Categories
Ahemdabad crime news

નરોડા :: રૂપિયા ૧૫,૦૦૦/- લુંટ નો બનાવ

0 0
Read Time:56 Second

નરોડાઃ કલ્પેશભાઈ ભુપેન્દ્રભાઈ જાની (ઉ.વ.૪૬) (રહે. અશ્વમેઘ સોસાયટી ગાયત્રી વિદ્યાલયની બાજુમાં નરોડા) એ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૯/૦૮/૨૦૨૩ સાંજના ૫/૧૫ વાગ્યાના સુમારે નરોડા ખારીકટ-૧ કેનાલની પાસે મધુવન સોસાયટી સામે બહુચર ટ્રેડર્સ કે.સી.૧ નજીક અમુલ પાર્લર ખાતે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષોએ કલ્પેશભાઈ જાનીના પુત્ર સાથે બોલાચાલી કરી હાથની આંગળી ઉપર છરો મારી ઈજા કરી પાર્લરના ડ્રોવરમાંથી આશરે રોકડ રૂપિયા ૧૫,૦૦૦/- લુંટ કરી નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ. એસ.ટી.દેસાઇ ચલાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ વિસ્તારમાં મોટી લુંટને અંજામ આપે તે પ હેલાં મોરબી તાલુકા પો.સ્ટે. ના લુંટ વીથ મર્ડરના ગુનામાં આજીવન કેદના જમ્પ અને ક્રાઈમ બ્રાન્ચ ખાતે હથીયારના ગુનામા વોન્ટેડ આરોપીને ગેરકાયદેસર હથીયાર નંગ-૦૩ તથા કારતુસ નંગ-૧૨ સાથે પકડી લેતી અમદાવાદ શહેર ક્રા ઈમ બ્રાન્ચ

0 0
Read Time:2 Minute, 48 Second

અખિલેશ ઉર્ફે દલવીરસીંગ સન/ઓફ ઉદયસીંગ ભદોરીયા ઉવ. ૪૦ રહે, ગામ. હરપાલકા પુરા પચેરા તા. મહેગાંવ પોસ્ટ. પાલી જી. ભીંડ મધ્યપ્રદેશને મેમકો આનંદ હોસ્પિટલ થી ઝડપી લીધેલ છે.

આરોપીના કબ્જામાંથી દેશી તમંચા નંગ – ૦૨ કિ.રૂ. ૨૦,૦૦૦/- તથા પિસ્તોલ નંગ-૦૧ કિ.રૂ. ૨૫,૦૦૦/- તથા કારતુસ નંગ – ૧૨ કિ.રૂ. ૧૨૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૪૬૨૦૦/- ના હથીયાર સાથે મળી આવતા ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-બી ૧૧૧૯૧૦૧૧૨૩૦૧૫૬/૨૦૨૩ ધી આર્મ્સ એક્ટ

કલમ : ૨૫(૧)(બી-એ), તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની પુછપરછ દરમ્યાન આજથી આશરે વીસ એક દિવસ પહેલાં મ.પ્ર. રાજ્યના ભીંડ ગોરમી ખાતે ઘરવખરીનો સામાન લેવા ગ યેલ ત્યાં એક અજાણ્યા માણસે હથીયાર આપવાની વાત ક રતાં તેણે તમંચા નંગ – ૨ તથા પિસ્તોલ નંગ – ૧ તથા કાર તુસ નંગ – ૧૨ મ.પ્ર. ના ભીંડ જીલ્લાના ગોરમી ગામના એક છોકરા રૂ.૩૫,૦૦૦/- માં ખરીદ કરેલ હોવાનુ જણાવેલ છે.

પકડાયેલ આરોપી મ.પ્ર. રાજ્ય તથા ગુજરાત રાજ્યમાં લુંટ તથા ધાડના ગુનાઓમાં પકડાયેલ હોય અને અમુક ગુનાઓમાં વોન્ટ ડ હોય જેથી આરોપીના જુના સાગરીતો સાથે મળીને દાવાદ શહેરમાં તેમજ અન્ય શહેરોમાં ફાયરીંગ કરી લુટને અંજામ આપવાના ઈરાદે મ.પ્ર. રાજ્યમાંથી હથીયારો લઈને આવેલ હોવાનું તપાસ દર મ્યાન જાણવા મળેલ છે.

  • મોરબી તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૦૨/૧૦ ઈપીકો કલમ ૩૯૫, ૩૯૬ તથા આર્મ્સ એક્ટ કલમ : ૨ ૫(૧)(બી-એ) મુજબ
  • સને – ૨૦૦૮ માં ઓઢવ પો.સ્ટે. માં રૂ. ૮ લાખની લુંટના ગુનામાં પકડાયેલ છે.
  • સને – ૨૦૦૮ માં પાલનપુર ખાતે રૂ. ૧૨ લાખની લુંટના ગુનામાં પકડાયેલ છે.
  • સને ૨૦૧૧ માં પાટણ ખાતે ઘાડની કોષિશના ગુનામાં પકડાયેલ છે. • સને ૨૦૧૧ માં જામનગર ખાતે ઘાડની કોષિશના ગુનામા પકડાયેલ છે.
  • સને ૨૦૧૧ માં રાજપીપળા ખાતે દોઢ લાખ સોનાના દાગી નાની લુંટના ગુનામાં

પકડાયેલ છે. • સને – ૨૦૧૧ માં વિરમગામ પો.સ્ટે. ખાતે પોલીસ ઉપર હુમલો કરવાના ઈપી.કો.

કલમ ૩૦૭ મુજબના ગુનામાં પકડાયેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

લૂંટઃ-મણીનગર. લોખંડના પંપ વડે માથામાં ઈજાઓ કરી, જીવણભાઇના ગળામાંથી સોનાની ચેઈન ની લુંટ

0 0
Read Time:1 Minute, 13 Second

લૂંટઃ-મણીનગરઃ જીવણભાઈ શંકરલાલજી જોષી (ઉ.વ.૫૪)(રહે.જાનકીદાસની વાડી મહિપતરામ આશ્રમ સામે સારંગપુર કોટની રાંગ કાગડાપીઠ) તા.૧૦/૦૪/૨૦૨૩ રાતના ૯/૦૦ વાગ્યાના સુમારે મણિનગર આર.આર.એસ ભવન સામેથી એક્ટીવા ચલાવી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક એક્ટીવા ચાલક તેમનો પીછો કરતો હોય એવુ લાગતા જીવણભાઈએ પોતાનુ એક્ટીવા ઉભુ રાખી કેમ પીછો કરો છો તેમ કહેતા એક્ટીવા ચાલકે ઉશ્કેરાઈ જઈ જીવણભાઇને ગડદા-પાટુ તેમજ લોખંડના પંપ વડે માથામાં ઈજાઓ કરી, જીવણભાઇના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- અને શર્ટના ખિસ્સામાંથી રોકડ રૂપિયા ૧૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૫૫,૦૦૦/- મતાની લૂંટ કરી નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ જીવણભાઈ જોષીએ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.વી.દેસાઇ ચલાવે છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %