Categories
Ahemdabad crime news

ચાંદખેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી દારૂ ની ભઠ્ઠી પર રેડ…

0 0
Read Time:3 Minute, 1 Second

દેશી દારૂ કુલ- ૭૫ લીટર તથા કુલ ૩૫૦ લીટર વોશ અને દેશી દારુ ગાળવાની ભઠ્ઠી ના સાધનો મળી કુલ્લે કિંમત રૂ.૩૦૫૦/- ની મત્તાનો મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પ્રોહીબીશનનો કેશ શોધી કાઢી કાર્યવાહી કરતી ચાંદખેડા પોલીસ, અમદાવાદ શહેર

ચાંદખેડા પો.સ્ટે. ના સર્વેલન્સ સ્કોર્ડના પો.સ.ઇ. આર. એલ.ચૌહાણ તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે તા.૦૬/૦૯/૨૦૨૩ ના રોજ રેડ કરતા ચાંદખેડા મટિરા ગામ સવજી વાસમાં રહેતા સરલાબેન બળદેવજી ઠાકોર તેમના મકાનના બીજા માળે બનાવેલ છાપરામાં દારૂની ભઠ્ઠી ગાળી દેશી દારૂ બનાવી મોટાં પાએ અમદાવાના જુદા જુદા વિસ્તાર માં વેચાણ કરતા હતા ચાંદખેડા પોલીસ દ્વારા રેડ કરતા કુલ્લે ૭૫ લીટર દેશી દારૂની કિમત રૂ.૧૫૦૦/- તથા સેમ્પલ બોટલ નંગ-૨ કિંમત ૨.૦૦/૦૦ તેમજ મળી આવેલ ૩૫૦ લીટર વોશની કિંમત રૂ.૭૦૦/- તથા એલ્યુમીનીયમનુ તબડકુ નંગ-૦૧ કિ.રુ.૨૦૦/- તથા પાઇપ લગાડેલ ચાકુ નંગ-૦૧ જેની કિ.રુ. ૫૦ તેમજ પ્લાસ્ટીકના ગોળ કેરબા નંગ-૦૪ કુલ કિ.રૂ.૪૦૦/- તથા લોખંડનુ પીપ નંગ-૦૧ કિ.રૂ. ૨૦૦/- ગણી કુલ્લે કિંમત રૂ.૩૦૫૦/- ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આરોપી બહેનની વિરુધ્ધમાં ધી પ્રોહી એકટ ૬૬(બી), ૬૫(ઇ)(સી)(બી)(એફ) મુજબની ધોરણસર ફરીયાદ દાખલ કરી પ્રોહીબીશન અંગેનો કેશ શોધી કાઢી કામગીરી કરેલ છે.

આરોપી: સરલાબેન વા/ઓ બળદેવજી શકરાજી ઠાકોર ઉવ ૪૭ રહે. સવજીવાસ, ગ્રામ પંચાયતની બાજુમાં મોટેરા ગામ ચાંદખેડા અમદાવાદ શહેર

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:

(1) વી.જે.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટ

(2) આર.એલ ચૌહાણ પો.સ.ઇ.

(૩) હે.કો. સંજયસિંહ દશરથસિંહ

(૪) અ.હે.કો. વિજયકુમાર પરષોતમભાઇ

(૫) અ.હે.કો. મહેંદ્રસિંહ હઠીસિંહ

(૭) અ.હે.કો.ભગીરથસિંહ અનોપસિંહ

(૮) અ.પો.કો.મહીપાલસિંહ નરેંદ્રસિંહ

(૯) અ પો.કો. જીવરાજસિંહ ઉદાજી

(૧૦) અ.પો.કો. નરેશભાઇ ગજાભાઇ

(૧૧) અ.પો.કો. જગદીશસિંહ દીતુભા

(૬) અ.હે.કો. દીનેશભાઇ ધનજીભાઇ

(૧૨) અ.લો.૨, જયેશભાઇ બુટુભાઇ

(૧૩) વુ.પો.કો. શાંતાબેન અંબારામભાઇ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news Panchamahl

અમદાવાદના બાપુનગરના ગુમ થયેલ પાંચ બાળકોને શોધી કાઢી બાળકોની સુરક્ષા અંગેનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી પાવાગઢ પોલીસ “SHE TEAM”

0 0
Read Time:1 Minute, 54 Second

પંચમહાલ પાવાગઢ પોલીસની “SHE TEAM” પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોસઈ પાવાગઢ આર.જે. જાડેજાને માહિતી મળેલ કે પાંચ બાળકો બે દિવસથી પાવાગઢ વિસ્તારમાં શંકાસ્પદ રીતે ફરી રહેલ છે. અને હોટલ ઢાબા પર કામ માંગવા જાય છે. પાવાગઢ જંગલ વિસ્તાર હોઈ કોઈ અજુગતું બની શકે તેમ હોઈ પોલીસની અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ તે દરમિયાન તેઓ પાવાગઢ આર્કિયોલોજી બગીચામાંથી મળી ગયેલ હતાં. તેઓના નામ ઠામ પૂછતાં બાપુનગરના રહેવાસી જણાઈ આવેલ હતાં. જેથી બાપુનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અમદાવાના બાપુનગર પોલીસ સ્ટેશન માં કલમ ૩૬૩ મુજબનો અપહરણનો ગુનો નોંધાયેલ હોવાનું જણાયેલ હતું.જેથી બાપુનગર પોલીસને આ બાળકોને લેવા આવવા જાણ કરાઈ હતી. દરમિયાન બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેઓને બે દિવસથી ભૂખ્યા હોઈ જમાડવામાં આવ્યા હતા. તેઓની પૂછપરછ કરતા તા. ૨૫/૦૮/૨૦૨૩ ના રોજ માતા-પિતાએ ઠપકો આપતાં ઘરેથી નીકળી ગયેલ હતા ત્યાર બાદ ફરતા ફરતા પાવાગઢ આવી પહોંચેલા અને પૈસા ખૂટી જતાં ધાબામાં કામ કરવા માટે પૂછતાં હતા. તે દરમિયાન પોલીસને જાણ થયેલ હતી.જેથી તાત્કાલિક પોલીસે એક્શનમાં આવીને બાળકોને શોધી કાઢ્યા હતા.આમ પાવાગઢ પોલીસ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી.

રિપોર્ટર જગદીશ સોલંકી. મો 9825987310

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

અમદાવાદ ના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા બૂટલેગરો બેફામ…

0 0
Read Time:2 Minute, 22 Second

અમદાવાદ ના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા બૂટલેગરો ને કોય ના બાપ ની બીક નથી????

અમદાવાદ માં  નવા કમિશ્નર જે એસ મલિક .એ હમણાજ ચાર્જ સાંભળ્યો છે અને   અમદાવાદના તામામ વિસ્તાર માં અસામાજિક પ્રવુતિ ને ડામવા કડક માં કડક પગલાં લેવા સુચન આપેલ છે  પરંતુ થોડાક રૃપિયા ની લાલચ  માં ભ્રસ્ટઅધિકારી ઓ આવી પ્રવુતિઓ  ચાલવા ની પરમિશન આપતા હોય છે  હાલ માં અમદાવાદ ના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા એક  ઈસમ (બુટલેગર)  પોતાના  TVS જુપીટર જેનો નબર GJ 01 XB 3827 પર  દેશી દારુ નો કોથળો લઈને ખુલ્લેઆમ કોય પોલીસ કે કાયદા ના ડર વગર સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા થી દારુ ની હેરાફેરી કરતો  હતો ત્યારે એક જાગૃત નાગરિકે આ ઈસમ ને પોતાના  TVS જુપીટર સાથે પકડી પાડયો હતો અને તેની પૂછપરશ કરતા જાણવા મળ્યુ હતું કે આ દેશી દારૂ સરદાર નગર ના કુખ્યાત બુટલેગર માઈકલ નો છે જે પોતાના મુખે થી કબુલ કરે છે .. આ કુખ્યાત બુટલેગર માઈકલ ના દેશી દારૂ ની ભઠ્ઠી પર થોડા સમય પહેલાં જ ગાંધીનગર SMC ની રેડ થઈ હતી અને મોટો દેશી દારૂ  નો મુદ્દામાલ કબજે કરવા આવ્યો હતો  અને એરપોર્ટ પોલીસ સ્ટેશન માં ગુનો નોંધવામાં આવ્યો હતો 

આ કુખ્યાત બુટલેગર માઈકલ  નો દેશી દારૂ ની હેરા ફેરી કરતા ઈસમ જેનું નામ આસિફ જણાવે છે અને પોતે દેશી દારુએરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમા આપવા જાય છે અને આ દારુ પોતે સરદારનગર ના નગર માંથી લાવ્યો હોવાનું કબુલ કરે છે  હવે જોવાનું એ રહ્યું કે આ બુટલેગર પર સરદારનગર ના પીઆઈ કોય નકર પાગલ લેશે કે આંખ આડા કાન કરશે.

વધુ વિગત માટે જોતાં રહો અમારી good day Gujarat news  આપેલી લિંક ઓપન કરો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime Kalol santej news

કલોલ નું સાંતેજ પોલીસ સ્ટેશન બન્યું ક્રાઇમ નું હબ ???

0 0
Read Time:1 Minute, 59 Second

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ ગામમાં ક્ષર્મજીવી વસાહતમાંથી 13 વર્ષના સગીરે શિવશક્તિ હોસ્પિટલ ની બાજુમાં બંધ પડી રહેલી કંપનીમાં જઈ તે 3 વર્ષ ની દીકરીને 8ફુટ ઊંચે થી ફેકી દીધી તે ઈજાગ્રત બાળકીને અસારવા હોસ્પિટલ સારવાર થઇ રહી છે.

સાંતેજ ના ક્ષર્મજીવી વસાહતમાં રહેતા મૂળ મધ્ય પ્રદેશના 27 વર્ષ યુવક ના પરિવાર માં પત્ની તેમજ પોતાના 5 વર્ષનો દીકરો અને 3વર્ષ ની દીકરી છે સાંતેજ ચોકડી પર આવેલી અરવિંદ મિલ માં નોકરી કરતા પાડોસી ના ઘર માં અવાર નવાર રમવા માટે જતી હતી હતી.પાડોસી પણ તેને પોતાની દીકરી હોય તેમજ રાખતા.

15 મી ઓગસ્ટએ તેની દીકરી રમતી હતી, થોડીવાર પછી ત્યાં જોતા તેની દીકરી ના દેખાતા તે પાડોસીના ઘરે શોધવા માટે જાય છે પણ ત્યાં પણ તેમની દીકરી ના મળતા તેઓ સાંતેજ ચોકડી પર શોધે પણ તેમની દીકરી ના મળતા, બાજુમાં આવેલા પેટ્રોલ પંપએ લગાડેલા સી સી ટી વી માં જોતા જ પાડોસીનો જ દીકરો તેની દીકરી ને તેડી ને જતો દેખાય છે. ત્યારે દીકરી ના માબાપએ પાડોસી દીકરાને તેના ઘરે જોતા તેમને શંકા ના થઇ તેથી તેઓ શોધતા શોધતા તેઓ શિવશક્તિ હોસ્પિટલ ની બાજુમાં બંધ પડી રહેલી કંપની ની દીવાલ નજીક આવતા પોતાની દીકરીને માથાના ભાગે ઈર્ઝા જોઈને તે ત્રણ વર્ષની બાળકી ને આશારવા હોસ્પિટલ ખાતે સારવાર સારુ ખાસેડવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime Maheshana

છેલ્લા ૨૬ વર્ષથી વિસનગર પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનામાં નાસતા- ફરતા આરોપીને ઝડપી લેતી પેરોલ ફર્લો સ્કોડ,મહેસાણા

0 0
Read Time:1 Minute, 13 Second

મહેસાણા જિલ્લાના વિસનગર પંથકની યુવતીને 26 વર્ષ અગાઉ ઊંઝાના ભુણાવ ગામનો યુવક ભગાડી ગયો હતો.જે અંગે ફરિયાદ નોંધાઇ હતી.જે કેસમાં મહેસાણા પેરોલ ફ્લો ટીમના પોલીસ કર્મીઓને આ કેસ મામલે હિટ મળતા આરોપીને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા.જેમાં આરોપી બાળવા ખાતે આવેલ રાઈસ મીલમા આવેલ ઓરડીઓમાં રહી નોકરી કરતો હોવાની જાણ પોલીસને થતા મહેસાણા પેરોલ ફ્લો ટીમે આરોપીને બાવળા ખાતે જઇ દબોચી લીધો હતો.આ હતો સમગ્ર મામલોમહેસાણા જિલ્લાના વિસનગર પંથકની યુવતી અને ઊંઝા તાલુકાના ભણાવ ગામના ઠાકોર દિનેશજી ગોબરજી વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા યુવાની દરમિયાન તેઓ ભાગી ગયા હતા.જે મામલે યુવતીના પરિવાર જનોએ વિસનગર શહેર પોલીસમાં કલમ 363,366 મુજબ 1997 ની સાલમાં અપહરણ અંગે ઠાકોર દિનેશજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news Patan

પાટણ શહેરના પાટણ તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર બુટલેગરો કે પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના પી.આઈ..??

1 0
Read Time:3 Minute, 30 Second

પાટણ શહેરના પાટણ તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર બુટલેગરો કે પાટણ તાલુકા પી.આઈ..??

લોકોના સ્વસ્થ સાથે ચેડાં કરતા અને ગાંધીના ગુજરાતમાં દારૂ જુગાર જેવા બેનામી ધંધાઓ ધમધોકાર પણે ચલાવતા બુટલેગરોને જેલના પાંજરે પુરાવાને બદલે પાટણ તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા આવા બુટલેગરો પર મીઠી રહેમનજર છે તે સપષ્ટ દેખાઈ રહ્યું છે.. !!? પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના વહીવટદારનો ખાસ ઉઘરાણી માસ્ટર વટ કે સાથ વહીવટ હવે હદ વટાવી રહ્યો છે.. !? બુટલેગરોના વહીવટોના નશામાં ચકચૂર બંને હાથમાં લાડવા…!!એક બાજુ દારુની ઉઘરાણી બીજી બાજુ પી.આઈ. સાથે ઘર જેવા સબંધ તો બીજી બાજુ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના વહીવટદારનું ઉઘરાણું… !? પાટણ તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂ જુગાર જેવા ધંધાઓની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કેમ નથી..?? સ્ટેટ વિજિલ્સ પાટણ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના ધંધાઓ પર કેમ ત્રાટકતી નથી…?? વધુ વિગત વિડીયો ફોટા સાથે જોતા રહો..

પાટણ શહેર ના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તરમાં ચલતા દેશી દારૂ ના સરનામા

૧ ગામ ખાનપુર આશા બેન ભૂપતજી ઠાકોર ના ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૨ ગામ ગોલાપુર બબી બેન સિવુજી ઠાકોર પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૩ ગામ મેમદપુર ટીનાજી શિવાજી ઠકોર પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૪ ગામ ખાનપુર ગંગા બેન દશરથજી ઠાકોર પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૫ ગામ ગોલાપુર ગજીબેન મદારજી પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૬ ગામ ખારીવાવડી ગામ માં નિશાળ સામે ખુલ્લી જગ્યા માં ઠાકોર અમૃતજી નો જુગાર ધામ ચલાવે છે

૭ ગામ ગોલાપુર પરસ બેન ભીખુજી ઠાકોર પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૮ ગામ સંખારી સવિતાબેન મફાજી ઠાકોર પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૯ ગામ સાંખરી તારાબેન બળદેવજી ઠાકોર ના પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૧૦ ગામ ધરણોજ નટવરજી બદાજી ના પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૧૧ ગામ રાજપુર અલ્પેશજી બાબુજી ઠાકોર ના પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

આ તમામ દેશી દારૂ ના અડ્ડા અને જુગાર ના વેપાર ને ટૂંકજ માં અમારી good day Gujarat news વિડિયો સાથે જાહેર કરવામા આવશે જોતાં રહો good day Gujarat news

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %
Categories
Ahemdabad crime news

નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્વપ્નીલ આર્કેડમાં બનેલ સ્ત્રીની હત્યાના બનાવનો ભેદ ઉકેલી હત્યાને અંજામ આપનાર આરોપીની ધરપકડ કરતી ક્રાઈમ બ્રાન્ચ,અમદાવાદ શહેર,

0 0
Read Time:53 Second

તાજેતરમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં હંસપુરા પાસે એક સફાઈ કામદાર મહિલાની હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં 108 ના હેડ ક્વાર્ટર પાસે આવેલી એક બિલ્ડિંગમાં કામ કરતી મહિલાનો ત્યાં જ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મહિલા ઘરેથી કામે જવા નીકળી હતી. પરંતુ કામે ન પહોંચતા પરિવારે શોધખોળ કરી હતી. અંતે તેની હત્યા કરવામાં આવી હોવાની જાણ થઈ હતી. આ સમગ્ર મામલે નરોડા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાની શોધખોળ શરૂ કરી હતી. હત્યાના ગણતરીના દિવસોમાં જ ક્રાઈમ બ્રાંચે આરોપી હત્યારાને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

અમદાવાદ ગાયકવાડહવેલી પોલીસ દ્વારા આરોપી સલમાન ઉર્ફે કણી ને પાસા હેઠળ ધકેલ્યો

0 0
Read Time:1 Minute, 30 Second

પાસા અટકાયતના આરોપીને પકડી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપતી ગાયકવાડહવેલી પોલીસ

પોલીસ ઇન્સ્પેક્ટર પી.એચ.ભાટી ગા.હવેલી પોલીસ સ્ટેશન એ ન આરોપી સલમાન ઉર્ફે કણી નાસીરભાઇ નાગોરી ને જાહેર વ્યવસ્થા‘ વિરૂધ્ધના ક્રુત્યો કરતો હોય તેના વિરૂધ્ધમાં પુરાવા એકત્ર કરી પાસા દરખાસ્ત તૈયાર કરી અમદાવાદ પોલીસ કમિશ્નર ની સમક્ષ કરતા પાસા હુક્મ ક્રમાંક ન-પીસીબી/ડીટીએન/પાસો/૩૯૦/૨૦૨૩.તા.૦૨/૦૮/૨૦૨૩ થી પાસા અટકાયતી સલમાન ઉર્ફે કણી S/0 નાસીરભાઇ નાગોરી જેની ઉ. વ.૩૦ જે રહે.મ.નં.૨૮૦૬ કલાધરાની પોળ વસંત રજબ પોલીસ ચોકી પાસે જમાલપુર અમદાવાદ શહેર ને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે પાસા અટકાયતમાં રહેવાનો હુકમ કરતાં અત્રેના સર્વેલન્સ સ્ક્વોડના પો.સબ ઇન્સ. એમ.એન.આદરેજીયા તથા સર્વેલન્સ સ્ક્વોર્ડ સ્ટાફના માણસો નાઓએ બાતમી હકિક્ત આધારે પકડી પાડતાં સદરી ઇસમનેં તા.૦૨/૦૮/૨૦૨૩ રોજ પાસા હુકમની બજવણી કરી જરૂરી જાપ્નાં સાથે પાસા અટકાયતી તરીકે મધ્યસ્થ વડોદરા ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

દાણીલીમડા પોલીસ સ્ટેશન ના સર્વલેન્સ સ્કોર્ડ ના સબ.ઈન્સ. પી.એ.નાયી ની પ્રશંસનીય કામગીરી

0 0
Read Time:1 Minute, 50 Second

દાણીલીમડા પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ. પી.એ.નાયી અને અનાર્મ હે.કોન્સ બીપીનચંન્દ્ર ખુશાલદાસ તથા અનાર્મ હે.કો.યોગેશકુમાર રમેશભાઇ અ.પો.કો.વજાભાઇ દેહુરભાઇ તથા અ.પો.કોન્સ.એઝાજખાન ઇશહાકખાન તથા અ.પો.કો.રામસીંહ જેરામભાઇ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમિયાન સાથેના અનાર્મ હે.કોન્સ બીપીનચંન્દ્ર ખુશાલદાસ તથા અ.પો.કોન્સ.એઝાજખાન ઇશહાકખાન સંયુકત બાતમી હકીકત આધારે આરોપીઓ (૧) મૈયુદ્દીન ઉર્ફે કાલીયા ઉર્ફે મુતરડી સ/ઓફ ઐયુબભાઇ જાતે કુચેરવાલા ઉ.વ ૨૪ ધંધો-મજુરી રહે-મ.ન ૨૪૮ ગલી નં- ૧૩ સામે રામ-રહીમનો ટેકરો બહેરામપુરા અમદાવાદ શહેર નાઓનુ હોવાનુ જણાવેલ તેમજ આરોપી નં (૨) ઇરફાન ઉર્ફે ચોર સ/ઓ મોહમદ રઇશ જાતે કુરેશી ઉ.વ ૩૦ ધંધો ભંગાર રહે આબાદનગરના છાંપરા પાંચપીરની દરગાહ સામે દાણીલીમડા અમદાવાદ શહેરનાઓની પાસેથી પાન મસાલા તેમજ સીગારેટોનો કુલ્લે મુદ્દામાલની કિ.રુ.૧૮૦૭૨/- મુદ્દામાલ કબ્જે કરી પાલડી પોલીસ સ્ટેશન A-પાર્ટનં.૧૧૧૯૧૦૧૬૨૩૦૧૯૧ ધી ઇ.પી.કો. કલમ-૪૫૭,૩૮૦ મુજબનો ઘરફોડ ચોરીના મિલ્કત સંબંધીગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે

આરોપી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદના A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ની હદમાં ભારે વાહનોથી આક્સમત સર્જ્યા તો જવાબદાર કોણ..?? વહીવટદાર અર્જુન શિહ કે પીઆઇ પોતે??

0 0
Read Time:1 Minute, 53 Second

રાજ્યમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તંત્ર નવા નવા નિયમો સહિત નવતર પ્રયોગ પણ કરી હોય છે. પરંતુ ક્યાંકને ક્યાંક આ નિયમનો ભંગ થતો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના A ડિવિજન ટ્રાફિકના હદ વિસ્તારમાં ભારે સાધનોની અવરજવરથી સામાન્ય જનતાને ભારે ટ્રાફિક સહિત ભારે મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
મહત્વનું છે કે અમદાવાદના A ડિવિજન ટ્રાફિક હદ વિસ્તારમાં લક્ઝરી બસો, ડમ્પરો, ટ્રક સહિતના ભારે વાહનો પ્રવેશે સે
જેના કારણે ટ્રાફિક જામની પણ સામાસય સર્જાય છે.

ટ્રાફિકના નિયોનું અનુસાર રાત્રીના અમુક સમય થી લઈને વહેલી સવારના અમુક સમય સુધી જ શહેરમાં ભારે વાહનોને પ્રવેશની મંજરી છે. પરંતુ અહિતો નિયમોનો ભંગ ખુલ્લેઆ જોવા મળી રહ્યો છે.
અને દિવસ દરમિયાન પણ ભારે વાહનો શહેરમાં પ્રવેશી રહ્યા છે.
તો અહી સવાલ ર ઊભા થાય છે કે જો કોઈ અકસ્માત સર્જાય તો તેનો મુખ્ય જવાબ કોણ..??

અમદાવાદમાં દિવસ દરમિયાન ભારે વાહનોને પ્રવેશ કેમ..??

ભારે વાહનોથી જો અકસ્માત સર્જ્યા તો મુખ્ય જવાબદાર કોણ..??

શું કરી રહી છે ટ્રાફિક પોલીસ..??

અમદાવાદ ટ્રાફિક પોલીસ પર ઉઠ્યા સવાલ..??

ટ્રાફિકના નિયમોનું ખુલ્લ્યમ ઉલંઘન..??

દિવસ દરમિયાન શહેરમા ભારે વાહનો પર રોક ક્યારે..??

વધું માહીતી માટે જોતાં રહો good day Gujarat news

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %