રિક્ષામાં મુસાફરોના દાગીના ચોરતી ગેંગનો આંતકરિક્ષામાં સવાર મુસાફરોના દાગીના ચોરાયાની ફરિયાદ
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઓટોરિક્ષામાં બેઠેલા વૃદ્ધા પેસેન્જરની નજર ચૂકવીને ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. શહેરના નારણપુરા, વાસણા, વેજલપુર અને વાડજ વિસ્તારમાંથી પરીક્ષામાં બેઠેલા પેસેન્જરની નજર ચૂકવીને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદો એક મહિના બાદ નોંધાઈ છે. મહિલાઓને પુરુષો આજુબાજુમાં બેસીને વૃદ્ધાની નજર ચૂકવી સોના ચાંદીના દાગીના સહિતની ચીજ વસ્તુઓની ચોરી કરે છે.મળતી માહિતી પ્રમાણે શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાસણા માધવ એપાર્ટમેન્ટમાં રહેતા હંસાબેન ઉપાધ્યાય (ઉ. વ.73) પાંચ નવેમ્બરના રોજ ચાલતા ચાલતા ઓમકારેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યાંથી પરત ફરતા એક ઓટો રીક્ષા ચાલક આવ્યો હતો. પાછળના ભાગે મહિલા અને પુરુષ બેઠા હતા અને તેમને રીક્ષામાં બેસાડ્યા ત્યારે વૃદ્ધાની નજર ચૂકવીને સોનાની બંગડીઓ હાથમાંથી કાઢી લીધી હતી. ઘાટલોડીયા વિસ્તારમાં નિર્માણ બંગલોઝમાં રહેતા કિરણબેન લીંબાચીયા (ઉ. વ.62) અંકુર ચાર રસ્તા પાસે હેલ્થ બ્રિજ ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે કસરત કરાવવા માટે જાય છે 27 નવેમ્બરના રોજ તેઓ કસરત કરવા માટે રિક્ષામાં બેઠા હતા.બે મહિલાઓ અને એક પુરુષ પણ રિક્ષામાં બેઠા હતા તે દરમિયાનમાં તેઓની નજર ચૂકવીને હમણાં હાથમાં પહેરેલી સોનાની બંગડી કાઢી લીધી હતી ઘરે આવીને જોતા તેમના હાથમાં સોનાની બંગડી નહોતી જેથી આ મામલે તેઓ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.