Categories
Gujarat

ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં દ્વિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન

0 0
Read Time:3 Minute, 37 Second

ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં દ્વિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન

           રાજ્યનાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજથી ૨૦ વર્ષ પહેલાં આરંભાયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકામાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. તા. ૧૨ અને ૧૩ જૂન દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમ અંતર્ગત તાલુકાની ૧૧૧ પ્રાથમિક શાળાઓને ૧૨ રૂટમાં વહેંચી દેવામાં આવી હતી. સરકારશ્રી દ્વારા નિયુક્ત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને તેમની સમગ્ર ટીમે નિયત શાળાઓમાં ઉપસ્થિત રહીને ધોરણ-૧, બાલવાટિકા તથા આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને વિધિવત પ્રવેશ કરાવ્યો હતો. 
           તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ગુજરાત સ્ટેટ મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લીમીટેડ, ગાંધીનગરનાં મેનેજીંગ ડીરેક્ટર પી.ડી.પલસાણા (આઈ.એ.એસ.), ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર, ફાર્મસ વેલ્ફેર એન્ડ કોર્પોરેશન, ગાંધીનગરનાં કે.આર.ભટ્ટ (ડી.એસ.), પ્રાંત અધિકારી સી.કે. ઉંધાડ, તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ પટેલ સહિત તાલુકા કક્ષા તથા જિલ્લા કક્ષાનાં અધિકારી પદાધિકારીઓએ આ પ્રસંગે પ્રવેશ પામેલ બાળકોને આશીર્વચન પાઠવ્યા હતાં. કાર્યક્રમમાં અધિકારી તથા પદાધિકારીઓનાં હસ્તે શ્રેષ્ઠ વિધાર્થીઓનું સન્માન, પાઠ્યપુસ્તક વિતરણ, દાતાઓનું સન્માન તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રવેશ પામેલ દરેક બાળકને દાતાઓ તરફથી દફતર તેમજ શૈક્ષણિક કીટ ઉપરાંત યુનિફોર્મ વિગેરે કરવામાં આવ્યા હતાં.





           આ દ્રિદિવસીય કાર્યક્રમ દરમ્યાન તાલુકાની ૧૧૧ પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ માં ૯૪ કુમાર અને ૮૫ કન્યાઓ મળી કુલ ૧૭૯ બાળકો તથા બાલવાટિકામાં ૪૯૪ કુમાર અને ૪૪૫ કન્યાઓ મળી કુલ ૯૩૯ બાળકોને શાળામાં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. જયારે 
આંગણવાડીમાં ૧૫૦  કુમાર અને ૧૪૪ કન્યાઓ મળી કુલ ૨૯૪ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કુલ રૂા.૯,૮૩,૪૭૧ જેટલી માતબર રકમ વસ્તુ સ્વરૂપે દાતાઓ તરફથી મળવા પામી હતી. જયારે કુલ રૂા. ૮૨,૦૨૩ જેટલી રોકડ રકમ પણ શાળાઓને પ્રાપ્ત થઈ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશભાઈ પટેલ અને બી.આર.સી. સ્ટાફગણ, તમામ શાળાઓનાં શિક્ષકો, દરેક ગામનાં સરપંચો, એસ.એમ.સી. સભ્યો તથા ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી  યાદીમાં જણાવે છે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr

ગાંધીનગર ખાતે યોજાયેલ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષકો અધિવેશનમાં ઓલપાડ તાલુ કાનાં શિક્ષકો જોડાયા

1 0
Read Time:2 Minute, 14 Second

ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં યજમાનપદે યોજવામાં આવેલ અખિલ ભારતીય થમિક શિક્ષક સંઘનાં ૨૯ માં દ્વિવાર્ષિક શૈક્ષણિ ક અધિવેશનનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મો દી દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોમાંથી બ હોળી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો સહભાગી ‘શિક્ષણ પરિવર્તનનાં કેન્દ્રમાં શિક્ષકો’ વિષય પર યોજાયેલ આ રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશનમાં ઉપ સ્થિત મહાનુભાવોએ શિક્ષકોને માર્ગદર્શિત કર્ય ા હતાં.

સદર અધિવેશનમાં ઉપરોક્ત વિષય સહિત વૃત્તિઓ દ્વારા મહિલા શિક્ષકોનું સશક્તિકરણ’ નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે મહિલા શિક્ષકોમાં પણ ભારે ઉત્સાહ જો વા મળ્યો હતો. જેનાં પગલે સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાની શિક ્ષિકા બહેનોએ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્ રમુખ બળદેવ પટેલની આગેવાની અને મહિલા ઉપપ્રમુખ શ ્રીમતી જાગૃતિ પટેલનાં માર્ગદર્શન હેઠળ મોટી સં ખ્યામાં આ અધિવેશનમાં સહર્ષ ભાગ લીધો હતો. તેમની સાથોસાથ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર સહિત સંઘનાં હોદ ્દેદારો અને કારોબારી સભ્યો ઉપરાંત તાલુકાની વિ વિધ શાળાઓનાં શિક્ષકો જોડાયા હતાં.

૪૩ ડિગ્રી તાપમાન વચ્ચે પણ શૈક્ષણિક તત્પરતા સા થેની શિક્ષિકા બહેનોની મોટી સંખ્યામાં િ ઊડીને આંખે વળગે તેવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટ ેલ એક ૫પ્રવાડી યાદીમાં જાગાતે

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %