પાટણ શહેર માં ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ મકાન સહાય ના ત્રીજા હપ્તાના ચેક જમા કરાવવાના અવેજ પેટે સુનિલકુમાર ખોડાભાઈ ચૌધરી , ઉ.વ.૨૮ , સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ-૩ પાટણ. જે ફરિયાદી પાસે સુનિલકુમાર ખોડાભાઈ ચૌધરી , સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3 ના અધિકારીએ રૂપિયા ૫,૦૦૦ ની લાંચની માંગણી કરેલ હતી . જે લાંચ ની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી. નો સંપર્ક કરતા ફરીયાદી ની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનું આયોજન કરતાં આ સમાજ કલ્યાણ નિરીક્ષક ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૫,૦૦૦/- લાંચની માંગણી કરી, રૂા.૫,૦૦૦/- સ્વીકારી સ્થળ ઉપરથી ACB એ રંગે હાથ ઝડપી પાડયા
આરોપી સુનિલકુમાર ખોડાભાઈ ચૌધરી , ઉ.વ.૨૮ , સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ-૩ પાટણ.
ટ્રેપનું સ્થળ :- જીલ્લા પંચાયત કચેરી પાટણ
નોંધ :-આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરીઆગળની કાર્યવાહી હાથ ધરેલ છે.ટ્રેપીંગ અધિકારીશ્રી :- શ્રી જે.પી સોલંકી., પો.ઇન્સ. એ.સી.બી. પાટણ સુપરવીઝન અધિકારીશ્રી :-શ્રી કે.એચ.ગોહીલ, મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ.