Read Time:55 Second
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢવાને લઈ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના કેસમાં 20થી 25 લોકો સામે ગુનો દાખલ થયો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાને લઈ પોલીસ કમિશનર જી.એસ. મલિકે કહ્યું, “20થી 25 લોકોનું ટોળું યુનિવર્સિટીની હોસ્ટેલના A બ્લોકમાં પહોંચી નમાઝ પઢતા વિદ્યાર્થીઓને તમારે અહીંયા નમાઝ પઢવી જોઈએ નહીં તેમ કહીં ઝપાઝપી કરી છે.” તેમણે ઉમેર્યું, મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટી પોલીસે 20થી 25 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હુમલો કરનાર એક વ્યક્તિની ઓળખ થઈ છે.
![Avatar](https://gooddaygujaratnews.com/wp-content/uploads/2023/12/1702456868095-scaled.jpg)