દેશી દારૂ કુલ- ૭૫ લીટર તથા કુલ ૩૫૦ લીટર વોશ અને દેશી દારુ ગાળવાની ભઠ્ઠી ના સાધનો મળી કુલ્લે કિંમત રૂ.૩૦૫૦/- ની મત્તાનો મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પ્રોહીબીશનનો કેશ શોધી કાઢી કાર્યવાહી કરતી ચાંદખેડા પોલીસ, અમદાવાદ શહેર
ચાંદખેડા પો.સ્ટે. ના સર્વેલન્સ સ્કોર્ડના પો.સ.ઇ. આર. એલ.ચૌહાણ તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે તા.૦૬/૦૯/૨૦૨૩ ના રોજ રેડ કરતા ચાંદખેડા મટિરા ગામ સવજી વાસમાં રહેતા સરલાબેન બળદેવજી ઠાકોર તેમના મકાનના બીજા માળે બનાવેલ છાપરામાં દારૂની ભઠ્ઠી ગાળી દેશી દારૂ બનાવી મોટાં પાએ અમદાવાના જુદા જુદા વિસ્તાર માં વેચાણ કરતા હતા ચાંદખેડા પોલીસ દ્વારા રેડ કરતા કુલ્લે ૭૫ લીટર દેશી દારૂની કિમત રૂ.૧૫૦૦/- તથા સેમ્પલ બોટલ નંગ-૨ કિંમત ૨.૦૦/૦૦ તેમજ મળી આવેલ ૩૫૦ લીટર વોશની કિંમત રૂ.૭૦૦/- તથા એલ્યુમીનીયમનુ તબડકુ નંગ-૦૧ કિ.રુ.૨૦૦/- તથા પાઇપ લગાડેલ ચાકુ નંગ-૦૧ જેની કિ.રુ. ૫૦ તેમજ પ્લાસ્ટીકના ગોળ કેરબા નંગ-૦૪ કુલ કિ.રૂ.૪૦૦/- તથા લોખંડનુ પીપ નંગ-૦૧ કિ.રૂ. ૨૦૦/- ગણી કુલ્લે કિંમત રૂ.૩૦૫૦/- ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આરોપી બહેનની વિરુધ્ધમાં ધી પ્રોહી એકટ ૬૬(બી), ૬૫(ઇ)(સી)(બી)(એફ) મુજબની ધોરણસર ફરીયાદ દાખલ કરી પ્રોહીબીશન અંગેનો કેશ શોધી કાઢી કામગીરી કરેલ છે.
આરોપી: સરલાબેન વા/ઓ બળદેવજી શકરાજી ઠાકોર ઉવ ૪૭ રહે. સવજીવાસ, ગ્રામ પંચાયતની બાજુમાં મોટેરા ગામ ચાંદખેડા અમદાવાદ શહેર
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:
(1) વી.જે.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર
(2) આર.એલ ચૌહાણ પો.સ.ઇ.
(૩) હે.કો. સંજયસિંહ દશરથસિંહ
(૪) અ.હે.કો. વિજયકુમાર પરષોતમભાઇ
(૫) અ.હે.કો. મહેંદ્રસિંહ હઠીસિંહ
(૭) અ.હે.કો.ભગીરથસિંહ અનોપસિંહ
(૮) અ.પો.કો.મહીપાલસિંહ નરેંદ્રસિંહ
(૯) અ પો.કો. જીવરાજસિંહ ઉદાજી
(૧૦) અ.પો.કો. નરેશભાઇ ગજાભાઇ
(૧૧) અ.પો.કો. જગદીશસિંહ દીતુભા
(૬) અ.હે.કો. દીનેશભાઇ ધનજીભાઇ
(૧૨) અ.લો.૨, જયેશભાઇ બુટુભાઇ
(૧૩) વુ.પો.કો. શાંતાબેન અંબારામભાઇ