ડી માર્ડમાં પરિવાર ખરીદી કરવા ગયુ તો ગાડીમાંથી ચોર 60 હજાર ચોરી કરી ફરાર
અમદાવાદ
અમદાવાદમાં એક પરિવાર પોતાના પરિવાર સાથે ડી માર્ડમાં ખરીદી કરવા ગયુ હતુ. ત્યારે ખરીદી કરીને જ્યારે પાછા આવ્યા ત્યારે ગાડીનો કાચ તુટેલો હતો. અને અંદર રહેલા 60 હજાર રૂપિયા અને કોઈ આધાર કાર્ડ જેવી વસ્તુઓ ગાયબ હતી. તે જોઈને પરિવાર ડરી ગયુ હતુ. અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદમાં ચોરીની ઘટના દિવસે દિવસે વધતી જતી હોય છે. હવે ખાસ કરીને હવે તહેવાર શરૂ થઈ ગઈ છે. ત્યારે ચોરીના બનાવો પણ વધતા રહે છે. બટ્ટીકુમાર ગાંધીનગર ખાતે રહે છે. શનિવારે પોતાના પરિવાર સાથે ડી માર્ડમાં ખરીદી કરવા ગયા હતા. ત્યારે તેમની કાર રોડ ઉપર પાર્ક કરી હતી. જ્યારે પરિવાર ખરીદી કરીને પાછા આવ્યા ત્યારે તેમને જોયુ કે ગાડીના કાચ તુટેલા હતા. અને તે તરત જ અંદર જઈને જઈને જોયુ કાળા કલરની બેગ ગાયબ હતી. અને બેગની અંદર રહેલા ડોક્યુમેન્ટ અને રોકડા 60 હજાર રૂપિયા હતા નહી. અને તેમની પત્નીનું આધાર કાર્ડ, એટીએમ કાર્ડ વગેરે જેવી વસ્તુઓ બેગની અંદર હતી. તેથી તરત જ ચાંદખેડા પોલીસ સ્ટેશન નજીક ફરિયાદ નોંધાવી હતી.
Categories
ડી માર્ડમાં પરિવાર ખરીદી કરવા ગયુ તો ગાડીમાંથી ચોર 60 હજાર ચોરી કરી ફરાર
Views: 14
Read Time:1 Minute, 42 Second
Average Rating