0
0
Read Time:48 Second
સુરતમાં શખ્સે પોતાની 50 વર્ષીય લિવ ઈન પાર્ટનરને જીવતી સળગાવીને હત્યા કરી, આરોપીની ધરપકડ
સુરતના કતારગામ વિસ્તારમાં શંભુ નામના શખ્સે તેની સાથે લિવ ઈનમાં રહેતી 50 વર્ષીય પરિણીતાને રાત્રીના સમયે પેટ્રોલ છાંટી સળગાવી દેતા તેનું મોત થયું છે. એસીપી એલ.બી. ઝાલાએ કહ્યું, “2 દિવસ પહેલા પરિણીતાના કોઈ અન્ય સાથે આડા સંબંધ હોવાની આશંકામાં ઝઘડો થતા ઉશ્કેરાઈને આરોપીએ આ પગલું ભરી લીધું હોવાની શંકા છે.” પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.