Categories
Ahemdabad crime news News Ahemdabad crime news

ગઈ રથયાત્રા ના સમયે ભીડનો લાભ લઈ સરસપુર ચાર રસ્તા મહીલાઓના ગળામાથી સોનાની ચેઈન ની ચોરી કરેલ ત્રણ મહીલાઓને જડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર.

0 0
Read Time:2 Minute, 9 Second

ગઈ રથયાત્રા સમયે સરસપુર ચાર રસ્તા મહીલાઓના ગળામાથી સોનાના દાગીનાની ચોરી થયેલ હોય. જે અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ.શ્રી વી.કે.દેસાઈ તથા પો.કો. ભાવેશ દ્વારા ચેઈન સ્નેચીંગ કરતી મહીલા આરોપીઓ

(૧) સીમા વા/ઓ રોહિત અશ્વિનભાઇ કડબે ઉવ.૨૨ રહે.બ્લોક નંબર ઇ/૦૦૨, જોગમાયા નગર,

અમરાઇવાડી પોલીસ સ્ટેશન પાછળ, અમરાઇવાડી અમદાવાદ શહેર (૨) જ્યોતિ ઉર્ફે અંકિતા વા/ઓ નિલેશભાઈ પરસોત્તમભાઈ રાઠોડ ઉવ.૪૫ રહે.શિવનગર સોસાયટી, ગોબરભાઈ રબારીના મકાનમાં, જોગણી માતાના મંદિરની પાછળ, રબારી કોલોની પાસે અમરાઇવાડી અમદાવાદ શહેર (૩) કોમલ ર્ડા/ઓ અશોકભાઇ ઉદાભાઇ દંતાણી ઉવ.૨૦ રહે.મહાલક્ષ્મીનગર અમરાઇવાડી પોલીસ

સ્ટેશન પાછળ, અમરાઇવાડી અમદાવાદ શહેરને ન્યુ કોટન ચાર રસ્તા બ્રીજ નીચે જાહેરમાંથી તા.૧૮/૭/૨૦૧૩ ના રોજ ઝડપી લીધેલ

આરોપીઓ પાસેથી સોનાની ચેઇન -૧ જેનું વજન ૧૦.૩૮૦ ગ્રામ કિ.રૂ.૫૧,૯૦૦/-નો મુદ્દામાલ મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આરોપી સને-૨૦૨૩ ની રથયાત્રા સમયે બપોરના સરસપુર ચાર રસ્તા ભીડનો લાભ લઇ રથયાત્રા જોવા માટે આવેલ એક મહિલાને પકડાયેલ ત્રણેય મહિલાઓએ ભેગા મળી ભીડભાડ કરી તે મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ચોરી કરી લીધેલ હોવાની કબૂલાત કરેલ છે. જે બાબતે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ-ગુ.ર.નં ૧૧૧૯૧૦૪૧૨૩૦૫૯૭/ ૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

દુબઇથી સોનાની દાણચોરી કરતા વ્યકિત તથા સોનીની ધરપકડ કરતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ શહેર

0 0
Read Time:4 Minute, 48 Second

ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ. વી.આર.ગોહિલ તથા હે.કો. ભવાનીસિંહ હરૂભા તથા પો.કો. કુલદીપસિંહ બળદેવસિંહ તથા પો.કો. રવિરાજસિંહ મહિપતસિંહ દ્વારા સોનાની દાણચોરી કરતાં આરોપી…(૧) જીગ્નેશ ઉર્ફે જીગર સન/ઓફ ભીખાભાઈ રાઠોડ ઉ.વ.૩૦ રહે, ૬૦૧/એ સમોર હાઈટસ, મુઠીયા ટોલ પ્લાઝાની બાજુમાં નરોડા અમદાવાદ શહેર(૨) કેતનભાઈ હર્ષદભાઈ સોની ઉ.વ.પર રહે, મ.ન. ૪૯૨ નાનશા જીવણની પોળ સાંકળી શેરી માણેકચોક અમદાવાદ શહેરને માણેકચોક સાંકડી શેરી, નાનશા જીવણની પોળના નાકેથી તા.૯/૭/૨૦૨૩ના રોજ ઝડપી લીધેલ છે.આરોપીઓ પાસેથી રોકડ નાણાં રૂ.૪૫,૦૦,૦૦૦/- તથા સોનાના પટ્ટી આકરાના પતરા નંગ-૦૩ જેનુ કુલ વજન ૫૪૬ ગ્રામ ૨૨ મીલીગ્રામ કિ.રૂ. ૩૨,૭૭,૩૨૦/- તથા દિરહામની ચલણી નોટ નંગ-૦૪ કિ.રૂ.૮૦૦/- તથા થેલો નંગ-૧ તથા એપ્પલ કંપનીના મોબાઈલ ફોન નંગ- ૨ કિ.રૂ. ૨,૩૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૮૦,૦૮,૧૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.આરોપી જીગ્નેશ ઉર્ફે જીગરની પૂછપરછ દરમ્યાન અમદાવાદના જયેશ સોની નામના માણસે તેને તથા તેની પત્નિ શીલાને દુબઇ ખાતે સોનું લાવવા માટે મોકલેલ. દુબઇ જવા આવવાની એર ટીકીટ તથા ચાર દિવસ રહેવાનો હોટલ સહિત તમામ ખર્ચ અને આ ટ્રીપ દરમ્યાન રૂ.૨૫,૦૦૦/- આપવાનુ નક્કી થયેલ હતું. દુબઇ ખાતે નીલ હોટલમાં ત્રણેક દિવસ રોકાયેલ દરમ્યાન આ જયેશ સોનીના કહેવા મુજબ તેમનો કોઈ ચેતન ચૌધરી નામનો માણસ હોટલ પર આવી પહેરવા માટે એક વજનદાર બનીયાન તથા એક વજનદાર જાંગીયો આપેલ. તેની પત્નિ શીલા માટે એક વજનદાર સેનેટરી પેડ આપેલ અને આ કપડાઓમાં કેમીકલ મિશ્રિત સોનુ ભેળવેલ હોવાનું જણાવેલ. જે પહેરી બંન્ને પતિ પત્નિ જયેશ સોનીના કહેવા મુજબ દુબઈથી તા. ૧૯/૦૬/૨૩ ના રોજ નીકળી મુંબઈ ઈન્ટરનેશલ એરપોર્ટ પર ઉતરેલા જયાં ઈમીગ્રેશન અને કસ્ટમમાંથી હેમખેમ બહાર નીકળી બોરીવલી રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી સુરત રેલવે સ્ટેશન આવી ત્યાંથી એક વોલ્વો લક્ઝરીમાં બેસી અમદાવાદ આવેલા. તે પછી જયેશ સોનીને દુબઈથી લાવેલ કપડામાં છૂપાવેલ સોનુ તેની પાસેથી લૂંટાઈ ગયેલ હોવાનુ જણાવી તે પછી તેની સાથે પકડાયેલ તેનો મિત્ર કેતનભાઈ સોનીને આપેલ. તેઓએ કપડામાંથી ચોખ્ખુ સોનુ અલગ કરી તેમાંથી કેટલુક સોનુ વેંચી તે પેટે રૂપીયા ૪૫ લાખ આપેલ હોવાનું અને વેચાણ કર્યા પછી બાકી રહેલ ૫૪૬ ગ્રામ ૨૨ મીલીગ્રામનુ સોનુ કેતન સોની પાસેથી મળી આવેલ હોવાનુ જણાવેલ. જે મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

આ સોનાની તસ્કરી બાબતે કસ્ટમ વિભાગમાં જાણ કરવામાં આવેલ છે.આરોપીઓ આ સોનુ ક્યાં સ્વરૂપે લાવેલ હતા? પકડાયેલ કેતન સોનીએ આ સોનુ કઇ રીતે અલગ કરેલ તેમજ રૂપિયા ૪૫ લાખની કિંમતનુ સોનુ કંઇ વ્યક્તિને વેચાણ આપેલ છે. આ સોનુમંગાવનાર જયેશ સોનીનુ આખુ નામ સરનામુ મળી આવેલ ન હોય, તે વ્યક્તિ કોણ છે. તેણે અથવા આ કામે પકડાયેલ જીગ્નેશ તથા તેની પત્નિ અગાઉ જયેશ સોનીના અથવા અન્ય બીજા કોઈના કહેવાથી આ રીતે સોનું લાવેલ છે કે કેમ? તેમજ આ રીતે ગોલ્ડ સ્મગ્લીંગ અંગેનુ ચોક્કસ કોઇ રેકેટ કામ કરે છે કે કેમ? તેમજ આવા રેકેટમાં અન્ય બીજા કોઇ ઇસમો સંડોવાયેલ છે કે કેમ? વિગેરે બાબતે હાલમાં આગળની તપાસ તજવીજ પો.સ.ઇ.શ્રી વી.આર.ગોહિલ ચલાવી રહેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

ઓઢવ માં સોનાની ચેઈન તોડી ચોર ફરાર

1 0
Read Time:47 Second

ઓઢવઃ નટુભાઇ અમથાભાઇ પટણી (ઉ.વ.૬૫) (રહે, નિશીથપાર્ ક આદિનાથનગર જડેશ્વર મહાદેવ પાસે ઓઢવ) તા.૧૪/૦૫/૨ ૦૨૩ કલાક ૬/૦૦ વાગ્યાના સુમારે રહેણાંક નજીક ઉભા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ નટુભાઈ પટણીના ગળામાંથી સોનાની ચેઈન કિમત રૂપિયા ૧,૩૨,૫૦૦/- ખેંચી તોડી લઈ નાસી ગ યા હતા. આ અંગેની ફરીયાદ નટુભાઈ પટણીએ તા.૧૯/૦૫/૨૦૨૩ ના રોજ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.કે.ડામોર ચલાવે છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

સોનાની ચેઇન ખેંચી તોડી લઇ ગયાઃ બાપુનગરઃ

0 0
Read Time:1 Minute, 32 Second

સોનાની ચેઇન ખેંચી તોડી લઇ ગયાઃ બાપુનગરઃ

બાપુનગરઃ કિરણકુમાર વિઠ્ઠલભાઈ પટેલ (ઉ.વ.૩૯) રહે,શ્રીનાથ એવન્યુ દિપક સાયકલની બાજુમાં રઘુનાથ હિન્દી હાઈસ્કુલ ની પાસે બાપુનગર) એ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૦૪/૨૦૧૩ રાતના ૧૦/૦૦ વાગ્યાના સુમારે બાપુનગર રઘુનાથ હિન્દી હાઈસ્કુલની પાસે આવેલ દિપક સાયકલ” ની સામે રોડ ઉપર પોતાના મિત્ર સાથે ચાલતા પસાર થતા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ (૨૫ થી ૩૦ વર્ષના આશરાના) કિરણકુમારના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૯૦,૦૦૦/- ખેંચી તોડી લઇ નાસી ગયા હતા તેમજ સાહેદ ભાવદિપ સગર તા.૨૮/૦૪/૨૦૨૩ રાતના ૧૦/૧૫ વાગ્યાના સુમારે બાપુનગર એપ્રોચ સ્વામીનારાયણ રોડ જલસાગર ફ્લેટ સામે પત્ની સાથે પસાર થઇ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ ભેગામળી ભાવદિપ સગરના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- ખેંચી તોડી લઇ નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.બી.કુંપાવત ચલાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

લૂંટઃ-મણીનગર. લોખંડના પંપ વડે માથામાં ઈજાઓ કરી, જીવણભાઇના ગળામાંથી સોનાની ચેઈન ની લુંટ

0 0
Read Time:1 Minute, 13 Second

લૂંટઃ-મણીનગરઃ જીવણભાઈ શંકરલાલજી જોષી (ઉ.વ.૫૪)(રહે.જાનકીદાસની વાડી મહિપતરામ આશ્રમ સામે સારંગપુર કોટની રાંગ કાગડાપીઠ) તા.૧૦/૦૪/૨૦૨૩ રાતના ૯/૦૦ વાગ્યાના સુમારે મણિનગર આર.આર.એસ ભવન સામેથી એક્ટીવા ચલાવી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક એક્ટીવા ચાલક તેમનો પીછો કરતો હોય એવુ લાગતા જીવણભાઈએ પોતાનુ એક્ટીવા ઉભુ રાખી કેમ પીછો કરો છો તેમ કહેતા એક્ટીવા ચાલકે ઉશ્કેરાઈ જઈ જીવણભાઇને ગડદા-પાટુ તેમજ લોખંડના પંપ વડે માથામાં ઈજાઓ કરી, જીવણભાઇના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- અને શર્ટના ખિસ્સામાંથી રોકડ રૂપિયા ૧૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૫૫,૦૦૦/- મતાની લૂંટ કરી નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ જીવણભાઈ જોષીએ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.વી.દેસાઇ ચલાવે છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %