અમદાવાદમાં સ્કુલની બહાર પોલીસ દ્વારા સરપ્રાઈસ ડ્રાઈવ કરવામાં આવી
– રાજસ્થા સ્કુલની બહાર જ 50 હજાર કરતા વધારે દંડ વસૂલ કર્યોઅમદાવાદઅમદાવાદ ગ્રામ્ય DEO તથા શહેર DEO દ્વારા સ્કૂલોની બહાર સરપ્રાઇઝ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય DEO દ્વારા બિનઅધિકૃત રીતે સ્કૂલે વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ માટે ડ્રાઈવ યોજવામાં આવી હતી. જ્યારે શહેર DEO દ્વારા ફાયર સેફ્ટી, માર્ગ સલામતી તથા સાયબર અવરનેસ અંગે સ્કૂલે કરેલી કામગીરી બાબતે તપાસ કરવા માટેની ડ્રાઈવ યોજવામાં આવી હતી. સવારથી શરૂ થયેલી ડ્રાઈવમાં શાહીબાગ રાજસ્થાન સ્કૂલ બહારથી RTO અને પોલીસ દ્વારા વાહનચાલકો પાસેથી નિયમ ભંગ બદલ 50 હજાર કરતાં વધુનો દંડ કરવામાં આવ્યો હતો.અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા થોડા દિવસ અગાઉ જ ગ્રામ્યની સ્કૂલોમાં બિનઅધિકૃત વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ તથા વાલીઓ સામે કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી. જે બાદ આજથી સ્કૂલ બહાર ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન ગ્રામ્ય DEO કૃપા ઝા, ટ્રાફિક વિભાગ તથા RTO વિભાગ હાજર રહ્યું હતું. ઈસરો સામે આવેલી નારાયણગુરુ વિદ્યાલય બહાર ડ્રાઈવ યોજવામાં આવી હતી. જે દરમિયાન કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ લાઇસન્સ કે હેલ્મેટ વિના ઝડપાયા હતા. જેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
Average Rating