Read Time:53 Second
રાજકોટમાં વિદ્યુત સહાયકની ભરતીની માંગ સાથે ધરણાં પર બેઠલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી
રાજકોટમાં વિદ્યુત સહાયકની ભરતીની માંગ સાથે પીજીવીસીએલ કચેરી સામે ધરણાં પર બેઠેલા ઉમેદવારો અને NSUI કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપૂતે જણાવ્યું કે, “ભાજપ સરકારના ઈશારે પોલીસે ઉમેદવારોની માંગને દબાવી દીધી છે.” ઉલ્લેખનીય છે કે, 300 ઉમેદવારો દ્વારા સોમવારે આંદોલનના પાંચમાં દિવસે ભગવાન રામનો ફોટો બતાવી વિરોધ કરવામાં આવ્યો, જેમાં કોંગ્રેસના નેતા જોડાયાં હતા.
રિપોર્ટર ઇલા મારું રાજકોટ
![Avatar](https://gooddaygujaratnews.com/wp-content/uploads/2023/12/1702456868095-scaled.jpg)