રાણીપમાં એક મકાનમાંથી જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા, 287 બોટલ દારૂ મળી આવ્યો
અમદાવાદ : રાજ્યમાં દારૂ-જુગાર પર પ્રતિબંધ હોવા છતાં રોજ મોટી સંખ્યામાં દારૂ પકડાય છે. ત્યારે રાણીપના એક મકાનમાં બુટલેગર જુગારધામ પણ ચલાવતો હતો અને મકાનમાં જ દારૂ વેચતો હતો. જે અંગેની પોલીસને જાણ થતાં રેડ કરી હતી. ત્યારે મકાનમાંથી જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા અને દારૂ તથા બિયર મળી કુલ 287 બોટલ મળી આવી છે. આ અંગે મકાન માલિક ભગાજી ઠાકોર સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના ઝોન-2 ડીસીપીના LCB સ્કોડે બાતમીના આધારે રાણીપ પાણીની ટાંકી પાછળ આવેલા ભાવના ટેનામેન્ટના મકાનમાં રેડ કરી હતી. જે મકાન ભગાજી ઠાકોર નામના વ્યક્તિનું હતું. મકાનમાં રેડ કરતા જ અંદર છ લોકો જુગાર રમતા હતા અને આ જુગાર ભગાજી ઠાકોર જ રમાડી રહ્યો હતો. આ ઉપરાંત મકાનમાં તપાસ કરતા અલગ અલગ જગ્યાએથી દારૂની 192 બોટલ અને બિયરની 95 બોટલ મળી આવી હતી. કુલ 283 દારૂની બોટલ પણ મળી આવી હતી.પોલીસે દારૂ સહિત 4.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી પોતાના ઘરમાં જ જુગારધામ ચલાવતો હતો અને પોતાના ઘરેથી જ દારૂનું વેચાણ પણ કરતો હતો. આરોપીને રાણીપ પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જુગાર રમતા ઝડપાયેલ લોકો….
(1) ભગાજી ખોડાજી ઠાકોર……………….ભાવના ટેનામેન્ટ, રાણીપ
(2) કિર્તીભાઈ કાંતિલાલ પંચાલ………….સેક્ટર-૦1, નિર્ણયનગર
(3) રાજુભાઈ જિનેશ્વર પ્રસાદ શર્મા……….શ્રીપાલનગર, ચાંદખેડા
(4) ખોડાભાઈ જયંતીભાઈ પટેલ…………અમીપાર્ક સોસાયટી રાણીપ
(5) કુકારામ ઓગણજી પવાર……………આકાશગંગા સોસાયટી ચાંદખેડા
(6) કમલેશભાઈ જગદીશભાઈ પટેલ…….અંબિકા કૃપા સોસાયટી રાણીપ