મુંબઈ સેશન્સ કોર્ટે ટ્રાફિક પોલીસને ફટકાર લગાવતાં કહ્યું, છે કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતાં વ્હીલરની ચાવી છીનવી લેવાનો ટ્રાફિક પોલીસને કોઈ અધિકાર નથી. કોર્ટે આદેશમાં સ્પષ્ટતા કરી છે, કે દ્વિચક્રી વાહન ચાલકને ડ્રાઈવિંગ લાઈસન્સ આપ્યા બાદ દંડ વસૂલવા માટે ટ્રાફિક પોલીસ સ્ટેશન આવવાની ફરજ પાડી શકાય નહીં,સરકારી ફરજમાં અડચળ અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપસર ટ્રાફિક પોલીસે એક યુવકની ધરપકડ કરી હતી. કોર્ટે મજબૂત પુરાવાના અભાવે સંબંધિત યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો. આ વખતે કોર્ટે ટ્રાફિક પોલીસ દ્વારા દંડ વસૂલવાની પદ્ધતિ પર નિશાન સાધ્યું હતું. કોર્ટે દંડ વસૂલાતમાં થતી ભૂલો સામે આંગળી ચીપીને ટ્રાફિક પોલીસને ઠપકો આપ્યો છે.
ટ્રાફિક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. 25 મે, 2017ના રોજ તેની ધરપકડ ટુ-કરવામાં આવી હતી. આ ઘટનાનો કેસ છેલ્લાં છ વર્ષથી સેશન્સ કોર્ટમાં ચાલતો હતો. આરોપી સાગરે કોન્સ્ટેબલને ડ્રાઈવિંગ લાઈસન્સ જમા કરાવ્યું હતું. ત્યાર બાદ તેને મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. આ વખતે યુવકે કોન્સ્ટેબલ પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. સેશન્સ જજ નિખિલ મહેતાએ અવલોકન કર્યું હતું. કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંધન કરનાર ટુ-વ્હીલર ચાલકને પોલીસમાં તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ જમા કરાવ્યા પછી તેને પોલીસ સ્ટેશન લઈ જવું ગેરકાયદેસર છે. સેશન્સ કોર્ટે આરોપી સાગર પાઠકને મજબૂત પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યો હતો. આ મામલામાં ટ્રાફિક પોલીસ દ્વારા લેવાયેલી કાર્યવાહીને જોતાં એવું કહી શકાય નહીં કે ટ્રાફિક પોલીસ તેમની સરકારી ફરજ બજાવતી વખતે હુમલો કરવામાં આવ્યો હતો.
દિવ્યભાસ્કર 20/06/2023
Average Rating