Categories
Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિપરજોય‘ વાવાઝોડાના સંભવિત સંકટ સામે કરાયેલી રાહત-બચાવ કામગીરીની મોડી સાંજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી•

1 0
Read Time:5 Minute, 37 Second

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિપરજોય‘ વાવાઝોડાના સંભવિત સંકટ સામે કરાયેલી રાહત-બચાવ કામગીરીની મોડી સાંજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી• સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ એક લાખથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર• અસરગ્રસ્ત જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવનાઓ સામે સંબંધિત જિલ્લા તંત્રની પૂર્વ તૈયારીઓની કરી સમીક્ષા•

વાવાઝોડાની સ્થિતિ પૂરી થયા બાદ પ્રાથમિક નુકશાનીના અંદાજ માટે જિલ્લા તંત્રને તૈયાર રહેવા સૂચના મુખ્યમંત્રી શ્રી એ સંભવિત અતિ પ્રભાવિત કચ્છ અને દ્વારકાના જિલ્લા કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવ્યો****ગુજરાત પર તોળાઈ રહેલા ‘બિપરજોય’ વાવાઝોડાની સંભવિત તીવ્ર અસરો સામે સંભવિત અસરગ્રસ્ત ૮ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા.મુખ્ય સચિવ શ્રી રાજકુમારે જિલ્લા તંત્ર વાહકો સાથે યોજેલી બેઠકની વિગતો આપતા મુખ્યમંત્રીશ્રીને જણાવ્યુ કે વાવાઝોડાની અસર પૂર્ણ થાય કે તરત જ પ્રાથમિક નુકશાનીના અંદાજ માટે જિલ્લા કલેકટરોને સૂચના આપી છે. અસરગ્રસ્તોને કેશડોલ, ઘરવખરી, ઝૂપડાં સહાય, પશુ સહાય જેવી સહાય પૂરી પાડવાની તૈયારી કરવા પણ તંત્રને સૂચના આપી હતી. તેમણે કહ્યું કે સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.

ઘાયલ પશુઓને તત્કાલ યોગ્ય સારવાર મળી રહે તથા પશુ મૃતદેહોના યોગ્ય નિકાલની વ્યસ્થા કરવા પણ તંત્રને ખાસ સૂચના આપવામાં આવી છે.પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં સંભવિત વાવાઝોડાની અસરને પરિણામે પડી ગયેલા વૃક્ષોને ખસેડવાની કામગીરી અને વીજ થાંભલાઓના સમારકામની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તેની જાણકારી પણ મુખ્ય મંત્રી શ્રી ને આપવામાં આવી હતી. આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, દ્વારિકા, જામનગર, મોરબી અને જૂનાગઢમાં ઝાડ પડી જવા અને વરસાદને કારણે કેટલાક ગામોમાં વીજ પુરવઠાને અસર પડી છે તે પુર્વવત કરવા ઊર્જા વિભાગે પુરતી વ્યવસ્થા કરી દીધી છે.મુખ્યમંત્રીશ્રીએ આ વાવાઝોડાની અસરો જે બે જિલ્લામાં વર્તાવાની શરુ થઈ ગઈ છે તે દ્વારકા અને કચ્છના જિલ્લાના કલેક્ટરો સાથે મોબાઈલ ફોનથી વાત કરીને છેલ્લામાં છેલ્લી પરિસ્થતિની વિગતો મેળવી હતી. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ એક લાખથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે તેની વિગતો પણ આપી હતી. કેન્દ્રીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક સુશ્રી મોહંતીના જણાવ્યાનુસાર બિપરજોય વાવાઝોડું આજ રાત્રે કચ્છના જખૌ ખાતે ટકરાશે. આ વાવાઝોડા ને પગલે ૧૬ બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં આગામી એક બે દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ સંભાવનાને પગલે આ બે જિલ્લાના વહીવટી તંત્રને જરૂરી વ્યવસ્થાઓ સાથે સતર્ક રહીને દર કલાકે સ્ટેટ કંટ્રોલ રૂમને વિગતો પુરી પાડવા સૂચનાઓ આપવામાં આવી છે એટલું જ નહિ

પાટણ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારના એક હજાર જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમ મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં મુખ્ય મંત્રીશ્રી ના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન રાજ્યના અધિક મુખ્ય સચિવશ્રીઓ સહિત વરિષ્ઠ અગ્ર સચિવો, સચિવો અને અધિકારીઓએ પોતાના વિભાગ દ્વારા અત્યાર સુધી હાથ ધરાયેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને આપી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

ભારત ની સોથી stem કવીઝ : ગુજરાત stem કવીઝ 2.0 નવી પેઢીની નવી સફર” ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલ Prueba STEM 2.0 ની ફાઇનલમાં અમદાવાદ ખા તે ઉપસ્થિત રહેશે

0 0
Read Time:2 Minute, 51 Second

ભારત ની સોથી stem કવીઝ : ગુજરાત stem કવીઝ 2.0 નવી પેઢીની નવી સફર” ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલ STEM quize 2.0 ની ફાઇનલમાં અમદાવાદ ખા તે ઉપસ્થિત રહેશે

દેશ ભર મા નોંધાયેલ 5.45 લાખ વિધાર્થી ઓ પૈકી 1000 વિદ્યાર્થીઓ સાયન્સ સીટી ખાતે આ ક્વીઝની નલ ક્વીઝ લાઇવ રમશે

વિજેતા વિદ્યાર્થીઓને મંત્રીશ્રી ના વરદ હસ્તે ઇનામ એનાયત કરાશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદ ર્શન હેઠળ વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના હેઠળ કામ કરતી સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્ સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા આયોજીત ભારત ની સૌથી મોટીગુજરાત સ્ટેમ ક્વિઝ 2.0:ની આવતીકાલે તા . 30મી મે 2023 માં રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે. મંત્રી શ્રી ઋષિકેશ પટેલ આ ક્વીઝની ફાઇનલ પ્રત્ યક્ષ રીતે નિહાળીને વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ પણ એનાયત કરશે.

અત્રે નોંધનીય છે કે, ઓક્ટોમ્બર 2022 2.0: નવી પેઢીની નવી સફરની રજીસ્ટ્રેશન પ્રક્રિયામા અત્યારસુધીમાં 5,45,764 લાખ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. જેમાં તાલુકા સ્તરે, જિલ્લા સ્તરે રાજ્ય સ્તરની રમતના આયોજન બાદ આવતીકાલે રાષ્ટ્રીય સ્તરની ફા ઇનલ ક્વીઝ અમદાવાદ ખાતે રમાશે.

1000 વિદ્યાર્થી ઓમાથી 850 જેટલાં ગુજરાત ના અને 150 જેટલા વિદ્યાર્થીઓ અન્ય રાજ્ ય અને કેન્દ્રશાસિત પ્રદેશના છે.

વિજેતા વિધાર્થી ઓને મળનાર રકમના ઇનામોમાં લેપટોપ, ટેબ્લેટ, ડ્રોન કીટ, માઇ ક્રોસ્કોપ જેવા ઉપયોગી ઉપકરણોનો સમાવેશ થાય છે.

વધુમાં વિદ્યાર્થીઓને બૂટ કેમ્પ તથા દેશની અગ્ રણી વૈજ્ઞાનિક સંસ્થાઓ જેવી કે ઈન્ડીયન સર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO) ભાભા એટોમિક (BARC) શન (DRDO) ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત કરાવવામાં આવશે જે વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને નવી દિશા આપશે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %