0
0
Read Time:47 Second
પતંજલિની ગેરમાર્ગે દોરતી જાહેરાતોના કેસમાં રામદેવે સુપ્રીમ કોર્ટ સમક્ષ ‘બિનશરતી માફી’ માંગી યોગ ગુરુ રામદેવ અને પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણએ કંપનીની ભ્રામક જાહેરાતોના કેસમાં સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી છે. માફીપત્રમાં જણાવ્યું કે, “મને આ ક્ષતિનો નિષ્ઠાપૂર્વક ખેદ છે અને હું ખાતરી આપવા માંગુ છું, [આવું] બીજી વખત થશે નહીં.” કોર્ટે ગયા અઠવાડિયે રામદેવ અને બાલકૃષ્ણને “છેલ્લી તક” આપી હતી, તેમની અગાઉની માફી માત્ર “લિપ સર્વિસ” ગણાવી હતી.