Categories
Amadavad Crime

અમદાવાદ માં નકલી સી.બી.આઇ અધિકારીને અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો

Views: 125
0 0

Read Time:4 Minute, 17 Second

સી.બી.આઇ અધિકારી તરીકેની ઓળખ આપી અલગ અલગ રાજ્યોમાં ૩૦ વધુ છેતરપીંડી ના ગુના આચરનાર ડુપ્લીકેટ સી.બી.આઇ અધિકારીને ઝડપી પાડી ગુનો દાખલ કરતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

આગામી રથયાત્રા અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તે માટે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ.શ્રી જી.આર.ભરવાડ તથા ટીમને બાતમી હકીકત મળેલ કે “ સુલ્તાનખાન રહે.સેંધવા મધ્યપ્રદેશનો સી.બી.આઇ અધિકારી ન હોવા છતાં સી.બી.આઇ અધિકારી તરીકેની ઓળખ આપી લોકો સાથે છેતરપીંડી કરે છે, જે ઇકો સ્પોર્ટ ગાડી નંબર જીજે-૦૬-પીડી-૬૧૩૭ ની લઇ રખિયાલ ચાર રસ્તા તરફથી આવી ટોપી મીલ ઢાળ તરફ આવનાર છે.” જે બાતમી આધારે સુલતાનખાન અહેમદખાન ખાન ઉવ.૪૪ રહે.૪૧ રાની કોલોની વોર્ડ નંબર-૧, દેવઝીરી કોલોની સેંધવા તા.સેંધવા જી.બડવાની મધ્યપ્રદેશને

પકડી તેની ઝડતી તપાસ કરતા તેની પાસેથી ઓળખપત્ર, આધારકાર્ડ તથા પોલીસ યુનિફોર્મ,

પી કેપ, બુટ, મોજા, બેલ્ટ, મોબાઇલ ફોન- ૨ મળી આવેલ. આરોપી સુલતાનખાન અહેમદખાન ખાનને સી.બી.આઇ અધિકારીના ઓળખપત્ર તથા પોલીસ યુનિફોર્મ બાબતે પૂછતા સી.બી.આઇ અધિકારીનું ઓળખપત્ર તેને બનાવટી બનાવેલ હોવાનું અને તેમાં તેનું નામ રાજેશ મિશ્રા લખેલ હોવાનું તેમજ સી.બી.આઇ અધિકારી તરીકેનો યુનિફોર્મમાં તેનો ફોટો લગાડેલ હોવાનું જણાવેલ. આ ઓળખપત્ર તથા યુનિફોર્મ આધારે લોકોને તે સી.બી.આઇ. અધિકારી તરીકેની ઓળખ આપી તેમની સાથે છેતરપીંડીઓ કરતો હોવાની હકીકત જણાવેલ.

જે બાબતે ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૧૦૧ ૧૨૩૦૧૧૪/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૧૭૦ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જી.આર.ભરવાડ ચલાવી રહેલ છે.

સી.બી.આઇ. અધિકારી બની તે તથા તેની ગેંગના માણસો પોલીસ સ્ટેશન રેલવે સ્ટેશનની નજીક ઉભા રહેતા. તે કારમાં બેસી રહેતો અને તેની ગેંગના માણસો શ્રીમંત દેખાતા અને મોટી ઉંમરના લોકોને તેની પાસે બોલાવતા અને જણાવતા કે ગાડીમાં ડી.એસ.પી સાહેબ બેઠા છે જે બોલાવે છે. તેમ કહી તેના સાગરીતો ભોગ બનનારને લઇ જતા અને તેના સાગરીતોને બેગ ચેક કરવાનું જણાવતો અને આ દરમ્યાન તેના સાગરીતો બેગમાં રાખેલ કિમંતી દર દાગીના તથા રોકડ રકમ નજર ચુકવી કાઢી લેતાં હતા.તદ્દપરાંત તે તથા ગેંગના માણસો રસ્તે જતી મહિલાઓ જેને સોનાના દાગીના પહેરેલ હોય તેમને રોકી આગળ ચોરી કરતી ગેંગ આવેલ છે જેથી દાગીના ઉતારી બેગમાં મુકવાનુ જણાવતા. આ દરમ્યાન તેમની જ ગેંગનો સાગરીત તેના દાગીના ઉતારી આપતો જેથી બીજા લોકો પણ વિશ્વાસમાં આવી તેઓએ પહેરેલ દાગીના કાઢી આપતાં. જેથી ગેંગના સભ્યો લોકોની નજર ચુકવી તે દાગીના મેળવી લઈ ત્યારબાદ કાગળના પડીકામાં લપેટી દાગીનાની જગ્યાએ બીજી કોઇ ચીજ વસ્તુ ભરી પાછા આપતા હતાં.

ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *