Categories
Surat

સુરતમાં જ્વેલરીના વેપારી સાથે છેતરપિંડી કરનાર નકલી ડેપ્યુટી કલેક્ટર મહિલા અને તેનો પ્રેમી પકડાયાં

0 0
Read Time:48 Second

સુરતમાં જ્વેલરીના વેપારી સાથે છેતરપિંડી કરનાર નકલી ડેપ્યુટી કલેક્ટર મહિલા અને તેનો પ્રેમી પકડાયાં

સુરતમાં ગાંધીનગરના ડેપ્યુટી કલેક્ટર તરીકે ખોટી ઓળખ આપી જ્વેલરીના વેપારી પાસેથી ₹12 લાખથી વધુની કિંમતના ઘરેણા લઈ છેતરપિંડી કરનાર હેતલ પટેલને તેના પ્રેમી સાથે પોલીસે પકડી લીધી છે. હેતલ પટેલે વેપારીને ચેક આપ્યા હતા, જે રિટર્ન થતા ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, “અગાઉ તાપીમાં હેતલે મેડીકલ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી ઠગાઈ કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

છેલ્લા પાંચ મહીનાથી ખોખરા પોલીસ સ્ટેશનનાં મારમારીના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરતી અમરાઇવાડી પોલીસ

0 0
Read Time:2 Minute, 10 Second

છેલ્લા પાંચ મહીનાથી ખોખરા પોલીસ સ્ટેશનનાં મારમારીના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરતી અમરાઇવાડી પોલીસ પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા સંયુકત પો.કમિ. સેક્ટર-૨ સાહેબ તથા ના.પો.કમિ. ઝોન-૫ સાહેબ તથા મ.પો.કમિ. “આઈ” ડીવીજન સાહેબ એ વોન્ટેડ આરોપીઓ, પેરોલ ફર્લો આરોપીઓ, પકડવા આપેલ સુચનાં આધારે પોલીસ ઇન્સ્પેકટર ડી.વી.હડાત સાહેબનાં માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડનાં પો.સબ.ઇન્સ. પી.એસ.મિયાત્રા તથા બીજા સ્ટાફનાં માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના પો.કો.સંજયભાઇ મેહુરભાઇ તેમજ પો.કો.જાલુજી દેવચંદભાઇ ની સંયુકત બાતમી આધારે ખોખરા પો.સ્ટે. પાર્ટે એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૩૨૩૦૭૨૯/૨૦૨૩ ધી ઇપીકો કલમ ૩૨૪ ૩૨૩ ૨૯૪(ખ) ૫૦૬(૨) ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબનો ગુનાનાં કામે વોન્ટેડ આરોપી નિરજ શિવલાલ જાતે ચૌહાણ ઉ.વ.૨૨ રહે.મ.નં.૭૩ યાદવનગર હાટકેશ્વર બસ ડેપોની પાછળ ખોખરા અમાદવાદ શહેર ને આજરોજ તા.૦૮/૦૪/૨૦૨૪ ના રોજ સી.આર.પી.સી. કલમ ૪૧(૧) (આઇ) મુજબ પકડી અટક કરી કાયદેસર કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

આરોપી નું નામ- નિરજ શિવલાલ જાતે ચૌહાણ ઉ.વ.૨૨ રહે.મ.નં.૭૩ યાદવનગર હાટકેશ્વર બસ ડેપોની પાછળ ખોખરા અમાદવાદ શહેર

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-(૧)પો.સબ.ઈન્સ.પી.એસ.મિયાત્રા (૨) આસી.સબ.ઇન્સ. જવસિંગભાઇ દલાભાઇ (૩) હે.કો. અમૃતજી કાંતીજી (૪) પો.કો. સંજયભાઇ મેહુરભાઇ (૫) પો.કો.જાલુજી દેવચંદભાઇ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

વોટર કાર્ડમાં નજીવી ભૂલોથી મતદાર મતાધિકારથી વંચિત ન રહે: ચૂંટણી પંચ

0 0
Read Time:1 Minute, 33 Second

વોટર કાર્ડમાં નજીવી ભૂલોથી મતદાર મતાધિકારથી વંચિત ન રહે: ચૂંટણી પંચ

વોટરકાર્ડ ન હોય તો મતદાતા અન્ય પુરાવા દ્વારા મત આપી શકે: ચૂંટણી પંચે પ્રામાણિક મતદાતા મતાધિકારના હકથી વંચિત ન રહે તે નિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. તેણે રાજ્યના ચૂંટણી અધિકારીઓને જણાવ્યું છે કે, વોટર આઇ-કાર્ડ દ્વારા મતદાતાની ઓળખ થઈ શકતી હોય તો સ્પેલિંગમાં ભૂલ સહિતની નજીવી ભૂલોને અવગણી શકાય.૧૯ એપ્રિલે મતદાનનો પ્રથમ તબક્કો શરૂ થવાનો છે ત્યારે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે,અન્ય વિધાનસભા મતવિસ્તારના રજિસ્ટ્રેશન ઓફિસર દ્વારા વોટર આઇ-કાર્ડ જારી કરવામાં આવ્યું હોય અને મતદાતાનું નામ મતદાન મથકની યાદીમાં હોય તો તેને ઓળખ માટે સ્વીકારી શકાશે. મતદાતાનો ફોટો મેચ ન થતો હોય તો તેણે ચૂંટણી પંચની સૂચના મુજબના અન્ય ફોટો ડોક્યુમેન્ટ્સ દર્શાવવાના રહેશે. ચૂંટણી પંચે ગયા મહિને આપેલા નિર્દેશમાં જણાવ્યું હતું કે, “વોટર કાર્ડ આપી નહીં શકનારા મતદાતાએ ઓળખ માટે અન્ય ફોટો સાથેના દસ્તાવેજ પુરાવા તરીકે આપવાના રહેશે.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

“હું મહાકાલનો ભક્ત છું, કોઈથી ડરતો નથી”

0 0
Read Time:38 Second

“હું મહાકાલનો ભક્ત છું, કોઈથી ડરતો નથી

”PM મોદીએ બાલાઘાટમાં જનસભાને સંબોધન કર્યુ હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, આજે દેશના વિવિધ ભાગોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આજથી ચૈત્ર નવરાત્રીનો પણ પ્રારંભ થયો છે. હું આપ સૌને નવા વર્ષની અને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તેમણે આગળ કહ્યું કે, મોદી મહાકાલનો ભક્ત છે. મને દેશ વિરોધી તાકતોને ખતમ કરતા આવડે છે. હું કોઈની ધમકીઓથી ડરતો નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

ચૂંટણીનો માહોલ, ઘાતક હથિયાર મળ્યા, રાજ્યમાં શાંતિ ડહોળવાનો પ્રયાસઃ મેટ્રો કોર્ટ

0 0
Read Time:1 Minute, 20 Second

ચૂંટણીનો માહોલ, ઘાતક હથિયાર મળ્યા, રાજ્યમાં શાંતિ ડહોળવાનો પ્રયાસઃ મેટ્રો કોર્ટઉત્તર પ્રદેશથી દેશી કટ્ટા, કારતૂસ લઇ આવનારા આરોપીના જામીન રદઉત્તર પ્રદેશથી દેશી કટ્ટા, કારતૂસ લઇ અમદાવાદ આવેલા યુવકને નરોડા પોલીસે ઝડપી લઇ કોર્ટમા રજૂ કર્યો હતો. જ્યાં આરોપીએ જામીન અરજી કરી હતી. જો કે, તે અરજી એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર.વી.રાજેએ ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી પાસેથી હથિયાર ઉપરાંત 10 જીવતા કારતૂસ મળ્યા છે, હાલ ગુજરાત રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે, ત્યારે આરોપી પાસેથી પ્રાણઘાતક હથિયારો મળી આવ્યા છે, તે જોતા રાજ્યમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ હોય તે હકીકત નકારી શકાય નહીં, આવા આરોપીને સહેલાઇથી જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો સમાજ પર તેની વિપરીત અસર પડે તેમ છે. ત્યારે આરોપીને જામીન પર મુક્ત કરવો ન્યાયોચિત જણાતો નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %
Categories
Gandinagr

ગૌ હત્યાના કૃત્યને અંજામ આપનાર ગેંગને ઝડપી પાડતી કલોલ તાલુકા પોલીસ

1 0
Read Time:7 Minute, 19 Second

કલોલ તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં ગૌ હત્યાના કૃત્યને અંજામ આપનાર ગેંગને ઝડપી પાડતી કલોલ તાલુકા પોલીસ

કલોલ તાલુકાના પોલીસ ઇન્સ્પેકટર યુ.એસ.પટેલ દ્વારા કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌ હત્યાની ગેર કાયદેસર પ્રવૃતી કરનાર ઇસમોને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા જરૂરી સુચના તથા માર્ગદર્શન કરેલ

જે સર્વેલન્સ સ્ટાફના અ.પો.કોન્સ નિકુંજભાઇ ક ને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે કલોલના ગામડા વિસ્તારમાં ગેર કાયદેસર ગૌ હત્યા કરી તેનુ માંસ આરોપી (૧) બુરહાનુદ્દીન મોહમ્મદયાસીન કુરેશી રહે લોધવાડ, પેરેડાઇઝ કોમ્પલેક્ષની પાછળ, મીરઝાપુર, અમદાવાદ વાળો મીરઝાપુર માર્કેટમાં તેનુ વેચાણ કરે છે તેવી ચોકકસ અને સચોટ બાતમી હકીકત તેમજ ટેકનીકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરાવતા આ ઇસમને. સર્વેલન્સ સ્ટાફના ટીમે ઝડપી પાડેલ જે ઇસમની યુક્તિ પ્રયુક્તિથી પુછ પરછ કરતા આરોપીઓ (૨) નાસીરમીયા સ/ઓફ સફીનમીયા અબ્દુલમસ્જીદ પઠાણ રહે. છત્રાલ ગામ અલસફા સોસાયટી તા.કલોલ જી.ગાંધીનગર વાળાને સમી પાટણ ખાતેથી ઝડપી તથા (૩) યાસીફખાન હયાતખાન કુરેશી રહે,છત્રાલ ગામ, અહેમદપુરા વિસ્તાર, તા.કલોલ, જી.ગાંધીનગર વાળાને છત્રાલ ખાતેથી ઝડપી તથા (૪) ઇનાયતખાન ઉર્ફે બોરો અસબાબખાન સૈયદ રહે કડી, સિંધીવાડા, સહારા ગેસ્ટ હાઉસની બાજુમાં, કસ્બામાં, તા. કડી, જી.મહેસાણા વાળાને કડી ખાતેથી ઝડપી લેતા જે આરોપીઓની પુછ પરછ કરતા ઉપરોકત આરોપીઓ નં-૨ થી ૪ તથા વોન્ટેડ આરોપી શાહરૂખ ઉર્ફે ઘઉં નાઓ ભેગા મળી જેમાં આરોપી નં-૨ નાઓ ગાય કાપવા માટેની જગ્યાની રેકી કરી આરોપી નં-૧ બુરહાનુદ્દીન મોહમ્મદયાસીન કુરેશી નાની ક્વોલીસ તથા ઇવાલીયા ગાડીઓનો ઉપયોગ કરી કલોલ શહેર તથા છત્રાલ જી.આઇ.ડી.સી.માંથી બીન વારસી રખડતી ભટકતી ગાયો ઉપાડી લઇ ગૌ- હત્યા કરી ગૌમાંસ ની હેરાફેરી કરી વેચાણ કરેલ જે તપાસ દરમ્યાન આજથી આશરે એક વર્ષના સમયગાળા પહેલા છત્રાલ ઇસંડ રોડ ઓ.એન.જી.સી ના વેલ પાસે આરોપીઓ નં-૨ થી ૪ તથા વોન્ટેડ આરોપી શાહરૂખ ઉર્ફે ઘઉં સાથે મળીને કરેલ ગો હત્યાની કબુલાત કરતા ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. આ ગુનાના કામે મુદ્દામાલ કુલ કી.રૂ. ૪,૬૫,૦૦૦/- નો કબજે કરેલ છે. જે આરોપીઓને વણ શોધાયેલ ગુનાઓમાં અટકકરવામાં આવેલ છે.

ડીટેકટ કરેલ ગુનાઓ

(૧) કલોલ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં ૧૧૨૧૬૦૨૨૨૩૦૨૧૬/૨૦૨૩ ગુજરાત સંવર્ધન અધિનીયમ ૧૯૫૪ ની કલમ ૬, ૬(ખ)(૧)(૨) (૩), ૮, ૯, ૧૦ મુજવા(૨) કલોલ તાલુકા પોલીસ સ્ટેશને ગુ.ર.નં ૧૧૨૧૬૦૨૨૨૪૦૨૫૬/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૪૨૯, ૨૯૫(ક), ૧૧૪, તથા ધી પ્રાણી સંરક્ષણ (સુધારા) અધીનીયમ ૨૦૧૭ ની કલમ ૮(૨), ૮(૪) તથા ધી પ્રણી ક્રુરતા અધિનીયમ ૧૯૬૦ ની કલમ ૧૧(૧) એલ મુજબ

આરોપીઓનો પુર્વ ગુનાહીત ઇતિહાસ નીચે મુજબ છે

બુરહાનુદ્દીન મોહમ્મદયાસીન કુરેશી રહે લોધવાડ, પેરેડાઇઝ કોમ્પલેક્ષની પાછળ, મીરઝાપુર, અમદાવાદ

(૧) લાંઘણજ પો.સ્ટે થર્ડ ગુ.ર.નં.૦૦૫૯/૨૦૨૩ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ), ૮૧ મુજબનાસીરમીયા સફીનમીયા પઠાણ રહે. છત્રાલ ગામ અલસફા સોસાયટી તા.કલોલ જી.ગાંધીનગર

(૧) કલોલ તાલુકા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં-૦૦૭૫/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબ(૨) કડી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં- ૦૧૨૦/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૨પ, ૩૨૩, ૫૦૪, પન્દ

(ર) મુજબયાસીફખાન હયાતખાન કુરેશી રહે.છત્રાલ ગામ, અહેમદપુરા વિસ્તાર, તા.કલોલ, જી.ગાંધીનગર (વાહનચોરી અને ઢોર ચોરી)

(૧) એલીસબ્રીજ અમદાવાદ શહેર પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં- ૦૦૭૪/૨૦૧૯ ઇ.પી.કો કલમ -૩૭૯ મુજબ

(૨) શાહીબાગ અમદાવાદ શહેર પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં- ૦૧૯૪/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ

(૩) શાહીબાગ અમદાવાદ શહેર પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં-૦૦૯૨/૨૦૧૯ ઇ.પી.કો કલમ -૩૭૯ મુજબ

(૪) નવરંગપુરા અમદાવાદ શહેર પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં- ૦૦૧૬/૨૦૧૯ ઇ.પી.કો કલમ -૩૭૯ મુજબ

(૫) કારંજ અમદાવાદ શહેર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં- ૦૦૬૬/૨૦૧૯ ઇ.પી.કો કલમ -૩૭૯ મુજબ

ઇનાયતખાન ઉર્ફે બોરો અસબાબખાન સૈયદ રહે કડી, સિંધીવાડા, સહારા ગેસ્ટ હાઉસની બાજુમાં,કસ્બામાં, તા. કડી, જી.મહેસાણા

(૧) કડી પોલીસ સ્ટેશન ગુરનં ૧૧૫/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૭૯ પશુ કરતા નિવારણ અધીનીયમ ૧૯૬૦ ની કલમ૧૧(૧)(ડી), ૧૧(૧)(ધ) મુજબકાયદા ના સંઘર્ષ માં આવેલ બાળકિશોર

કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) કવોલીસ ગાડી રજી નં-GJ-07-R-6155 કી રૂ. ૧,૫૦,૦૦૦/-(૨) નીશાન કંપનીની છવાલીયા ગાડી રજી નં-GJ-01-DT-1082 કી.રૂ. ૨,૫૦,૦૦૦/-(3) સી.એન.જી રીક્ષા રજી નં-GJ-18-BU-4825 કી… ૫૦,૦૦૦/-(૪) અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ-૨ કી.રૂ. -૧૫,૦૦૦/-

પકડવાના બાકી આરોપીઓના નામ

(૧) શાહરૂખ ઉર્ફે ઘઉં રહે કડી

(૨) સલમાન કુરેશી રહે બાપુનગર

(૩) આસીફ ઉર્ફે પુંજી રહે બાપુનગર

કામગીરી કરનારા અધિકારી

(૧) સુ શ્રી યુ.એસ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર. (૨) શ્રી એસ.વી.મુંધવા પોલીસ સબ ઇન્સપેકટર. (૩) એ.એસ.આઇ બિરેન્દ્રભાઈ સુદાભાઇ (૪) અ.હેડ.કોન્સ વિજયસિંહ જીલુસિંહ. (૫) અ.હેડ.કોન્સ પ્રકાશભાઇ કુબેરભાઇ. (૬) અ.પો.કોન્સ વિજયસિંહ પૃથ્વીસિંહ (૭) અ પો.કો અજીતસિંહ કનુજી (૮) અ.પો.કો ચેહોરભાઇ અર્જુનભાઇ. (૯) અ.પી.કો કુલદિપ સંજયભાઇ. (૧૦) આ.પો.કો જયદિપસિંહ ધનશ્યામસિંહ. (૧૧) આ.પો.કો નથ્થુભાઇ સામંતભાઇ. (૧૨) આ.પો.કો વિજયસિંહ પ્રવિણસિંહ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદના ગોતામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ફાયર વિભાગની 26 ગાડીએ કાબુ મેળવ્યો

0 0
Read Time:50 Second

અમદાવાદના ગોતામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ફાયર વિભાગની 26 ગાડીએ કાબુ મેળવ્યો

અમદાવાદના ગોતામાં ચેહર એસ્ટેટમાં સોમવારે રાતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ફાયર વિભાગની 26 ગાડીએ સવાર સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે. ફાયર વિભાગ મુજબ, 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાતા કુલિંગની કામગીરી હાથ ધરાઈ છે. એસ્ટેટમાં માત્ર ફાયર એક્ઝિગ્યુશન હતા. અન્ય કોઈ ફાયર સિસ્ટમ નહતી. ઘટનામાં ચારથી પાંચ ગોડાઉન બળી ગયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ ઝોન 2 સ્કોર્ડ ની કાબીલે તારીફ કામગીરી

0 0
Read Time:53 Second

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસી આઈપીએલની લાઈવ મેચ પર સટ્ટો રમાડતા 3 શખ્સોને પોલીસે પકડી લીધા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની મેચ દરમિયાન સ્ટેડિયમની અંદર પ્રેસિડન્ટ ગેલેરીમાં બેસીને ઓનલાઈન સટ્ટો રમાડતા દીપક મોહાનાનીને પોલીસે પકડી લીધો છે. ઉપરાંત પ્રેક્ષકો વચ્ચે બેસીને સટ્ટો રમાડતા બે શખ્સોની પણ પોલીસે ધરપકડ કરી છે. દીપક મોબાઈલ ફોન વડે મેચ દરમિયાન 11 યુઝરને આઈડી વડે સટ્ટો રમાડતો હતો. આ કેસમાં રાજેશ માહેશ્વરીને વોન્ટેડ જાહેર કરાયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %