Categories
Ahemdabad crime news

નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્વપ્નીલ આર્કેડમાં બનેલ સ્ત્રીની હત્યાના બનાવનો ભેદ ઉકેલી હત્યાને અંજામ આપનાર આરોપીની ધરપકડ કરતી ક્રાઈમ બ્રાન્ચ,અમદાવાદ શહેર,

0 0
Read Time:53 Second

તાજેતરમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં હંસપુરા પાસે એક સફાઈ કામદાર મહિલાની હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં 108 ના હેડ ક્વાર્ટર પાસે આવેલી એક બિલ્ડિંગમાં કામ કરતી મહિલાનો ત્યાં જ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મહિલા ઘરેથી કામે જવા નીકળી હતી. પરંતુ કામે ન પહોંચતા પરિવારે શોધખોળ કરી હતી. અંતે તેની હત્યા કરવામાં આવી હોવાની જાણ થઈ હતી. આ સમગ્ર મામલે નરોડા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાની શોધખોળ શરૂ કરી હતી. હત્યાના ગણતરીના દિવસોમાં જ ક્રાઈમ બ્રાંચે આરોપી હત્યારાને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news News Ahemdabad crime news

ગઈ રથયાત્રા ના સમયે ભીડનો લાભ લઈ સરસપુર ચાર રસ્તા મહીલાઓના ગળામાથી સોનાની ચેઈન ની ચોરી કરેલ ત્રણ મહીલાઓને જડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર.

0 0
Read Time:2 Minute, 9 Second

ગઈ રથયાત્રા સમયે સરસપુર ચાર રસ્તા મહીલાઓના ગળામાથી સોનાના દાગીનાની ચોરી થયેલ હોય. જે અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ.શ્રી વી.કે.દેસાઈ તથા પો.કો. ભાવેશ દ્વારા ચેઈન સ્નેચીંગ કરતી મહીલા આરોપીઓ

(૧) સીમા વા/ઓ રોહિત અશ્વિનભાઇ કડબે ઉવ.૨૨ રહે.બ્લોક નંબર ઇ/૦૦૨, જોગમાયા નગર,

અમરાઇવાડી પોલીસ સ્ટેશન પાછળ, અમરાઇવાડી અમદાવાદ શહેર (૨) જ્યોતિ ઉર્ફે અંકિતા વા/ઓ નિલેશભાઈ પરસોત્તમભાઈ રાઠોડ ઉવ.૪૫ રહે.શિવનગર સોસાયટી, ગોબરભાઈ રબારીના મકાનમાં, જોગણી માતાના મંદિરની પાછળ, રબારી કોલોની પાસે અમરાઇવાડી અમદાવાદ શહેર (૩) કોમલ ર્ડા/ઓ અશોકભાઇ ઉદાભાઇ દંતાણી ઉવ.૨૦ રહે.મહાલક્ષ્મીનગર અમરાઇવાડી પોલીસ

સ્ટેશન પાછળ, અમરાઇવાડી અમદાવાદ શહેરને ન્યુ કોટન ચાર રસ્તા બ્રીજ નીચે જાહેરમાંથી તા.૧૮/૭/૨૦૧૩ ના રોજ ઝડપી લીધેલ

આરોપીઓ પાસેથી સોનાની ચેઇન -૧ જેનું વજન ૧૦.૩૮૦ ગ્રામ કિ.રૂ.૫૧,૯૦૦/-નો મુદ્દામાલ મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આરોપી સને-૨૦૨૩ ની રથયાત્રા સમયે બપોરના સરસપુર ચાર રસ્તા ભીડનો લાભ લઇ રથયાત્રા જોવા માટે આવેલ એક મહિલાને પકડાયેલ ત્રણેય મહિલાઓએ ભેગા મળી ભીડભાડ કરી તે મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ચોરી કરી લીધેલ હોવાની કબૂલાત કરેલ છે. જે બાબતે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ-ગુ.ર.નં ૧૧૧૯૧૦૪૧૨૩૦૫૯૭/ ૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

દુબઇથી સોનાની દાણચોરી કરતા વ્યકિત તથા સોનીની ધરપકડ કરતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ શહેર

