બિહારમાં સુપોલ નદી ઉપર પુલનો સ્લેબ પડતા 40 કરતા વધારે મંજૂરો દટાયા
બિહાર
બિહારમાં આજે સવારે સુપોલમાં નદી ઉપર નવો પુલ બની રહ્યો હતો ત્યા અચાનક પુલનો સ્લેબ તૂટી પડ્યો ત્યા કામ કરી રહેલા મંજૂરો 40થી વધારે લોકો દટાયા હોવાનું અનુમાન છે. અને 1 વ્યક્તિનું મોત થયું.
હજુ તો નવો પૂલ બની રહ્યો હતો તેવામાં આજે સવારે બિહારમાં સુપોલ નદી ઉપર આવેલો પુલનો સ્લેબ ધારાશાય થઈ ગયો હતો. અને એ પુલ પડતાની સાથે આજુ બાજુના લોકો દોડધામ મચી ગઈ હતી. પુલ પડતાની સાથે 40 કરતા વધારે લોકો દટાયા હતા. અને 1 વ્યક્તિનો મોત થયુ હતુ. તેવુ કહેવામાં આવે છે. કે આ પુલ સૌથી મોટુ પુલ હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. આ પુલની કિંમત 1200 કરોડ રૂપિયા તૈયાર કરવામાં આવશે.
આજે સમગ્ર બિહારી લોકો બિહાર દિવસ તરીકે ઉજવતા હતા ત્યારે બિહારમાં સુપોલ નદી ઉપર નવનિર્મિત પુલ બનાવાવમાં આવી રહ્યો હતો. તે અચાનક પુલનો સ્લેબ ધારાશાઈ થઈ ગયો હતો. અને 40 કરતા પણ વધુ લોકો દટાયા હોવાનું અનુમાન લગાવામાં આવે છે. જ્યારે આ પુલનો સ્લેબ ધારાશાઈ થયો ત્યારે ત્યાની આજુ બાજુના લોકો તેમની બહાર કાઢવા આવી ગયા હતા. અને જે મળે તેમ લોકો બાઈક પર ગાડી પર લોકોને હોસ્પિટલ લઈ ગયા હતા.
સુપોલ પુલની પિલર નંબર 151, 152 અને 153 પુલ ધારાશાઈ થઈ ગયો હતો. ત્યારે તેની નીચે કામ કરી રહેલા લોકો દબાઈ ગયા હતા. સરકાર કહે છે કે 9 લોકોને ઈજા પહોંચી છે. પણ ત્યાના સ્થાનિક લોકો કહે છે કે 40 કરતા પણ વધારે લોકો ઈજા પહોંચી છે. અને એક વ્યક્તિ મોત થયુ છે. જ્યારે આ ઘટના બની ત્યારે તરત જ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને ત્યા દબાયેલા મંજૂરોને બહાર કાઢવાની લાગી ગયા હતા.
અહેવાલ રાહુલ દેસાઈ
Average Rating