👆👆ચાણક્યપુરીમાં 15 જેટલા અજાણ્યા શખ્સોએ ફલેટના અંદર ઘુસીને તોડફોડ કરી હતી
સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે
અમદાવાદઅમદાવાદમાં કાલે મોડી રાત્રે દારૂ પીને ફલેટની બહાર આવતા અજાણ્યા શખ્સોને ફલેટના ચેરમને ઠપકો આપતા તે શખ્શોએ લોકોનું ટોળુ ફલેટના અંદર ઘુસીને ફલેટના અંદર આતંક મચાવ્યો હતો. અને ત્યાના લોકોને તલવાર વડે હુમલો પણ કર્યો હતો. મોડી રાત્રે તોડફોળ કરતા અસામાજિક તત્વોને લઈને ત્યાનાં સ્થાનિક લોકોને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.અમદાવાદમાં આવેલા ચાણક્યપુરીના શિવમ આર્કેટમાં કાલે મોટી રાત્રે ફલેટની બહાર કેટલાક શખ્સો દારૂ પીધેલી હાલતમાં બહાર આવ્યા હતા. તેથી ફલેટના ચેરમેને તેમને દારૂના પીવાનો અને અંદર ના આવાનો ઠપકો આપ્યો હતો. તેથી તે શખ્શો ચેરમેન ઉપર ગુસ્સે થઈ ગયા હતા. અને થોડા ટાઈમ પછી કેટલાક અસામાજિક તત્વો ફલેટના અંદર આવી ગયા હતા. અને બેફામ આંતક મચાવ્યો હતો. અને ફલેટના અંદર તોડફોટ કરી હતી. પથ્થથરોનો માર્યા હતા. અને ત્યાના સ્થાનિક લોકો ઉપર તલવારનો હુમલો કર્યો હતો. તેમાં એક શખ્સ ધાયલ થઈ ગયો હતો.અમદાવાદમાં બેફામ લુખ્ખા તત્વો ફરી રહ્યા છે. તેમને કાયદાનું ભાન હોતુું નથી કે પોલીસનો ડર પણ નથી હોતો. તેવી જરીતે કાલે મોટી રાત્રે શિવમ ફલેટમાં દારૂના પીવાનો ચેરમેન દ્વારા ઠપકો આપતાની સાથે જ કેટલાક લોકો ફલેટના અંદર ઘુસી ગયા હતા. અને ફલેટમાં તોડફોટ કરી હતી. તેવામાં પોલીસને જાણ કરતા તરત જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસ આવે તે પહેલા અજાણ્યા શખ્સો ત્યાંથી વિદાય લઈ લીધી હતી. અને 20 જેટલા શખ્શો સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી. ફલેટના ચેરમેન દ્વારા કહેવામાં આવે છે. કે આ ફલેટમાં ખાસ ટાઈમથી બંધ હતો. અને આ ફલેટનું મેઇન્ટેનન્સ નો ખર્ચો પણ આપ્યો ન હતો. જ્યારે કાલે મોડી રાત્રે ચેરમેને અજાણ્યા શખ્સોને ફલેટની નીચે ઉતરા જોયા તો પુછપરછ કરતા તેમને કહ્યુ કે અમે બી 205માંથી આવેલા છે. અને થોડી વારમાં બીજા બે વ્યક્તિન ફલેટના અંદર જઈ રહ્યા હતા. તેમની વધુ પુછપરછ કરતા તે વ્યક્તિનો પોતાનું એક્ટિવા સોસાયટીમાં બહાર મુકીને ભાગી ગયા હતા. અને કહ્યુ હતુ. કે અમે હમણા માણસોને લઈને આવ્યા છે. થોડીવારમાં અજાણ્યા શખ્સો 15 જેટલા લોકોને લઈને ફલેટના અંદર ઘુસીયા હતા. તલવારનો લઈને તોડફોટ કરી હતી. અને ગંદી ગાળો બોલતા હતા. અને પથ્થરો ફેકીને ફલેટેને નુકશાન પહોંચાડવાનું કામ કરતા હતા. અને ફલેટના એક વ્યક્તિને તેમાં ઘાયલ થયો હતો. અને તાત્કાલિક ત્યાના સ્થાનિક લોકોે પોલીસ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો. અને પોલીસ આવે તે પહેલા અજાણ્યા શખ્શો ત્યાથી ફરાર થઈ ગયા હતા.
અમદાવાદ: ચાણક્યપુરી વિસ્તારમાં દારૂના નશામાં ધૂત ખુલ્લી તલવારે આતંક મચાવનાર લુખ્ખા તત્વોની ધરપકડ #Ahmedabad #Chanakyapuri #AlcoholInfluence #SwordAttack #Arrested #PoliceAction #CrimeInAhmedabad #PublicSafety #LawAndOrder #GujaratNews #gooddaygujarat #GDGcard
Average Rating