Categories
Ahemdabad crime news News Ahemdabad crime news

ગઈ રથયાત્રા ના સમયે ભીડનો લાભ લઈ સરસપુર ચાર રસ્તા મહીલાઓના ગળામાથી સોનાની ચેઈન ની ચોરી કરેલ ત્રણ મહીલાઓને જડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર.

0 0
Read Time:2 Minute, 9 Second

ગઈ રથયાત્રા સમયે સરસપુર ચાર રસ્તા મહીલાઓના ગળામાથી સોનાના દાગીનાની ચોરી થયેલ હોય. જે અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ.શ્રી વી.કે.દેસાઈ તથા પો.કો. ભાવેશ દ્વારા ચેઈન સ્નેચીંગ કરતી મહીલા આરોપીઓ

(૧) સીમા વા/ઓ રોહિત અશ્વિનભાઇ કડબે ઉવ.૨૨ રહે.બ્લોક નંબર ઇ/૦૦૨, જોગમાયા નગર,

અમરાઇવાડી પોલીસ સ્ટેશન પાછળ, અમરાઇવાડી અમદાવાદ શહેર (૨) જ્યોતિ ઉર્ફે અંકિતા વા/ઓ નિલેશભાઈ પરસોત્તમભાઈ રાઠોડ ઉવ.૪૫ રહે.શિવનગર સોસાયટી, ગોબરભાઈ રબારીના મકાનમાં, જોગણી માતાના મંદિરની પાછળ, રબારી કોલોની પાસે અમરાઇવાડી અમદાવાદ શહેર (૩) કોમલ ર્ડા/ઓ અશોકભાઇ ઉદાભાઇ દંતાણી ઉવ.૨૦ રહે.મહાલક્ષ્મીનગર અમરાઇવાડી પોલીસ

સ્ટેશન પાછળ, અમરાઇવાડી અમદાવાદ શહેરને ન્યુ કોટન ચાર રસ્તા બ્રીજ નીચે જાહેરમાંથી તા.૧૮/૭/૨૦૧૩ ના રોજ ઝડપી લીધેલ

આરોપીઓ પાસેથી સોનાની ચેઇન -૧ જેનું વજન ૧૦.૩૮૦ ગ્રામ કિ.રૂ.૫૧,૯૦૦/-નો મુદ્દામાલ મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આરોપી સને-૨૦૨૩ ની રથયાત્રા સમયે બપોરના સરસપુર ચાર રસ્તા ભીડનો લાભ લઇ રથયાત્રા જોવા માટે આવેલ એક મહિલાને પકડાયેલ ત્રણેય મહિલાઓએ ભેગા મળી ભીડભાડ કરી તે મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ચોરી કરી લીધેલ હોવાની કબૂલાત કરેલ છે. જે બાબતે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ-ગુ.ર.નં ૧૧૧૯૧૦૪૧૨૩૦૫૯૭/ ૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવામાં રથયાત્રા પહેલા સરખેજ વિસ્તારમાં ઇંગ્લીશ દારૂ નો મોટો મુદ્દામાલ અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ પકડી પડ્યો

0 0
Read Time:6 Minute, 20 Second

સરખેજ વિસ્તારમાં ગોલ્ડન કોમ્પલેક્ષમાં આવેલ ગોલ્ડન ડેકોરેશનની જગ્યામાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ- ૧૨૪૫ તથા બિયરના ટીન નંગ-૯૬ મળી જેની કુલ કિ.રૂ. ૧,૪૯,૯૭૬/- વાહન નંગ ૪ તથા મો.ફોન નંગ -૪ મળી કુલ્લે કિ.રૂ. ૨૦,૧૯,૯૭૬ ના મુદ્દામાલ સાથે વોન્ટેડ અલ્તાફ ઉર્ફે કઠીયારા સહિત પાંચ

વ્યક્તિઓને પકડી પાડતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ.

આગામી રથયાત્રા અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટરશ્રી એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા સ્ટાફના માણસો એ.એસ.આઇ. જયેશ ધર્મરાજ તથા હે.કો. મહેન્દ્રસિંહ વેલુભા તથા હે.કો. ઈમરાનખાન અબ્દુલખાન તથા પો.કો. શૈલેષભાઇ ચમનભાઇ તથા પો.કો. અલ્પેશભાઇ વાઘુભાઇ દ્વારા પ્રોહી. ડ્રાઇવ અનુસંધાને ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા આરોપીઓ.. (૧) અલ્તાફહુસેન ઉર્ફે કઠીયારો અબ્દુલરશીદ શેખ ઉવ.૪૪ રહે, ૬૭૪/સી મોચીઓળ દિલ્લી

દરવાજા અંદર ફતેહ મસ્જીદ પાસે દરીયાપુર અમદાવાદ શહેર (૨) મોહંમદસલીમ એહમદભાઈ શેખ ઉવ.૪૦ રહે, ૮ ગોલ્ડન હાઉસ રાણા સોસાયટીની સામે સરખેજ ગામ સરખેજ અમદાવાદ શહેર

(૩) રોહિત બેચરલાલ ડામોર ઉવ.૨૧ રહે, બોરકાપાની ગામ.તલૈયા તા. બિચ્છીવાડા જી. ડુંગરપુર રાજસ્થાન

(૪) સુંદર હુરજી મીણા (અહારી) ઉવ.૩૫ રહે, માલીફલા ગામ. સરેરા તા. નવાગામ જી. ઉદેપુર રાજસ્થાન (૫) રવિન્દ્ર મણીલાલ ભગોરા ઉવ.૨૫ રહે, કેલાવાડા ગામ. સરોલી તા. ખેરવાડા જી. ઉદેપુર રાજસ્થાનને સરખેજ ગામ રોડ રાણા સોસાયટીની સામે આવેલ ગોલ્ડન કોમ્પલેક્ષમાં આવેલ ગોલ્ડન ડેકોરેશનની ખુલ્લી જગ્યાંથી ઝડપી લીધેલ છે.

આરોપીઓ પાસેથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ- ૧૨૪૫ તથા બિયરના ટીન નંગ-૯૬ મળી જેની કુલ કિ.રૂ. ૧,૪૯,૯૭૬/- તથા મો.ફોન નંગ-૦૪ કિ.રૂ.૧,૨૦,૦૦૦/- તથા વાહન નંગ-૪ કિ.રૂ.૧૭,૫૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૨૦,૧૯,૯૭૬/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૩૦૧૭૮/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ- ૬૫(એ) તથા (ઈ), ૮૧, ૧૧૬(બી), ૯૮(૨) મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલ છે.

આરોપી અલ્તાફ ઉર્ફે કઠીયારાને ગોલ્ડન ડેકોરેશનની જગ્યા છેલ્લા એક માસથી બબલુ અબ્બાસભાઈ મોમીન પાસેથી દારૂની એક પેટીના કમિશન પેટે ભાડે રાખેલ. તે જગ્યાએ અલ્તાફ ઉર્ફે કઠીયારાએ બેચરલાલ વેલાભાઈ ડામોર તથા કાંતીભાઈ ડામોર રહે, ચુંદાવાડા પાસેથી દારૂ-બિયરનો જથ્થો મંગાવતાં બેચરલાલ અને કાંતીભાઈ ડામોર નાએ ભરત ઉર્ફે લંગડા ઉદાજી ડામોરના તલૈયા ના ઠેકાથી લોશન કલાલની XUV કારમાં ડ્રાઈવર રાજુને ભરી આપતાં આરોપી રોહિત ડામોર ઈકો ગાડીના ડ્રાઈવર કાલુ સાથે પાયલોટીંગ કરી અલ્તાફ કઠીયારાને સરખેજ ગોલ્ડન ડેકોરેશનવાળી જગ્યાએ આપવાનું જણાવતાં ઈકો ગાડીમાં પાયલોટીંગ સાથે અમદાવાદ આવેલા અને અલ્તાફ

કઠીયારાની ઉપરોક્ત જગ્યાએ વાહનોમાં દારૂનો જથ્થો સગે વગે કરતા હતાં. તે દરમ્યાન પાંચેય આરોપીઓ પકડાઈ ગયેલ હોવાનું જણાવેલ. આ કામે વોન્ટેડ આરોપીઓ (૧) બેચરભાઈ વેલાભાઈ ડામોર રહે, બોરકાપાની

ગામ,તલૈયા તા. બિચ્છીવાડા જી. ડુંગરપુર રાજસ્થાન તથા (૨) કાંતીભાઈ ડામોર રહે, ચુંદાવાડા રાજસ્થાન તથા (૩) ભરત ઉર્ફે લંગડોં ઉદાજી ડાંગી રહે, માવલી હાલ રહે, ઉદેપુર રાજસ્થાન તથા (૪) રાજુ રહે, સલુમ્બર જી. ઉદેપુર રાજસ્થાન તથા (૫) કાલુ રહે, ચુંદાવાડા રાજસ્થાન તથા (૬) લોશન કલાલ રહે, બિચ્છીવાડા રાજસ્થાન તથા (૭) બબલુ અબ્બાસખાન મોમીન રહે, સિપાઈવાસ સરખેજ અમદાવાદની ધરપકડ કરવાની આગળની વધુ તપાસ પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા ચલાવી રહેલ છે.

આરોપી અલ્તાફહુસેન ઉર્ફે કઠીયારાનો ગુનાહીત ઇતીહાસ

(૧) ડી.સી.બી. પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં. ૫૦૬૨/૧૭ પ્રોહી. કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૮૧ (૨) અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પ્રોહી. ના ચાર ગુનાઓમાં તથા શાહીબાગ પો.સ્ટે. માં પ્રોહી. ના એક ગુનામાં તથા માધુપુરા પો.સ્ટે. માં પ્રોહી. ના ત્રણ ગુનામાં તથા વટવા પો.સ્ટે. માં પ્રોહી. ના બે ગુનાઓમાં તથા દરીયાપુર પો.સ્ટે. માં રાયોટીંગના ગુનામાં પકડાયેલ છે. વોન્ટેડ:- માધવપુરા પો.સ્ટે. પાર્ટ -સી ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૦૨૩૦૦૪૮/૨૦૨૩ પ્રોહી. કલમ

૬૫(એ)(ઈ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી) મુજબના SMC એ દાખલ કરેલ ગુનામાં વોન્ટેડ

છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %