અમદાવાદ ના શાહે-આલમ ટોલ નાકા પાસે બાળકો ભણવાની ઉંમરે આવતા જતા વાહનો માં ભીખ માગતા જોવા મળેલ છે,
આ વીડિઓ જોયા બાદ અનેક સવાલો ઉભા થયા છે…કોણ છે આ મહિલા અને બાળકો જે ભીખ માંગી રહ્યા છે…?
શું ગુજરાત ની સામાજિક સંસ્થાઓ, બાળકો માટે કામ કરતી સંસ્થાઓ, પોલીસ વિભાગ સહિત ગુજરાત ની સુરક્ષા એજન્સીઓ આ વીડિયોમાં અને ફોટામાં જોવા મળતી યુવતીઓ અને બાળકો ની કોઈ ઊંડાણ પૂર્વક તપાસ કરશે કે કેમ…?
શું રથયાત્રા પૂર્વે એક નાની ચુક ગુજરાત નું અને સુરક્ષા એજન્સીઓ નામ બગાડી શકે…?
શું કોઈ આ મજબૂર યુવતીઓ ઓ અને માસૂમ બાળકો પાસે જબરજસ્તી ભીખ માંગવાનું કામ કરાવે છે કે શું..?
આ બાળકો અને મહિલાઓ દેશ નાગરીક છે કે કેમ એ ની તપાસ કોણ કરશે…? આ માહિતી ઉચ્ચ અધિકારીઓ પાસે મિડિયા ના માધ્યમ થી કે સોશિયલ મીડિયાના માધ્યથી પહોંચશે એટલે જો શંકાસ્પદ અને અન્ય કોઈ કારણ હશે તો આવતી કાલ થી આ ભીખ માંગતા બાળકો અને યુવતીઓ થોડા દિવસ ગાયબ થઈ જશે એવું બની શકે…?
રિપોર્ટર ભરત ઠાકોર