0
0
Read Time:59 Second
ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો, 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગુજરાતમાં ધોરણ 10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો સોમવારથી પ્રારંભ થયો. અહેવાલ અનુસાર, રાજ્યના 1,634 કેન્દ્ર પર ધોરણ 10, 12ના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. આ વર્ષે ધોરણ 10માં 9,17,687 વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,11,549 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં 20,438 વિદ્યાર્થીઓ રિપીટર છે.
Average Rating