0 0
Read Time:4 Minute, 48 Second

ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ. વી.આર.ગોહિલ તથા હે.કો. ભવાનીસિંહ હરૂભા તથા પો.કો. કુલદીપસિંહ બળદેવસિંહ તથા પો.કો. રવિરાજસિંહ મહિપતસિંહ દ્વારા સોનાની દાણચોરી કરતાં આરોપી…(૧) જીગ્નેશ ઉર્ફે જીગર સન/ઓફ ભીખાભાઈ રાઠોડ ઉ.વ.૩૦ રહે, ૬૦૧/એ સમોર હાઈટસ, મુઠીયા ટોલ પ્લાઝાની બાજુમાં નરોડા અમદાવાદ શહેર(૨) કેતનભાઈ હર્ષદભાઈ સોની ઉ.વ.પર રહે, મ.ન. ૪૯૨ નાનશા જીવણની પોળ સાંકળી શેરી માણેકચોક અમદાવાદ શહેરને માણેકચોક સાંકડી શેરી, નાનશા જીવણની પોળના નાકેથી તા.૯/૭/૨૦૨૩ના રોજ ઝડપી લીધેલ છે.આરોપીઓ પાસેથી રોકડ નાણાં રૂ.૪૫,૦૦,૦૦૦/- તથા સોનાના પટ્ટી આકરાના પતરા નંગ-૦૩ જેનુ કુલ વજન ૫૪૬ ગ્રામ ૨૨ મીલીગ્રામ કિ.રૂ. ૩૨,૭૭,૩૨૦/- તથા દિરહામની ચલણી નોટ નંગ-૦૪ કિ.રૂ.૮૦૦/- તથા થેલો નંગ-૧ તથા એપ્પલ કંપનીના મોબાઈલ ફોન નંગ- ૨ કિ.રૂ. ૨,૩૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૮૦,૦૮,૧૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.આરોપી જીગ્નેશ ઉર્ફે જીગરની પૂછપરછ દરમ્યાન અમદાવાદના જયેશ સોની નામના માણસે તેને તથા તેની પત્નિ શીલાને દુબઇ ખાતે સોનું લાવવા માટે મોકલેલ. દુબઇ જવા આવવાની એર ટીકીટ તથા ચાર દિવસ રહેવાનો હોટલ સહિત તમામ ખર્ચ અને આ ટ્રીપ દરમ્યાન રૂ.૨૫,૦૦૦/- આપવાનુ નક્કી થયેલ હતું. દુબઇ ખાતે નીલ હોટલમાં ત્રણેક દિવસ રોકાયેલ દરમ્યાન આ જયેશ સોનીના કહેવા મુજબ તેમનો કોઈ ચેતન ચૌધરી નામનો માણસ હોટલ પર આવી પહેરવા માટે એક વજનદાર બનીયાન તથા એક વજનદાર જાંગીયો આપેલ. તેની પત્નિ શીલા માટે એક વજનદાર સેનેટરી પેડ આપેલ અને આ કપડાઓમાં કેમીકલ મિશ્રિત સોનુ ભેળવેલ હોવાનું જણાવેલ. જે પહેરી બંન્ને પતિ પત્નિ જયેશ સોનીના કહેવા મુજબ દુબઈથી તા. ૧૯/૦૬/૨૩ ના રોજ નીકળી મુંબઈ ઈન્ટરનેશલ એરપોર્ટ પર ઉતરેલા જયાં ઈમીગ્રેશન અને કસ્ટમમાંથી હેમખેમ બહાર નીકળી બોરીવલી રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી સુરત રેલવે સ્ટેશન આવી ત્યાંથી એક વોલ્વો લક્ઝરીમાં બેસી અમદાવાદ આવેલા. તે પછી જયેશ સોનીને દુબઈથી લાવેલ કપડામાં છૂપાવેલ સોનુ તેની પાસેથી લૂંટાઈ ગયેલ હોવાનુ જણાવી તે પછી તેની સાથે પકડાયેલ તેનો મિત્ર કેતનભાઈ સોનીને આપેલ. તેઓએ કપડામાંથી ચોખ્ખુ સોનુ અલગ કરી તેમાંથી કેટલુક સોનુ વેંચી તે પેટે રૂપીયા ૪૫ લાખ આપેલ હોવાનું અને વેચાણ કર્યા પછી બાકી રહેલ ૫૪૬ ગ્રામ ૨૨ મીલીગ્રામનુ સોનુ કેતન સોની પાસેથી મળી આવેલ હોવાનુ જણાવેલ. જે મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

આ સોનાની તસ્કરી બાબતે કસ્ટમ વિભાગમાં જાણ કરવામાં આવેલ છે.આરોપીઓ આ સોનુ ક્યાં સ્વરૂપે લાવેલ હતા? પકડાયેલ કેતન સોનીએ આ સોનુ કઇ રીતે અલગ કરેલ તેમજ રૂપિયા ૪૫ લાખની કિંમતનુ સોનુ કંઇ વ્યક્તિને વેચાણ આપેલ છે. આ સોનુમંગાવનાર જયેશ સોનીનુ આખુ નામ સરનામુ મળી આવેલ ન હોય, તે વ્યક્તિ કોણ છે. તેણે અથવા આ કામે પકડાયેલ જીગ્નેશ તથા તેની પત્નિ અગાઉ જયેશ સોનીના અથવા અન્ય બીજા કોઈના કહેવાથી આ રીતે સોનું લાવેલ છે કે કેમ? તેમજ આ રીતે ગોલ્ડ સ્મગ્લીંગ અંગેનુ ચોક્કસ કોઇ રેકેટ કામ કરે છે કે કેમ? તેમજ આવા રેકેટમાં અન્ય બીજા કોઇ ઇસમો સંડોવાયેલ છે કે કેમ? વિગેરે બાબતે હાલમાં આગળની તપાસ તજવીજ પો.સ.ઇ.શ્રી વી.આર.ગોહિલ ચલાવી રહેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

ભીડભાડમાં નજર ચૂકવી રાહદરીઓના મોબાઇલ ફોનોની ચોરી કરતી ગેંગના ૫ વ્યકિતને પકડી મોબાઇલ ચોરીના ૨ ગુનઓનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ

0 0
Read Time:3 Minute, 23 Second

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.સોલંકીની ટીમના પો.સ.ઈ.શ્રી એમ.એમ.ગઢવી તથા હે.કો.મેરૂભાઈ નાગજીભાઈ, પો.કો. હાર્દિકસિંહ જયંતીલાલ દ્વારા મોબાઇલ ચોરી કરતા આરોપી..(૧) વિશાલકુમાર બબલુભાઇ ચૌધરી ઉ.વ.૨૨ રહે. છોટેલાલની ચાલી,સોનીની ચાલી ચાર રસ્તા પાસે ઓઢવ અમદાવાદ શહેર મુળગામ: નયા તોલ કલ્યાણી, મહારાજપુર બાજાર, તા.તલઝાડી, જી.સાહેબગંજ, થાના: તલઝાડી, ઝારખંડ(૨) મોહમદ અરબાઝ મોહમદ મુન્ના ખાન ઉ.વ.૧૯ રહે: છોટેલાલની ચાલી, સોનીની ચાલી ચાર રસ્તા પાસે ઓઢવ અમદાવાદ શહેર મુળગામ:- મિલ્લીક પોખરખન્ના ગામ, તા.મનિહારી જી.કટીહાર, બિહાર (૩) જોની મકરૂદ્દીન શેખ ઉ.વ.૨૦ રહે: છોટેલાલની ચાલી,સોનીની ચાલી ચાર રસ્તા પાસે ઓઢવ અમદાવાદ શહેર મુળગામ: ગામ મોતીઝરના, પોસ્ટ,મહારાજપુર તા.તલઝાડી,જી.સાહેબગંજ, થાના: તલઝાડી, ઝારખંડ (૪) રાજેશ રૂપનારાયણ ચૌઘરી ઉ.વ.૩૦ રહે: છોટેલાલની ચાલી,સોનીની ચાલી ચાર રસ્તા પાસે ઓઢવઅમદાવાદ શહેર મુળગામ:- નયા તોલ કલ્યાણી, મહારાજપુર બાજાર, તા.તલઝાડી, જી.સાહેબગંજ, થાના: તલઝાડી, ઝારખંડ (૫) સન્નીકુમાર બજરંગી મહતો ઉ.વ.૧૯ રહે: છોટેલાલની ચાલી,સોનીની ચાલી ચાર રસ્તા પાસે ઓઢવઅમદાવાદ શહેર મુળગામ:- નયા તોલ કલ્યાણી, મહારાજપુર બાજાર, તા.તલઝાડી, જી.સાહેબગંજ, થાના: તલઝાડી, ઝારખંડ ને ઓઢવ સોનીની ચાલી ચાર રસ્તા પાસે છોટાલાલની ચાલી પાસે આવેલ અંબાજી માતાના મંદિર પાસેથી ઝડપી લીધેલ છે.આરોપીઓ પાસેથી ૬ મોબાઇલ ફોન કિ.રૂ.૫૩૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ મળી આવતા તે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.આરોપીઓએ નીચે મુજબના ગુનાની કબૂલાત કરેલ છે. (૧) આજથી આશરે દોઢેક મહિના પહેલાં નરોડા પાટીયા પાસે આવેલ એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે પેસેન્જરોની ભીડમાં એક પેસેન્જરની નજર ચૂકવી તે પેસેન્જરના ખિસ્સામાંથી એક ઓપો કંપનીનો મોબાઈલ ફોન ચોરી કરી લીધેલ.(૨) આજથી આશરે અઢી મહિના પહેલાં વડોદરા શહેર સેન્ટ્રલ એસ.ટી.ડેપો ડભોઈ પ્લેટ ફોર્મ પર ઉભેલએક પેસેન્જરની નજર ચૂકવી તેના ખિસ્સામાંથી વનપ્લસ કંપનીનો ૧૧ આર મોબાઈલ ફોન ચોરી કરી લીધેલ.(૩) આજથી આશરે અઠવાડીયા પહેલાં કાલુપુર રેલ્વે સ્ટેશનની સામે બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ ખાતેએક ભાઇના ખિસ્સામાંથી વીવો ૧૯૦૭ મોબાઈલ ફોન ચોરી કરી લીધેલ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

એક દેશી બનાવટનો તમંચો તથા બે જીવતા કારતૂસ સાથે એક વ્યકિત ઝડપી લેતીઅમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:1 Minute, 18 Second

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઈ જી.આર.ભરવાડની ટીમના હે.કો. રોહિતસિહ દ્વારા ગેર કાયદેસર હથિયાર રાખતાં આરોપી રાહુલ સુધિરકુમાર ત્રિપાઠી ઉ.વ.૨૮ રહે. એફ/૫, સુખી સંસાર એપાર્ટમેન્ટ વિરાટનગર ઓઢવ અમદાવાદ શહેર મુળવતન ગામ ઈકરી તા. બફેવર જીલ્લો ઈટાવા ઉતર પ્રદેશનાને વટવા બીલાલ મસ્જીદની સામે ખુલ્લા મેદાનમાં જાહેરમાંથી ઝડપી લીધેલ છે.આરોપી પાસેથી એક દેશી હાથ બનાવટનો પિસ્ટલ નંગ-૧ કિ.રૂ. ૧૫,૦૦૦/- તથા તમંચના નંગ-૨ કારતૂસ કિ.રૂ. ૨૦૦ મળી કુલ રૂ.૧૫,૨૦૦/- ના મુદ્દામાલ મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરેલ. આરોપીએ ત્રણ મહીના અગાઉ તેના વતન ગયેલ ત્યારે ઈંટાવા પાસે આવેલ ઔરૈયા ગામપાસેથી ખરીદ કરી લઈ આવેલ હોવાની કબૂલાત કરેલ હોય. તેની વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહીકરવામાં આવેલ છે.શાખા, અમદાવાદ સી.એચ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

મર્ડરના ગુનામાં સાબતમતી જેલમાં રહેલ કાચા કામના પેરોલ રજા પરથી ફરારી કેદીને પકડી જેલ હવાલે કરતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:2 Minute, 58 Second

ક્રાઈમબ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. સોલંકી ની ટીમના પો.સ.ઈ. વી.ડી.ખાંટ નાઓ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીમાં હતા તે

દરમ્યાયાન હૈ. કો. કિરણકુમાર ચંદુભાઈ તથા પો.કો. દર્શનસિંહ પ્રવિણસિંહ ને મળેલ હકીકત આધારે કુબેરનગર કસરત શાળા પાસે રોડ પરથી મેઘાણીનગર પોલીસ સ્ટેશન પાર્ટ ‘’એ’” ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૩૨૨૦૪૪૨/૨૦૨૨ ઈ.પી.કો કલમ ૩૦૨, ૩૯૪, ૨૯૪(ખ), ૧૧૪ મુજબના કામે કાચા કામના ફરાર કેદી નં.૧૫૫૭/૨૦૨૩ મયુરભાઈ રામચંદ્રભાઈ હોઠચંદાણી ઉ.વ.૨૯ રહે: એ/૮, તીર્થરાજ એપાર્ટમેન્ટ, બંગલા એરીયા,

કુબેરનગર, મેઘાણીનગર, અમદાવાદ ને પકડી લીધેલ છે.

કેદી ને નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ આધારે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી દિન-૧૪ ની પેરોલ રજા ઉપર તા.૨૬/૦૪/૨૦૨૩ ના રોજ મુકત કરવામાં આવેલ. કેદી ને પેરોલ રજા ઉપરથી તા.૧૧/૦૫/૨૦૨૩ ના રોજ પરત જેલ ખાતે હાજર થવાનુ હતુ. પરંતુ હાજર થયેલ નહિ અને ફરાર થઈ ગયેલ જેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરેલ છે.

આ કામનો કાચા કામનો કેદી, તેના મિત્રો જતીન, સુનીલ તથા સાહીલ સાથે ભેગા મળી પાર્ટી કરવા સારૂ લૂંટ કરવાના ઈરાદે ગઈ તા.૦૩/૦૮/૨૦૨૨ ના રોજ રાત્રિના સમયે મેઘાણીનગર તીર્થરાજ ફ્લેટની બહાર આવેલ હરિયાલી પાન પાર્લર ત્રણ રસ્તા પાસે રામકુમાર ઈન્દ્રદેવસિંહ ભુમીયાર (ઠાકુર) ઉ.વ. ૩૯ રહે: જય ખોડીયારનગર, નીલકંઠ પાર્ટી પ્લોટ પાસે મેઘાણીનગર અમદાવાદ સાથે ગાળી ગાળી કરી શરીરે મૂંઢ માર મારી પકડી રાખી મો.ફોન, પર્સ, લૂંટ કરી તેમજ રામકુમારે ગળામાં પહેરેલ સોનાની ચેઇન આરોપીઓ ખેંચવા જતા રામકુમાર હરજીવનદાસની ચાલી તરફ ભાગેલ આ વખતે આરોપીઓ પાછળ દોડી પીછો કરી તેની પાસે પહોંચી જતા રામકુમાર બાજુમાં આવેલ દિવાલ ચડી જતા આરોપીઓ પણ દિવાલ ચડી ગયેલ અને આ કામના કેદી તથા સુનીલે રામકુમારને જોરથી ધક્કો મારતા તીર્થરાજ સોસાયટીની પાર્કિંગ વાળી જગ્યાએ જમીન ઉપર પડતા શરીરે ગંભીર ઈજાઓ થતા રામકુમાર મરણ ગયેલ, જે બાબતે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધાયેલ હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

વિંઝોલ ખાતે સદગુરૂ એર નામની સાઇટ ઉપરથી કિમત રૂ.૩,૧૯,૦૦૦/- ની મત્તાના ચોરી કરેલ ઇલેક્ટ્રીક વાયરોના બંડલો સાથે બે આરોપીઓને પકડી પાડી ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતીઅમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:3 Minute, 12 Second

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ ને બાતમી મળેલ કે ઇલેક્ટ્રીક વાયરોના બંડલો ચોરી કરતાં આરોપી (૧) રોશન અનુપભાઇ વર્મા ઉ.વ.૧૯ રહે. મકાન નં.૪/૫, શિવમ ફ્લેટ, આનંદ ફ્લેટની સામે, લાલ બહાદુર સ્ટેડીયમ પાછળ, બાપુનગર, અમદાવાદ શહેર (૨) રવિન્દ્રસિંગ લક્ષ્મીસિંગ રાજપુત ઉ.વ.૨૬, રહે. મકાન નં.એ/૧૨, વિનાયક પાર્ક, આર.ટી.ઓ. રોડ, વસ્ત્રાલ, અમદાવાદ શહેર. મુળ રહે. ગામ:દેવલપુર, પોસ્ટ. ખુટાણા, થાના. ચૌબેપુર, તા.પીંડરા, જી. વારાણસી, ઉત્તરપ્રદેશનાઓને અમદાવાદ, વસ્ત્રાલ, ડો. શ્યામપ્રસાદ મુખર્જી ઓડીટોરીયમના કોટની સામે જાહેર રોડ ઉપરથી તા.૦૭/૦૭/૨૦૧૩ ના રોજ ઝડપી લીધેલ છે.આરોપીઓ પાસેથી (૧) અપાર શક્તિ કમ્પનીના ૧.૫ એમ.એમ. ના ઇલેક્ટ્રીક વાયરોના બંડલ નંગ-૧૩ કિમત રૂ.૩૯,૦૦૦/- (૨) અપાર શક્તિ કમ્પનીના ૬ એમ.એમ. ના ઇલેક્ટ્રીક વાયરોના બંડલ નંગ-૨૮ કિંમત રૂ.૨,૮૦,૦૦૦/- તથા (૩) ટી.વી.એસ. જ્યુપીટર નં.GJ-27-DZ-5288 કિંમત રૂ.૮૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૩,૯૯,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે. આરોપીઓને સીઆર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.ગઇ તા.૨૯/૦૬/૨૦૨૩ ના રાત્રીના બંને આરોપીઓએ ટીવીએસ જ્યુપીટર નંબર GJ-27-DZ-5288 લઇને હાથીજણ સર્કલ પાસે, વિંઝોલ, સદગુરુ એર નામની ફ્લેટની નવી સ્કીમ ઉપર રાત્રીના આશરે અઢી વાગ્યાના સમયે ગયેલા. જ્યાં રોશન અનુપભાઇ વર્માએ દુકાન નં.૪ ના શટરનુ તાળુ સળીયાથી તોડી દુકાનમાંથી નાના-મોટા ઇલેકટ્રીક વાયરના બંડલ નંગ-૪૭ ની ચોરી કરેલ હતી. જે તમામ વાયરો જ્યુપીટર ઉપર બે ફેરા કરીલઇ ગયેલ હતા. જે ચોરી કરેલ તમામ વાયરો છુપાવી મુકી રાખેલ હતા. આજરોજ બન્ને આરોપીઓએ ચોરી કરેલ ઇલેક્ટ્રીક વાયરનુ વેચાણ કરવા માટે જ્યુપીટર લઇને વસ્ત્રાલ, ડો. શ્યામપ્રસાદ મુખર્જી ઓડીટોરીયમના કોટની સામે રોડ પાસે ઉભા રહેલ હોવાનું જણાવેલ. ઉપરોક્ત વાયર ચોરી અંગે વટવા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન ગુનો નોંધાયેલ હોય, બંને આરોપીઓને આ ગુનાના કામે સોપવામાં આવેલ છે.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઉપરોક્ત બંને આરોપીઓ અગાઉ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

કુખ્યાત વોન્ટેડ આરોપી રાજુ ઉર્ફે રાજુ ગેંડી ની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેના ઘરેથી ઝડપી લીધેલ.

0 0
Read Time:1 Minute, 38 Second

ગુનાઓમાં વોન્ટેડ આરોપી રાજુ ઉર્ફે રાજુગેંડી ને પુછપરછ દરમ્યાન અગાઉ અજુ નામના માણસ સાથે ઝઘડો થયેલ હતો અને જે બાબતે ફરીયાદ લખાવેલ હતી તે કેસમાં સમાધાન કરવા અનુના ભાઇ લલીતને સરદારનગર વિસ્તારમાં જાહેરમાં માર મારી ધમકીઓ આપેલાનો ગુનો દાખલ થયેલ. તેમજ સ્ટેટ વીજીલીયન્સ સ્કોડ દ્વારા ગઇ તા. ૨૨/૦૬/૨૦૨૩ ના રોજ સરદારનગર ઔડા શોપીંગ કોમ્પલેક્ષમાં નિરજ સિંધીની દુકાનમાં ઇંગ્લીશ દારૂ અંગે રેઇડ કરેલ અને દારૂનો જથ્થો પકડાયેલ જે કેસમાં આરોપી વોન્ટેડ હતો, જે આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી એરપોર્ટ પો.સ્ટે. સોંપવા તજવીજ હાથ ધરી છે

હાલના આરોપી રાજુ ગેન્ડી છેલ્લા ૩૫ વર્ષથી દારૂનો ગેરકાયદેસર ધંધો કરે છે અને સરદારનગર વિસ્તારમાં પોતાની ધાક ઉભી કરેલ છે. અને આ ફરીયાદી લલીતભાઇ જેઓ વેપારી માણસ હોય તેને માર મારેલ અને તેનો વિડીયો સોશીયલ મીડીયામાં વાયરલ થયેલ હતો.

આરોપી અગાઉ દારૂ તેમજ મારામારીના ૧૦૦ થી વધારે ગુનાઓમાં અલગ-અલગ

પોલીસ સ્ટેશનનોમાં પકડાયેલ છે. • તેમજ આરોપી ૧૮ થી વધુ વખત પાસા હેઠળ અટકાયતી તરીકે અલગ-અલગ જેલમાં રહેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

આનદનગર પો.સ્ટે.માં નોંધાયેલ વાહન ચોરી ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

0 0
Read Time:1 Minute, 43 Second

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર શ્રી.બી.એસ.સુથારની ટીમના પો.સ.ઇ શ્રી એ.કે.પઠાણ તથા એ.એસ.આઈ. વિષ્ણુકુમાર તથા અ .પો.કો.ભાવીકસિંહ દ્વારા વાહન ચોરી કરતાં આરોપી હર્ષદ સ/ઓ મુકેશભાઇ જોષી, ઉ.વ.૨૧,

રહે.મ.ન.૧૪૧૮/૪૫, કુષ્ણ ધામ, ઓડાના મકાનમાં, વેજલપુર અમદાવાદ શહેરને નારણપુરા આશીર્વાદ પાર્ટી પ્લોટ પાસેથી ઝડપી લીધેલ છે. આરોપીને સી.આર.પી.સી કલમ ૪૧(૧)(ડી) મુજબ પકડી અટક કરી, આરોપી પાસેથી સ્પ્લેન્દર મોટર સાયકલ કિ.રૂ.૩૫,૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે

કરવામાં આવેલ છે. આરોપી આજથી આશરે બારેક દિવસ પહેલા તેના મિત્રો જગદીશ ધોબી તથા નિકુંજ મોર્દી એ તેને ફેરવાવા માટે આપેલ અને તે ફેરવતો હોવાનું જણાવેલ.

જે બાબતે ખાત્રી તપાસ કરતા. આંનદનગર પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ

ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૨૩૦૧૫૮/૨૦૨૩ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય,

જે આરોપીને આંનદનગર પોલીસ સ્ટેશન ખાતે સોપવા તજવીજ કરવામાં આવેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

સરદારનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઈગ્લીશ દારૂના ગુનાના નાસતાફરતા આરોપીને શોધી કાઢતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

0 0
Read Time:1 Minute, 42 Second

અમદાવાદ પ્રોહીબ્રીશનના ગુનામાં નાસતા ફરતાં આરોપી દિલીપ ઉર્ફે લાલો સ/ઓ અરવિદભાઈ મકવાણા, ઉ.વ.૨૯, ધંધો મજુરી, રહે. મ.ન. ૪, આબેડકરનગર, અમૃત ગેસ્ટ હાઉસ

પાછળ, નરોડા ફાટક પાસે, અમદાવાદ શહેરને નરોડા નાના ચિલોડા ચાર રસ્તા જાહેર રોડ

પરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીએ ગઈ તા.૦૮/૧૨/૨૨ ના રોજ રાત્રીના દોઢેક વાગ્યાના સુમારે તે તથા લાલો રહે. ગામ ધોલવાણી ભીલોડા બન્ને જણા લાલાની સેલેરીયા ગાડીમાં ભીલોડાથી ઈંગ્લીશ દારૂ ભરી બન્ને જણા ભીલોડાથી સરદારનગર સંતોષીનગર નાકે ઉભેલ હતાં. તે દરમ્યાન પોલીસ આવતા બન્ને જણા ઈગ્લીંશ દારૂ ભરેલ ગાડી ત્યાંજ મુકીને ભાગી ગયેલ હતા. જે ગુનામાં બન્ને જણા પકડાયેલ નથી. બન્ને જણા નાસતા ફરતા હોવાનું જણાવેલ છે.

આરોપી વિરુધ્ધ દાખલ થયેલ ગુના: સરદારનગર પોલીસ સ્ટેશન પાર્ટ-એ- ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૦૨૨૨૬૭૧/૨૦૨૨

પ્રોહી કલમ ૬૬(૨), ૧૫એઇ,૧૧૬(બી),૮૧,૮ મુજબ

આરોપીનો પૂર્વ ઈતિહાસ: આરોપી અગાઉ નરોડા તથા સરદારનગર પોલીસ સ્ટેશનમાં દશેક વખત ઈગ્લીશ દારૂના કેસમાં પકડાયેલ છે. તેમજ ત્રણ વખત અલગ અલગ જેલોમાં પાસા અટકાયત તરીકે રહેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %