Categories
Breaking news vadodara

વડોદરા બોટ દુર્ઘટના મુદ્દે SCમાં સ્કૂલ સંચાલકો સહીત કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સામે પગલાં લેવા PIL કરાઈ

0 0
Read Time:49 Second

વડોદરા બોટ દુર્ઘટના મુદ્દે SCમાં સ્કૂલ સંચાલકો સહીત કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સામે પગલાં લેવા PIL કરાઈ વડોદરા બોટ દુર્ઘટના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સ્કૂલ સંચાલકો સહીત કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સામે કાર્યવાહી કરવા PIL કરાઈ છે. આ જાહેર હિતની અરજી મોરબી બ્રિજ દુર્ઘટનામાં * 112 પીડિત પરિવાર વતી લડતા એડવોકેટ ઉત્કર્ષ દવે દ્વારા કરાઈ છે. આ સાથે જ ઘટનાની તપાસ માટે SITની રચના સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના નિરીક્ષણ હેઠળ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઇ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news vadodara

રામમંદિરની પ્રતિષ્ઠાને લઇ ગુજરાતના શિક્ષણ વિભાગે 22 જાન્યુઆરીએ શાળાઓમાં અડધી રજા જાહેર કરી

0 0
Read Time:54 Second

રામમંદિરની પ્રતિષ્ઠાને લઇ ગુજરાતના શિક્ષણ વિભાગે 22 જાન્યુઆરીએ શાળાઓમાં અડધી રજા જાહેર કરી અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાને લઇ ગુજરાતના શિક્ષણ વિભાગે 22 જાન્યુઆરીએ તમામ શાળાઓમાં અડધી રજા જાહેર કરી છે. શિક્ષણ વિભાગના આદેશ મુજબ, તમામ * લોકો રામ મંદિરની પ્રતિષ્ઠાની ઉજવણીમાં ભાગ લઇ શકે તે હેતુથી તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સોમવારના રોજ બપોરે 2:30 વાગ્યા સુધી બંધ રહેશે. ગુજરાતના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પત્ર લખીને સૂચના અપાઇ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news Rajkot

રાજકોટના માણેકવાડા ગામમાં જુગાર રમતા 18 શખ્સ સહીત ₹94.33 લાખનો મુદ્દામાલ ઝડપાયો

0 0
Read Time:54 Second

રાજકોટના માણેકવાડા ગામમાં જુગાર રમતા 18 શખ્સ સહીત ₹94.33 લાખનો મુદ્દામાલ ઝડપાયો

રાજકોટના માણેકવાડા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેન્દ્રસિંહ જાડેજાના ફાર્મહાઉસમાં જુગાર રમતા 18 શખ્સ સહીત ₹94.33 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જ્યારે 2 શખ્સ ફરાર થઇ ગયા છે. મહેન્દ્રસિંહ બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા 12 પેકેટ ગંજીપાના, ₹15 લાખ રોકડ, 23 મોબાઈલ અને ₹77 લાખના 6 વાહનો તેમજ વિદેશી દારૂ-બીયરના ટીન મળી આવ્યા છે.

બ્યુરો રિપોર્ટ ઇલા મારું રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %
Categories
Breaking news

દારૂબંધી હટાવવાના નિર્ણય પર ‘આપ’ મહિલા મોરચાનો સખત વિરોધ. રસ્તા પર ઉતરવાની ચીમકી આપી.

0 0
Read Time:2 Minute, 4 Second

દારૂબંધી હટાવવાના નિર્ણય પર ‘આપ’ મહિલા મોરચાનો સખત વિરોધ. રસ્તા પર ઉતરવાની ચીમકી આપી.*

*ગુજરાતની માતા બહેનો વિશે વિચાર કર્યા વગર સરકારે ફક્ત ગુજરાતમાં દારૂનું ચલણ વધારવા માટે આ નિર્ણય કર્યો છે: રેશ્મા પટેલ**સંસ્કારી ગુજરાતમાં મહેમાનોના સ્વાગત દારૂથી નહીં થાય: રેશ્મા પટેલ**અમદાવાદ/જુનાગઢ/ગુજરાત*આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલે એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સરકારે ગિફ્ટ સીટીમાંથી દારૂબંધીને હટાવવાનો જે નિર્ણય લીધો છે, તે ખુબ જ શરમજનક નિર્ણય છે. ગુજરાતની માતા બહેનો વિશે વિચાર કર્યા વગર સરકારે ફક્ત ગુજરાતમાં દારૂનું ચલણ વધારવા માટે આ નિર્ણય કર્યો છે. હાલ નિયમો હોવા છતાં પણ ચારે તરફ દારુ વેચાઈ રહ્યો છે અને હોમ ડિલિવરી પણ થઈ રહી છે જેના કારણે લઠ્ઠા કાંડ પણ થઈ રહ્યા છે અને માતાઓ બહેનો પોતાના જ ઘરમાં માર પણ ખાઈ રહી છે.સરકારે આ બધી બાબતો પર થોડો વિચાર કરવાની જરૂર હતી. અમે આ નિર્ણયનો સખત વિરોધ કરીએ છીએ અને સરકાર સમક્ષ માંગણી કરીએ છીએ કે સરકાર આ નિર્ણયને તાત્કાલિક પાછો લે નહિતર આમ આદમી પાર્ટીનો મહિલા મોરચો રસ્તા પર ઉતરશે તથા આવેદનપત્ર પણ આપીને વિરોધ નોંધાવશે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, હતી અને હંમેશા રહેશે. સંસ્કારી ગુજરાતમાં મહેમાનોના સ્વાગત દારૂથી નહીં થાય

.*આમ આદમી પાર્ટી ગુજરાત*

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news Gujarat

અત્યાસુધી ડરાવી, ધમકાવી અને લાલચ આપીને અનેક નેતાઓનો પક્ષ પલટો કરાવ્યો છે. પરંતુ કોઈનામાં હિંમત હોય તો મને ડરાવી ધમકાવી બતાવે: ગોપાલ ઇટાલીયા

0 0
Read Time:3 Minute, 9 Second


આમ આદમી પાર્ટી

તારીખ: 13/12/2023

વિપક્ષને તોડવા અને એક તરફી તાનાશાહી થઈ જાય તે માટે તેઓ હથકંડા અપનાવતા રહે છે અને આમાં ભુપતભાઈ ભાયાણી જેવા લોકો સાથે મળીને જનતાને નુકસાન પહોંચાડે છે: ગોપાલ ઇટાલીયા

ભાજપને 156 સીટો મળી, તેમ છતાં પણ હજુ સુધી સારા કામ કરવાની તેમનામાં નીતિ જાગી નથી: ગોપાલ ઇટાલીયા

અત્યાસુધી ડરાવી, ધમકાવી અને લાલચ આપીને અનેક નેતાઓનો પક્ષ પલટો કરાવ્યો છે. પરંતુ કોઈનામાં હિંમત હોય તો મને ડરાવી ધમકાવી બતાવે: ગોપાલ ઇટાલીયા

સત્તાની પાછળ છુપાયેલા કાયર લોકો જે કંઈ પણ કૃત્ય કરી રહ્યા છે તેનો અમે મજબૂત જવાબ આપીશું: ગોપાલ ઇટાલીયા

અમદાવાદ/સુરત/જુનાગઢ/ગુજરાત

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપને 156 સીટો મળી, તેમ છતાં પણ હજુ સુધી સારા કામ કરવાની તેમનામાં નીતિ જાગી નથી. કઈ રીતે વિપક્ષને તોડી પાડવો અને કઈ રીતે ગુજરાતમાં એક તરફી તાનાશાહી થઈ જાય તે માટેના હથકંડા તેઓ અપનાવતા રહે છે. આમાં ભુપતભાઈ ભાયાણી જેવા લોકો સાથે મળીને જનતાને નુકસાન પહોંચાવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી તરફથી અમે સંકલ્પબદ્ધ છીએ કે આ લડાઈ અમે છોડવાના નથી.

ભૂતકાળમાં આપણે જોયું છે કે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના નેતાઓને ડરાવી, ધમકાવી અને લાલચ આપીને પક્ષ પલટો કરાવ્યો છે. પરંતુ કોઈનામાં હિંમત હોય તો મને ડરાવી ધમકાવી બતાવે. તમે સાધારણ લોકોને પક્ષપલટો કરાવી શકો છો પરંતુ આમ આદમી પાર્ટીના અને અરવિંદ કેજરીવાલજીના અસલી સૈનિકોને પક્ષ પલટો નથી કરાવી શકતા. નકલી ટોલનાકા, નકલી સીરપ, લઠ્ઠા કાંડ જેવી વસ્તુઓ થઈ રહી છે, પરંતુ એ દિશામાં સારું કામ કરવા માટે તેમની પાસે સમય નથી પરંતુ વિપક્ષને કઈ રીતે ખતમ કરવો તેના માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહે છે.

સત્તાની પાછળ છુપાયેલા કાયર લોકો જે કંઈ પણ કૃત્ય કરી રહ્યા છે તેનો અમે મજબૂત જવાબ આપીશું. આ મેદાન છોડીને અમે ક્યાંય જવાના નથી. આમ આદમી પાર્ટી ક્યાંય જવાની નથી. નાની મોટી જે પણ આવી સમસ્યાઓ આવે છે તેને પાર કરીને અમે અમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રયત્ન કરતા રહીશું.

આમ આદમી પાર્ટી ગુજરાત

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news Panchamahl

અમદાવાદના બાપુનગરના ગુમ થયેલ પાંચ બાળકોને શોધી કાઢી બાળકોની સુરક્ષા અંગેનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી પાવાગઢ પોલીસ “SHE TEAM”

0 0
Read Time:1 Minute, 54 Second

પંચમહાલ પાવાગઢ પોલીસની “SHE TEAM” પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોસઈ પાવાગઢ આર.જે. જાડેજાને માહિતી મળેલ કે પાંચ બાળકો બે દિવસથી પાવાગઢ વિસ્તારમાં શંકાસ્પદ રીતે ફરી રહેલ છે. અને હોટલ ઢાબા પર કામ માંગવા જાય છે. પાવાગઢ જંગલ વિસ્તાર હોઈ કોઈ અજુગતું બની શકે તેમ હોઈ પોલીસની અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ તે દરમિયાન તેઓ પાવાગઢ આર્કિયોલોજી બગીચામાંથી મળી ગયેલ હતાં. તેઓના નામ ઠામ પૂછતાં બાપુનગરના રહેવાસી જણાઈ આવેલ હતાં. જેથી બાપુનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અમદાવાના બાપુનગર પોલીસ સ્ટેશન માં કલમ ૩૬૩ મુજબનો અપહરણનો ગુનો નોંધાયેલ હોવાનું જણાયેલ હતું.જેથી બાપુનગર પોલીસને આ બાળકોને લેવા આવવા જાણ કરાઈ હતી. દરમિયાન બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેઓને બે દિવસથી ભૂખ્યા હોઈ જમાડવામાં આવ્યા હતા. તેઓની પૂછપરછ કરતા તા. ૨૫/૦૮/૨૦૨૩ ના રોજ માતા-પિતાએ ઠપકો આપતાં ઘરેથી નીકળી ગયેલ હતા ત્યાર બાદ ફરતા ફરતા પાવાગઢ આવી પહોંચેલા અને પૈસા ખૂટી જતાં ધાબામાં કામ કરવા માટે પૂછતાં હતા. તે દરમિયાન પોલીસને જાણ થયેલ હતી.જેથી તાત્કાલિક પોલીસે એક્શનમાં આવીને બાળકોને શોધી કાઢ્યા હતા.આમ પાવાગઢ પોલીસ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી.

રિપોર્ટર જગદીશ સોલંકી. મો 9825987310

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news Patan

પાટણ શહેરના પાટણ તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર બુટલેગરો કે પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના પી.આઈ..??

1 0
Read Time:3 Minute, 30 Second

પાટણ શહેરના પાટણ તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર બુટલેગરો કે પાટણ તાલુકા પી.આઈ..??

લોકોના સ્વસ્થ સાથે ચેડાં કરતા અને ગાંધીના ગુજરાતમાં દારૂ જુગાર જેવા બેનામી ધંધાઓ ધમધોકાર પણે ચલાવતા બુટલેગરોને જેલના પાંજરે પુરાવાને બદલે પાટણ તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા આવા બુટલેગરો પર મીઠી રહેમનજર છે તે સપષ્ટ દેખાઈ રહ્યું છે.. !!? પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના વહીવટદારનો ખાસ ઉઘરાણી માસ્ટર વટ કે સાથ વહીવટ હવે હદ વટાવી રહ્યો છે.. !? બુટલેગરોના વહીવટોના નશામાં ચકચૂર બંને હાથમાં લાડવા…!!એક બાજુ દારુની ઉઘરાણી બીજી બાજુ પી.આઈ. સાથે ઘર જેવા સબંધ તો બીજી બાજુ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના વહીવટદારનું ઉઘરાણું… !? પાટણ તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂ જુગાર જેવા ધંધાઓની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કેમ નથી..?? સ્ટેટ વિજિલ્સ પાટણ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના ધંધાઓ પર કેમ ત્રાટકતી નથી…?? વધુ વિગત વિડીયો ફોટા સાથે જોતા રહો..

પાટણ શહેર ના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તરમાં ચલતા દેશી દારૂ ના સરનામા

૧ ગામ ખાનપુર આશા બેન ભૂપતજી ઠાકોર ના ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૨ ગામ ગોલાપુર બબી બેન સિવુજી ઠાકોર પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૩ ગામ મેમદપુર ટીનાજી શિવાજી ઠકોર પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૪ ગામ ખાનપુર ગંગા બેન દશરથજી ઠાકોર પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૫ ગામ ગોલાપુર ગજીબેન મદારજી પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૬ ગામ ખારીવાવડી ગામ માં નિશાળ સામે ખુલ્લી જગ્યા માં ઠાકોર અમૃતજી નો જુગાર ધામ ચલાવે છે

૭ ગામ ગોલાપુર પરસ બેન ભીખુજી ઠાકોર પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૮ ગામ સંખારી સવિતાબેન મફાજી ઠાકોર પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૯ ગામ સાંખરી તારાબેન બળદેવજી ઠાકોર ના પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૧૦ ગામ ધરણોજ નટવરજી બદાજી ના પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૧૧ ગામ રાજપુર અલ્પેશજી બાબુજી ઠાકોર ના પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

આ તમામ દેશી દારૂ ના અડ્ડા અને જુગાર ના વેપાર ને ટૂંકજ માં અમારી good day Gujarat news વિડિયો સાથે જાહેર કરવામા આવશે જોતાં રહો good day Gujarat news

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %