સમાનતા નુ અતિઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા સમાજ ના સામાજીક કાર્યકરો તેમજ સામાજિક આગેવાનો
પાટણની પવિત્ર ભૂમિ પર પશુ, પક્ષી, પ્રાણીઓ અને સમગ્ર માનવજાત માટે પોતાના દેહનું સ્વેછાએ બલિદાન આપનારા મહામાનવ વિરમેઘ માયા દેવની પ્રવિત્ર ભૂમિ *વિરમાયાં ટેકરી, પાટણ ખાતે વિરમાયાં સ્મારક સંકુલમાં આજે અનુસૂચિત જાતિના વર -કન્યાના અનોખા લગ્ન યોજાયી ગયા. *લંકાની લાડી અને ઘોઘાના વર* જેવા આ અનોખા લગ્નમાં કન્યા રાજસ્થાનની અનુસૂચિતજાતિ (વણકર સમાજ )ની અને વર પાટણ જિલ્લાના હારીજ તાલુકાના રવિન્દ્રા ગામના અનુસૂચિત જાતિ (રોહિત સમાજ)ના… આ લગ્નમાં રવિન્દ્રાથી રોહિત સમાજની જાન વિરમાયાં સ્મારક સંકુલમાં આવી પહોંચતા વિરમાયાં સ્મારક સંકુલ ના ધીરજભાઈ સોલંકી, અમરતભાઈ વૈષ્ણવ, ઈશ્વરભાઈ પરમાર, મહેશભાઈ જાદવ, પાટણ ના વકીલ શ્રી ડૉ.મનોજભાઈ પરમાર, કમલેશભાઈ વણકર (કોમ્પ્યુટર ગુરુ )તેમજ પાટણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને રોહિત સમાજના અગ્રણી પ્રવીણભાઈ રાઠોડ, નવસર્જન ટ્રસ્ટ ના નરેન્દ્રભાઈ પરમાર, મોહનભાઇ પરમાર, ગાંધીનગર રોહિત સમાજના અગ્રણી નાનજીભાઈ પરમાર અમરતભાઈ પરમારે મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું….. આ કાર્યક્રમમાં ખાસ હાજર રહેલા પાટણ શહેરના વાલ્મિકી સમાજના અગ્રણીઓ સર્વશ્રી રામભાઈ વાલ્મિકી, દિનેશભાઇ સોલંકી, અમરતભાઈ વાલ્મિકી,નરોત્તમભાઈ વાલ્મિકી બાબુભાઇ, કિશોરભાઈ નૈયા વગેરે હાજર રહી આ અનોખા લગ્નની ગૌરવપૂર્ણ ગરિમામય *સમાનતા દર્શક લગ્ન* ની શોભામાં અભીવૃદ્ધિ કરી હતી. વિર માયાંટેકરી, પાટણ ખાતે અમોએ *કોરોના સમય કાળ* થી શરુ કરેલ *સાદાઈ થી લગ્ન* નો આજે – 19=(ઓગણીસ )મોં લગ્ન પ્રસંગ હતો. આ લગ્ન વ્યવસ્થાની સમગ્ર અનુસૂચિત જાતિ પર ખુબજ સુંદર પ્રેણાદાયી છાપ પડી છે. જેના કારણે ઘણા પરિવારો અમારો આ સુંદર પ્રયાસને બિરદાવે છે અને પ્રત્યક્ષ- પરોક્ષ રીતે સંપર્ક કરી આ મોંઘવારીમાં સમાજને આર્થિક બોજમાંથી બચાવવાંના યજ્ઞમાં સેવાની આહુતિ અમારા આ પ્રયાસને બિરદાવી સાદાઈ થી લગ્ન કરવાની આ વ્યવસ્થા મજબૂત રીતે આગળ વધી સમાજની પરંપરા જ થઇ જાય તેવા પ્રયત્નો કરવાની ખાત્રી આપે છે. આજનો આ લગ્ન પ્રસન્ન અનેક રીતે અનોખો અને ખાસ કરીને અનુસૂચિતજાતિ ની એકતા માટેનો અનેરો પ્રસંગ બની રહ્યો હતો. આ પ્રસંગે મહારાજ તરીકે ધાર્મિક વિધિ શ્રીમાળી ગરો -બ્રાહ્મણ સમાજના સરઢવના મુકુંદભાઈ તપોધને સેવા આપી હતી. વિરમાયાં ટેકરીપાટણ ખાતે લગ્ન બિલકુલ સામાન્ય ખર્ચ માં થઇ જાય છે. અંદાજે પાંચ હજારથી પંદર હજાર રૂપિયા જેટલા જ થાય છે. જે ખુબજ નોંધવા જેવી બાબત છે. વિરમાયાં ટેકરી, પાટણ ખાતે યોજાતા વિવિધ કાર્યક્રમોથી વિરમાયાં સ્મારક સંકુલના સ્વપ્ન દ્રસ્ટાઓના *હેતુ પરિપૂર્ણ થાય છે.*