Categories
Ahemdabad crime news

અમદાવાદ ના ચાંદખેડા આઇ.ઓ.સી રોડ પર સ્નેહપ્લાઝા ચાર રસ્તા પાસે સોના ગ્રુપ ટ્યુશન ના માલિક ની કરતૂત આવી સામે

0 1
Read Time:4 Minute, 17 Second

અમદવાદઃ ફરિયાદી ની ફરિયાદ અનુસાર ગઇ તા-૦૬/૦૯/૨૦૨૩ ના રોજ ફરિયાદી તેના પિતા સાથે ચાંદખેડા આઇ.ઓ.સી રોડ સ્નેહપ્લાઝા ચાર રસ્તા વિપુલ સ્વીટસની ઉપર આવેલ સોના ગ્રુપ ટ્યુશન પ્રકાશભાઇ સોલંકીના ત્યાં ધોરણ -૧૨ આર્ટસનુ ગ્રુપ ટ્યુશનમા વિદ્યાર્થી એ એડમીશન લીધેલ તેમજ સાથે ત્રણ વિષયમાં પર્સનલ ટ્યુશન પણ ચાલુ કરેલ જેમા ગ્રુપ ટ્યુશનનો સમય સાંજના છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો તેમજ પર્સનલ ટ્યુશનનો સમય સવારના અગિયાર વાગ્યાથી બાર વાગ્યા સુધીનો છે અને આ ટયુશન બાબતે આ ફરિયાદી વિદ્યાર્થી એક દિવસ અગાઉ તેના પપ્પા સાથે સોના ગ્રુપ ટ્યુશન ના પ્રકાશભાઇ સોલંકી ને ટયુશન બાબતે મળવા ગયેલ ત્યારે પ્રકાશભાઇએ જણાવેલ કે હું રેકી અને હીલીંગ કરુ છુ જે શરીર ના સાત ચોઁ જાગ્રુત કરે છે ત્યારે આ સોના ગ્રુપ ટ્યુશન ના પ્રકાશભાઇ સોલંકી એ વિદ્યાર્થી ને માથા ઉપર તેમજ ગળાના ભાગે હાથ મુકી રેકી કરેલ અને આ તેજ દિવસે સાંજના છ વાગ્યાના સુમારે ગ્રુપ ટ્યુશનમા જવાનુ ચાલુ કરી દિધેલ અને બીજા દિવેસ જન્માષ્ઠમી હોય ટુશનમા રજા હતી.

આરોપી :: પ્રકાશભાઇ સોલંકી

આજરોજ સવારના અગિયાર વાગ્યાના સ્નેહપ્લાઝા ચાર રસ્તા સોના ગ્રુપ ટ્યુશન માટે દિકરી ના પિતા મુકવા આવેલ ત્યારે પ્રકાશભાઇ સોલંકી હાજર હતા નહિ જેથી આ ત્યા બીજું ગ્રુપ ટ્યુશન ચાલતુ હોય હું ત્યા બેસેલ બાદ દસેક મીનીટ પછી આ પ્રકાશભાઇ સોલંકી આવી ગયેલ અને તેઓએ વિદ્યાર્થી ને ઓફીસમા બોલાવેલ જેથી અને ટયુશનના ટાઇમ ટેબલ વિશે પુછતા તેઓએ વિદ્યાર્થી ને ઓફીસમા બેસીને વાત કરવાનું જણાવેલ જેથી આ ફરીયાદી વિદ્યાર્થી તેમની ઓફીસમા ગયેલ અને ત્યા બેસેલ ત્યારે આ પ્રકાશભાઇ વિદ્યાર્થી જણાવેલ કે “તુમ મુજે અપના ફ્રેન્ડ સમજો પર્સનલ સે પર્સનલ બાત શેર કર શકતી હો” તેમ કહેતા તેઓને ટાઇમ ટેબલ લખાવવાનુ કહેલ અને વિદ્યાર્થી પર્સનલ વાતો વિશે પુછવાનુ ચાલુ કરેલ અને પ્રકાશભાઇ એ જણાવેલ કે “આજ મે ફીરસે રેકી દે રહા હું” તેમ કહી ફરિયાદી ના માથા ઉપર હાથ મુકી કોઇ મંત્ર બોલવા લાગેલ બાદ અચાનક જ પ્રકાશભાઇએ ફરિયાદી મરજી વિરુધ્ધ ડ્રેસના ગળાના ભાગેથી હાથ નાખી છાતી દબાવવા લાગેલ અને માથાના ભાગે બે વાર કીસ કરી બાહોમા લઇ લીધેલ અને વાંરવાર હાથ પકડી આપણે દોસ્ત છીએ તેમ કહેવા લાગેલ અને ફરિયાદી ને જણાવેલ કે મારે તારા કપડા કાઢી બરાબર ચેક કરવુ પડશે તેમ કહી ફરિયાદી બીજા રૂમમા આવવાનું કહેલ જેથી ફરિયાદી એ ના પાડી દિધેલ ત્યારે ફરીથી તે ને ફરીયાદી નો હાથ પકડી આપણે દોસ્ત છીએ આ વાતની જાણવી
આમ તમામ હકીકત આ પીડિત વિદ્યાર્થી એ તેના પિતા ને જણાવી અને ચાંદખેડા પોલીસ સ્ટેશન માં આ સોના ગ્રુપ ટ્યુશન ના પ્રકાશભાઇ સોલંકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે ચાંદખેડા પોલીસ આ આરોપી ને પકડી ને આગળ ની કાર્યવાહી હાથ ધરી

Happy
Happy
0 %
Sad
Sad
29 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
71 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

ગાડી મેરે બાપ કી હૈ પર રોડ નહિ અમદાવાદ પોલીસ ની ઉમદા કામગીરી

0 0
Read Time:3 Minute, 5 Second

અમદાવાદમાં જાેખમી સ્ટંટ કરનારા નબીરાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. શહેરના એસ. જી હાઇવે, સિંધુભવન રોડ અને રીંગ રોડ નબીરાઓની ગુનાહિત પ્રવૃત્તિઓનો એક અડ્ડો બની ગયો છે. જેનું વધુ એક ઉદાહરણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ એક વીડિયો આપી રહ્યું છે. પરંતુ પોલીસે અમદાવાદમાં જાેખમી સ્ટંટ કરનારા નબીરાઓને પકડીને પાઠ ભણાવ્યો હતો. આરોપીઓને “ગાડી મેરે બાપ કી હૈ, પર રોડ નહી”ના પ્લે કાર્ડ આરોપીઓના હાથમાં પકડાવીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. મર્સિડીઝ કાર પર સ્ટંટ કરનારા નબીરાઓને પોલીસે પાઠ ભણાવ્યા હતા.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના સિંધુભવન રોડ પર કારમાં સ્ટંટ કરવાની એક ઘટના સામે આવી છે. ફેબ્રુઆરી મહિનામાં સ્ટંટ કરતો વીડિયો વાઇરલ થયો હતો, જેના કારણે પોલીસ સતર્ક બની ગઈ હતી. વાઇરલ વીડિયોને આધારે સરખેજ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી. જાે કે પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવી છે. જેમાં ત્રણથી ચાર જેટલી કારમાં કારના કાચ ખોલી મોટા અવાજે લાઉડસ્પીકર પર ગીતો વગાડતા યુવાનો નજરે પડી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોને લઈ સરખેજ પોલીસે તાબડતોડ ફરિયાદ નોંધી ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. સાથે સાથે પોલીસે વીડિયોમાં સ્ટંટ માટે ઉપયોગમાં લેવાયેલ કારને પણ જપ્ત કરી છે. પોલીસે સમગ્ર કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ ઘટનામાં સામેલ મુખ્ય આરોપી જુનેદ મિર્ઝાની ધરપકડ કરી છે.

પોલીસે જુનેદ મિર્ઝાને સાથે રાખી સિંધુભવન રોડ પર રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ફેબ્રુઆરી મહિનામાં સિંધુભવન રોડ પર ચાર કારમાં સ્ટંટ કરવામાં આવ્યો હતો. પોલીસે ચાર્જશીટ ફાઈલ કર્યા બાદ તપાસમાં વધુ ખુલાસા થયા હતા. જે તે સમયે આરોપીઓએ અધૂરી વિગતો આપી હોવાનું ખુલ્યું હતું. પોલીસે નબીરાઓના હાથમાં ‘મર્સિડીઝ મારા બાપની પણ રોડ નહીં’નું પોસ્ટર પકડાવાયું હતું. તમામ સ્ટંટબાજાે જુહાપુરાના છે. તમામ આરોપીઓના નામ આસીફ અલી, અઝીમ શેખ, શાહ નવાઝ શેખ, સમીર ખાન છે. પોલીસે સ્ટંટમાં વપરાયેલી કાર પણ કબજે કરી હતી. જુનૈદ મિર્ઝા નામના નબીરાની પણ પોલીસે અટકાયત હતી. નબીરાઓ પાંચથી છ કાર સાથે સ્ટંટ કરતા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %