સુભાષબ્રીજ સર્કલથી ફીલ્મી ઢબે પીછો કરી શાહીબાગ રાણી સતીના મંદિર આગળથી ક્રેટા કારમાં ઇંગ્લી શ દારૂ/બિયરની બોટલ નંગ-૭૩૦ તથા કાર નંગ-૧ મળી કુલ રૂ. ૭,૮૪,૫૬૦/- ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આ પવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટરશ્રી એ.ડી.પરમારની ટીમ ના પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા તથા પો.સ.ઇ.શ્રી પી. એચ.જાડેજા તથા હે.કો. ઇમરાનખાન અબ્દુલખાન તથા પો.કો. શૈલેષભાઇ ચમનભાઇ દ્વારા આગામી રથયાત્રા અનુસં ધાને પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન સુભાષબ્રીજ સર્કલ ખાતે ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ સફેદ કલરની ક્રેટા કાર નં. જીજે-૨૫- જે-૯૬૪૫ ચાંદખેડાથી અસારવા તરફ જવાની બાતમી આધારે વોચમાં હતાં. ચીમનભાઇ બ્રીજ તરફથી આવતા સદર કારના ચાલકે તેની ગાડી પૂરપાટ ઝડપે વાડજ તરફ લઈ ભાગતાં સદર કારનો પીછો કરી શાહીબાગ રાણી સતીના મંદિર આગળ કા રનો ડ્રાઈવર રોડ પર કાર ઉભી કરી તેની સાથેનો એક વ્યક્તિ
ભાગવા લાગેલ જે પૈકી સાથેના આરોપી અમરત વક્તાજી પ્રજાપતિ ઉવ. ૪૮ રહે, ૭૨૦ પ્રાચીદાસનો વાસ મ્યુનિસિપલ દવાખાન પાસે અસારવા અમદાવાદ શહેરને ઝડપી લીધેલ.
કારમાંથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલ/બીયર નંગ-૭૩૦ જેની કુલ કિ.રૂ. ૮૨,૦૬૦/- તથા મોબાઈલ ફોન નંગ ૨ કિ.રૂ. ૨૫૦૦/- તથા કાર નંગ-૧ – કિ.રૂ.૭,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ .રૂ. ૭,૮૪,૫૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ( ઇ), ૮૧,
૧૧૬(બી), ૯૮(૨) મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીનો ગુનાહીત ઇતીહાસ
- આરોપી અગાઉ શાહીબાગ પો.સ્ટે. • આરોપી અગઉ માધુપુરા પો.સ્ટે.માં ઈંગ્લીશ દારૂના ૦૨ ગુનાઓ માં પકડાઇ ચૂકેલ છે,
- આરોપી ૦૨ વખત પાસા અટકાયતી તરીકે રાજકોટ જેલ તથા ભાવનગર જેલમાં રહેલ છે.
રિપોર્ટર ભરત ઠાકોર