અમદાવાદ
અમદાવાદમાં કાલે મોડી રાત્રે પોલીસ દ્વારા મોડી સફળતા હાથ ધરવામાં આવી છે. થોડા દિવસ પહેલા ખ્યાતિ હોસ્પિટલનું કૌભાડ બહાર આવ્યુ છે. ખોટી રીતે આયુષ્માન કાર્ડ કાઢી આપ્યા છે. તે આ કૌભાડમાં હવે જે આરોગ્ય વિભાગમાં જ કામ કરતો મિલાપ પટેલની જે કર્મચારી છે તે પોલીસ દ્વારા કાલે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવે છે. અને તેની પુછપરછ કરવા માટે અને તેની વાત પરથી પોલીસને એક મોટો માહિતી બહાર આવી છે. જે થોડા દિવસ પહેલા પકડાયેલા આરોપીમાં તે પણ સામેલ હતો.
અમદાવાદમાં ખોટી રીતે આયુષ્માન કાર્ડ કાઢવામાં આવી રહ્યા હતા. અને હોસ્પિટલો દ્વારા સરકાર પાસેથી પૈસા પડાવાનું કૌભાડ બહાર આવ્યુ હતુ. ખાસ કરીને ખ્યાતિ કૌભાડ બહાર આવ્યા બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે. થોડા દિવસ પહેલા ખોટી રીતે આયુષ્માન કાર્ડ કાઢી આપતા એક ગેંગ પકડાઈ હતી. તેવામાં પોલીસે કાલે રાત્રે મિલાપ પટેલની ધરપકડ કરવામાં આવી છે. અને પુછપરછમાં મોટો ઘટસ્ફોટ થયો છે.
મિલાપ પટેલ 2017થી કોન્ટ્રાક્ટ પરથી કામ કરતો હતો. અને તેનું કામ હતુ કે આયુષ્માન કાર્ડની અરજી આવી હોય તેની ચકાસણી કરીને તેને એપ્રુવ કરવાનું હતુ. પરતુ ગેરરીતે મિલાપ પટેલે લાખો જેટલા આયુષ્માન કાર્ડ ગેરકાયદેસર રીતે એપ્રિવ કરી લીધા હતા. અને તે કાર્ડના એક ફિક્સ રકમ પણ મળતી હતી. તેવામાં તેને લાખો રૂપિયા કમાઈ લીધા હતા. જેથી સરકારને કરોડોનુ નુકશાન થયુ છે.
પોલીસે જ્યારથી નકલી કૌભાડ બહાર આવ્યુ ત્યારે પોલીસના શંકામાં અંદરના માણસ હોવ તેવુ અનુમાન હતુ. ત્યારથી જ પોલીસે ગુપ્ત રીતે નજર રાખવામાં આવી રહી હતી. અને કાલે મોડી રાત્રે પોલીસની મોટી સફળતા મળી હતી. અને તેમને ગાંધીનગર ખાતે કામ કરતા મિલાપ પટેલની પોલીસના હાથમાં છે. અને પોલીસની પુછપરછમાં મોટી વાત બહાર આવી છે.
અહેવાલ રાહુલ દેસાઈ