Categories
Amadavad Crime

દાણીલીમડા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ.બી.બી.વાઘેલા પો.સબ.ઇન્સ. પી.એ.નાઈ ની ઉમદા કામગીરી

0 0
Read Time:2 Minute, 42 Second

પેરોલ જમ્પ પાકા કેદી તેમજ શરીર સંબંધી ગુનામાં નાસતા – ફરતા આરોપીને પકડી પાડતી દાણીલીમડા પોલીસ

સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ.બી.બી.વાઘેલા તથા પો.સબ.ઇન્સ. પી.એ.નાઈ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમિયાન પાકા કેદી નં.૨૧૭૭ મોહંમદ હુસેન ઉર્ફે શાહરૂખ ઉર્ફે ફાયટર અબ્દુલ ખાલીફ પઠાણ રહે.મ.નં. ૧૦૪ હાસા ફ્લેટ, ગુલમહોર રેસીડન્સી સામે,બેરલમાર્કેટ, દાણીલીમડા, અમદાવાદ શહેર હાલ રહે. મ.નં.૨૧ રહીમનગર, લેવગલ્લા પાછળ, ઉમર મસ્જીદ પાસે, બેરલમાર્કેટ, દાણીલીમડા, અમદાવાદ શહેર ને ક્રિમીનલ કેસ. નં. ૦૯/૨૦૨૧ નાની દમણ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૮૪૪૨૦૨૦ ઇપીકો કલમ ૩૯૨, ૩૨૪,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ (૧) ના ગુના સબબ નામદાર ચીફ કોર્ટ દમણથી તા.૨૯/૧૦/૨૦૨૧ ના રોજ ૦૫ (પાંચ) વર્ષ કેદની સજા કરવામાં આવેલ હોય. સજા દરમિયાન સદર કામના કેદીને દિન – ૦૭ની લાજપોર મધ્યસ્થ જેલ – સુરત ખાતેથી પેરોલ રજા ઉપર મુક્ત કરવામાં આવેલ હતાં. જે મુજબ કેદીને પેરોલ રજા પરથી તા.૧૦/૦૫/૨૦૨૨ ના રોજ હજર થવાનું હતુ પરંતુ આ કામના કેદી પેરોલ રજા ઉપરથી જેલ ખાતે હાજર નહીં થતા ફરાર થઈ ગયેલ. પેરોલ જમ્પ દરમિયાન અત્રેના દાણીલીમડા પો.સ્ટે A-પાર્ટ નં.૧૧૧૯૧૦૧૨૨૨૧૦૫૩૨૦૨૨ ધી ઇ.પી.કો.કલમ ૩૨૫, ૩૨૩, ૨૯૪ (ખ), ૫૦૬ (૨), ૧૧૪ તથા ધી જી.પી.એક્ટ કલમ ૧૩૫ (૧) મુજબના ગુનામાં છેલ્લા સાત મહિના થી નાસતો ફરતો હોય. જે બાબતે પો.કો. વજાભાઈ દેહુરભાઇ તથા પો.કો. રામસિંહ જેરામભાઈ નાઓની ચોક્કસ અને આધારભુત બાતમી ના આધારે આરોપી મોહંમદ હુસૈન ઉર્ફે શાહરૂખ ઉર્ફે ફાયટર અબ્દુલ ખાલીફ પઠાણ રહે.મ.નં. ૧૦૪ હાફ્સા ફ્લેટ, ગુલમહોર રેસીડન્સી સામે,બેરલમાર્કેટ, દાણીલીમડા, અમદાવાદ શહેર નામના પેરોલ જમ્પ તથા નાસતા ફરતા આરોપીને પકડી લઈ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવા તજવીજ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %