમત રૂ.૩,૧૯,૦૦૦/- ની મત્તાના ચોરી કરેલ ઇલેક્ટ્રીક વાયરોના બંડલો સાથે બે આરોપીઓને પકડી પાડી ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતીઅમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:3 Minute, 12 Second

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ ને બાતમી મળેલ કે ઇલેક્ટ્રીક વાયરોના બંડલો ચોરી કરતાં આરોપી (૧) રોશન અનુપભાઇ વર્મા ઉ.વ.૧૯ રહે. મકાન નં.૪/૫, શિવમ ફ્લેટ, આનંદ ફ્લેટની સામે, લાલ બહાદુર સ્ટેડીયમ પાછળ, બાપુનગર, અમદાવાદ શહેર (૨) રવિન્દ્રસિંગ લક્ષ્મીસિંગ રાજપુત ઉ.વ.૨૬, રહે. મકાન નં.એ/૧૨, વિનાયક પાર્ક, આર.ટી.ઓ. રોડ, વસ્ત્રાલ, અમદાવાદ શહેર. મુળ રહે. ગામ:દેવલપુર, પોસ્ટ. ખુટાણા, થાના. ચૌબેપુર, તા.પીંડરા, જી. વારાણસી, ઉત્તરપ્રદેશનાઓને અમદાવાદ, વસ્ત્રાલ, ડો. શ્યામપ્રસાદ મુખર્જી ઓડીટોરીયમના કોટની સામે જાહેર રોડ ઉપરથી તા.૦૭/૦૭/૨૦૧૩ ના રોજ ઝડપી લીધેલ છે.આરોપીઓ પાસેથી (૧) અપાર શક્તિ કમ્પનીના ૧.૫ એમ.એમ. ના ઇલેક્ટ્રીક વાયરોના બંડલ નંગ-૧૩ કિમત રૂ.૩૯,૦૦૦/- (૨) અપાર શક્તિ કમ્પનીના ૬ એમ.એમ. ના ઇલેક્ટ્રીક વાયરોના બંડલ નંગ-૨૮ કિંમત રૂ.૨,૮૦,૦૦૦/- તથા (૩) ટી.વી.એસ. જ્યુપીટર નં.GJ-27-DZ-5288 કિંમત રૂ.૮૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૩,૯૯,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે. આરોપીઓને સીઆર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.ગઇ તા.૨૯/૦૬/૨૦૨૩ ના રાત્રીના બંને આરોપીઓએ ટીવીએસ જ્યુપીટર નંબર GJ-27-DZ-5288 લઇને હાથીજણ સર્કલ પાસે, વિંઝોલ, સદગુરુ એર નામની ફ્લેટની નવી સ્કીમ ઉપર રાત્રીના આશરે અઢી વાગ્યાના સમયે ગયેલા. જ્યાં રોશન અનુપભાઇ વર્માએ દુકાન નં.૪ ના શટરનુ તાળુ સળીયાથી તોડી દુકાનમાંથી નાના-મોટા ઇલેકટ્રીક વાયરના બંડલ નંગ-૪૭ ની ચોરી કરેલ હતી. જે તમામ વાયરો જ્યુપીટર ઉપર બે ફેરા કરીલઇ ગયેલ હતા. જે ચોરી કરેલ તમામ વાયરો છુપાવી મુકી રાખેલ હતા. આજરોજ બન્ને આરોપીઓએ ચોરી કરેલ ઇલેક્ટ્રીક વાયરનુ વેચાણ કરવા માટે જ્યુપીટર લઇને વસ્ત્રાલ, ડો. શ્યામપ્રસાદ મુખર્જી ઓડીટોરીયમના કોટની સામે રોડ પાસે ઉભા રહેલ હોવાનું જણાવેલ. ઉપરોક્ત વાયર ચોરી અંગે વટવા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન ગુનો નોંધાયેલ હોય, બંને આરોપીઓને આ ગુનાના કામે સોપવામાં આવેલ છે.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઉપરોક્ત બંને આરોપીઓ અગાઉ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

બે દિવસ પહેલા રામોલ સી.ટી.એમ બ્રીજ નીચે એક મહીલાનુ ગળુ દબાવી મોત નીપજાવેલ હાલતમાં લાશ મળી આવેલ જે અંગે રામોલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ અનડીટેકટ મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:6 Minute, 14 Second

બે દિવસ પહેલા રામોલ સી.ટી.એમ બ્રીજ નીચે એક મહીલાનુ ગળુ દબાવી મોત નીપજાવેલ હાલતમાં લાશ મળી આવેલ જે અંગે રામોલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ અનડીટેકટ મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.ગઇ તા.૦૮/૦૪/૨૦૨૩ ના રોજ રામોલ સીટીએમ થી એકસપ્રેસ હાઇવે તરફ જવાના બ્રીજ પાસે સહજાનંદ સોસાયટીના નાકે ભાગ્યલક્ષ્મી ટ્રાવેલ્સ નામની દુકાન સામે બ્રીજ નીચે તુલસીબેન વા/ઓ ચમનભાઇ મકવાણા ઉવ.૩૪ ની લાશ મળી આવેલ. આ બાબતે રામોલ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ મરણજનાર બેનની લાશના પોસ્ટ મોર્ટમ દરમ્યાન મરણજનાર તુલસીબેનનું મોત ગળુ દબાવવાથી થયેલ હોવાનો અભિપ્રાય મળેલ.મરણજનાર તુલસીબેનના ભાઈ અખાભાઇ ધુળાભાઇ ભાટીએ તુલસીબેનનુ અજાણ્યા ઇસમે કોઇપણ કારણોસર ગળુ દબાવી ખૂન કરેલ હોવાની રામોલ પોલીસ સ્ટેશન ખાતે તા.૦૯/૦૪/૨૦૨૩ ના રોજ ફરીયાદ આપતા રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૩૪૯/૨૦૨૩ ધી ઇપીકો કલમ ૩૦૨ મુજબનો ગુનો નોંધવામાં આવેલ.આ ગુનો વણશોધાયેલ હોય અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ દ્વારા આ વણશોધાયેલ ખૂનના ભેદ ઉકેલવા સારૂ સુચના તથા માર્ગદર્શન આપેલ.જે અનુંસધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.જી.સોલંકીની ટીમના પો.સ.ઇ.શ્રી કે.કે.ચૌહાણ અનેપો.સ.ઈ.શ્રી વી.ડી.ખાંટ ટીમ સાથે ઉપરોકત ખુનના ગુન્હાનો ભેદ ઉકેલવા સારૂ માટે પ્રયત્નશીલ હતાં. દરમ્યાન એ.એસ.આઇ હિમંતસિંહ ભુરાભાઇ અને હે.કો. કૌશીક ગોવિંદભાઇને મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે આરોપી શંકરભાઈ ઉર્ફે ભૂરીયો સન/ઓફ નાનજીભાઈ અવાભાઈ ખોખરીયાવાળા (દેવીપુજક) ઉ.વ.૫૫ રહે:ઘર નં ૧૧૫,ન્યુ ગાયત્રીનગર,વિભાગ-ર, ગોપીનાથ એસ્ટેટની બાજુમાં,પન્ના એસ્ટેટની સામે,સોનીની ચાલી ચાર રસ્તા ઓઢવ અમદાવાદ શહેર મુળગામ: ધારણોજ તા.જી.પાટણ ને સોનીની ચાલી બિરજુનગરના નાકેથી ઝડપી પાડેલ છે.પકડાયેલ આરોપીને તુલસી વા/ઓ ચમનભાઇ મકવાણા રહે.મુન્શીપુરા નવી વસાહત રામદેવ મંદિરની પાસે જશોદાનગર અમદાવાદ શહેરની સાથે પાંચેક વર્ષ અગાઉ આડાસબંધ હતા અને આ તુલસીને વિરસિંહ ભદોરીયા નામના વ્યક્તિ સાથે છેલ્લા બે વર્ષથી આડાસબંધો છે. ગઇ તા.૭/૦૪/૨૦૧૩ ના રાત્રીના આશરે સાડા નવેક વાગ્યાની આસપાસ પોતે વટવા જીઆઇડીસી તરફથી એકસપ્રેસ હાઇવે ગરનાળા વાળા રસ્તે થઇ એકસપ્રેસ હાઇવેની બાજુમાં ન્યુ મણીનગર જવાના રોડ પર આવેલ ત્રિકમપુરા તરફ જતી ખારીકટ કેનાલ પાસે પાનના ગલ્લા આગળ બાંકડા ઉપર તુલસી અને વિરસિંહ બંને જણા બેસેલ હતા, ત્યારે તુલસી તથા આરોપી શંકરની નજર એક થતા તુલસીએ બુમ પાડી તેને ઉભા રહેવા માટે જણાવતા તે પેડલ રીક્ષા સાઇડમાં રાખી ઉભો રહેલ. આ વખતે તુલસીએ જણાવેલ કે તે અને વિરસિંહ અહીં બેઠા છે તેવી વાત તેના ઘરે ના કરવા માટે જણાવેલ.જેથી પોતે તુલસીને કહેલ કે તુ વિરસિંહ સાથે બોલે કે ના બોલે મારે શુ લેવા દેવા. તેમ જણાવતા તુલસીએ જણાવેલકે જો મારા ઘરે કાલે ખબર પડશે તો તારી આવી બનશે.તેમ કહી તુલસીએ તેનો કોલર ખેંચી ઝપાઝપી કરતા તેણે તુલસીને ધકકો મારતા તે લોખંડની એંગલની પાછળ પડી ગયેલ.જયાંથી તે ઉભી થઇ પાછી તેની પાસે આવેલ અને તેને લાતો મારવા લાગેલ જેથી તેણે તુલસીનું ગળું પકડી પેડલ રીક્ષા પર પાડી દેતા તે છુટવા માટે પ્રયત્ન કરતા તેનુ ગળુ દબાવી મારી નાખેલ.તુલસીને પેડલ રીક્ષામાં મૂકી તેની ઓઢણીથી તેને ઢાંકી અને પેડલ રીક્ષા ચલાવી લઇ થોડે આગળ આવેલ બીજી કેનાલ પાસે રોડની સાઇડમાં પાણીની ટાંકી પાસે આવેલ જયાં પાણી લઇ તુલસીના ચહેરા પર છાંટેલ પરતું તે જીવિત જણાયેલ નહી. તે મરી ગયેલ હોવાની ખાત્રી થતા ત્યાંથી આગળ સીટીએમ થી એકસપ્રેસ હાઇવે તરફ જવાના બ્રીજ પાસે ટ્રાવેલ્સની ઓફીસની સામે બ્રીજની નીચે તેની લાશ પેડલ રીક્ષામાંથી ઉતારીને પેડલ રીક્ષા ચલાવી લઇ તેના ઘર તરફ જતો રહેલ.જેથી આરોપીએ જણાવેલ ઉપરોકત હકીકત બાબતે તપાસ કરતા રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૩૪૯/૨૦૨૩ ધી ઇપીકો કલમ ૩૦૨ મુજબનો ગુનો નોંધવામાં આવેલ હોઇ આરોપીએ તુલીને મારી નાખી તેની લાશને સગેવગે કરવામાં તેની પેડલ રીક્ષાનો ઉપયોગ કરેલ તે પેડલ રીક્ષા સાથે આરોપીને રામોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %