Categories
Crime Rajkot

રાજકોટ શહેર ના પ્રધ્યુમન નગર પોલીસ સ્ટેશન ના હેડ કોનસ્ટેબલ કલ્પેશભાઈ ચાવડા લાંચ લેતા ઝડપાયા

0 0
Read Time:44 Second

ફરીયાદીના દીકરા વિરુધ્ધ પ્રધ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વાહન ચોરીના ગુનામાં કાગળો હળવા કરવાના તથા હેરાન નહિ કરવાના અવેજ પેટે ફરિયાદી પાસે રૂ.૧૦,૦૦૦/- ની માગણી કરી રક્ઝકના અંતે રૂ.૮૦૦૦/- આપવાનો વાયદો થયેલ જે રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદી ની જાહેર કરેલ ફરિયાદ આધારે આજરોજ પંચો રૂબરૂ લાંચના છટકાનું આયોજન કરતા રાજકોટ શહેર ના પ્રધ્યુમન નગર પોલીસ સ્ટેશન ના હેડ કોનસ્ટેબલ કલ્પેશભાઈ ચાવડા લાંચ લેતા ઝડપાયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Jamnagar news

જામનગર ના એલ.સી.બી. ના હેડ કોન્સ્ટેબલ દોલતસિંહ હિંમતસિંહ જાડેજા રૂ.10,000/- ની લાંચ લેતા ઝડપાયાં

0 0
Read Time:1 Minute, 24 Second

જામનગર ના એલ.સી.બી. ના હેડ કોન્સ્ટેબલ દોલતસિંહ હિંમતસિંહ જાડેજા એ ફરિયાદી પર પંદરેક દિવસ પેહલા વર્લી (જુગાર ) નો કેશ કરેલ હોય. જે બાબતે ફરિયાદી ઉપર હેડ કોન્સ્ટેબલ દોલતસિંહ હિંમતસિંહ જાડેજા ફરી થી બીજો કેશ નહિ કરવા અને ફરિયાદીના પત્ની ઉપર ખોટો કેશ નહિ કરવાનાં અવેજ પેટે ફરીયાદી પાસે રૂ.10,000/- ની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય,જામનગર એ. સી. બી.માં ફરીયાદીએ પોતાની ફરીયાદ જાહેર કરતા ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદીશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી,લાંચની રકમ માંગી, સ્વીકારી કરતા ઝડપાઇ ગયા

નોંધઃ- આરોપીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.ટ્રેપીંગ અધિકારી: સુ.શ્રી એન.આર.ગોહેલ, પોલીસ ઇન્સ્પેકટર એ.સી.બી. પો.સ્ટે. જામનગર તથા જામનગર એ.સી.બી. સ્ટાફ સુપરવિઝન અધિકારી:- શ્રી વી.કે.પંડયા,મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime Gandinagr Kalol

ગાંધીનગર ના કલોલ પોલીસ સ્ટેશન નો લાંચિયા હેડ કો્સ્ટેબલ ને ACB એ દબોચી લીધો

0 0
Read Time:3 Minute, 27 Second

સને.૨૦૨૧ માં કલોલ સીટી પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા  ડી-સ્ટાફ ના અ.હે.કોન્સ વિપુલભાઇ નટવરભાઇ પટેલ આવેલા અને ફરીયાદીને જણાવેલ કે, તમે વરલી-મટકાનો જુગારનો ધંધો કરો છો, તેમ કહી ફરીયાદીને કલોલ સીટી પોલીસ સ્ટેશને લઈ ગયેલા અને પોલીસ સ્ટેશનમાં બેસાડી દઈ, મોબાઇલ ફોન આરોપીએ લઈ લીધેલ અને ફરીયાદીને  જણાવેલ કે, તમારો મોબાઇલ ફોન પરત લેવો હોય તો મને કાગળની ચિઠ્ઠીમાં વરલીના આંકડા લખી આપો, જેથી ફરીયાદીએ મોબાઇલ પરત લેવાના આશયથી ચિઠ્ઠીમાં આંકડા લખી ચિઠ્ઠી બનાવેલ, જે ચિઠ્ઠી આધારે આરોપીએ ફરીયાદી ઉપર જુગારનો ખોટો કેસ કરી ફરીયાદી પાસેનો મોબાઇલ પરત લેવા માટે આ કામના આરોપીએ રૂ.૨૫,૦૦૦/- લઈ જામીન ઉપર છોડેલ. બાદ ફરીયાદી તથા તેમના મિત્ર બંન્ને આરોપીને મળેલા અને જણાવેલ કે, તમે વરલી-મટકાનો ધંધો ચાલુ કરો અને મને તમારે દર મહિને રૂ.૪,૦૦૦/- આપવાના જણાવેલ. જેથી ફરીયાદીએ વિચારેલ કે, મારી ઉપર ખોટા કેસ કરે છે અને હું ના પાડીશ તો મને વધુ હેરાન કરશે. જેથી આ વરલી-મટકા જુગારનો ધંધો કરવા ફરીયાદી આરોપીના કહેવા મુજબ સંમત થયેલ હતા અને આ રૂ.૪,૦૦૦/- ફરીયાદી આપવા માંગતા ન હોય, તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરી એ.સી.બી.ને ફરીયાદ આપેલ, જે ફરીયાદ આધારે બે સરકારી પંચો સાથે તથા રેડીંગ પાર્ટી સાથે લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આરોપીને લાંચના છટકા દરમ્યાન શક-વહેમ પડતા, આરોપી લાંચના નાણાં લીધા વગર પોતાનું બાઇક સ્પીડમાં હંકારી ભાગી ગયેલ. જેથી સદર લાંચનુ છટકુ નિષ્ફળ જાહેર કરેલ. નિષ્ફળ છટકાવી ખુલ્લી તપાસ દરમ્યાન વૈજ્ઞાનિક તથા અન્ય પુરાવાઓ આધારે લાંચની માંગણીનો ગુન્હો બનતો હોવાનું ફલીત થયેલ. 
જેથી આરોપી વિપુલભાઇ નટવરભાઇ પટેલ, તત્કાલીન અ.હે.કોન્સ,  ડી-સ્ટાફ, કલોલ સીટી પોલીસ સ્ટેશન જિ.ગાંધીનગરનાઓ વિરુધ્ધમાં સરકાર તરફે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.એન.ગઢવી ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના ફરીયાદ આપતા, ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૩/૨૦૨૩, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (સુધારા–૨૦૧૮) ની કલમ ૭, ૧૩(૧)એ તથા ૧૩(ર) મુજબનો ગુન્હો તા.૦૧/૦૭/૨૦૨૩ ના રોજ દાખલ કરી, આરોપીને ડીટેઇન કરેલ છે તેમજ આ ગુન્હાની આગળની વધુ તપાસ એસ.ડી.ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર, મહેસાણા એ.સી.બી. પોલીસ સ્ટેશન મહેસાણા ચલાવી રહેલ છે. જેના સુપર વિઝન અધિકારી એ.કે.પરમાર, મદદનીશ નિયામકશ્રી, એ.સી.બી., ગાંધીનગર એકમ,

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

દુઃખદ સમાચાર :: રામોલ પોલીસ સ્ટેશન માં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા કલ્પેશ વાઘેલા નું ઘરે વીજકરંટ લાગતા મોત

0 0
Read Time:53 Second

અમદાવાદ ના નારોલ માં રહેતા અને રામોલ પોલિસ સ્ટેશન માં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા ૩૨ વષઁ ના કલ્પેશ વાઘેલા નું ઘરે વીજકરંટ લાગતા મોત નીપજીયું

નારોલ શાહવાડી ના આંબેડકરવાસ મા રહેતો પોલિસ જવાન ઘરે પાણી ની પાઈપ થી પાણી નો છંટકાવ કરી રહ્યો હતો તે દરમ્યાન વીજકરંટ લાગતા સારવાર માટે LG હોસ્પિટલ મા લાવેલ જ્યાં તેમનું ટુંકી સારવાર દરમ્યાન મોત નીપજીયુંરામોલ પોલિસ ના યુવાન પોલિસ જવાન નું આકસ્મિક મોત નીપજતા પોલિસ પરિવાર સાથે કુંટુંબ માં અરેરાટી સાથે શોક વ્યાપ્યો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %