0
0
Read Time:1 Minute, 10 Second
ચાંદખેડાના મોટેરા ગામમાં કેટલાક શખ્સો વરલી મટકાનો જુગાર રમી રહ્યા હોવાની પીસીબીને બાતમી મળી હતી જેથી પીસીબીની ટીમે દરોડો પાડી વરલી મટકાના આંક લખાવવા માટે આવેલા આઠ લોકોને ઝડપી તેઓની પાસેથી પાંચ મોબાઇલ ડાયરીઓ સહિત કુલ ૩૨૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યાં આરોપીઓની પૂછપરછમાં આરોપીઓએ પોતાના નામ ચેતન ઠાકોર, વિનોદ ભાવસાર નરેશ વાઘેલા, દિનેશ ઠાકોર, દશરથ સોલંકી,ખોડાજી ઠાકોર મહેશ રાવળ અને મનોજ ઠાકોર જણાવ્યું હતું. બીજીબાજુ સાબરમતીમાં રહેતો કિરણ વાઘેલા વરલી મટકા ચલાવતો હોવાનું તથા આંકડાઓ લખવા માટે વિનોદ ભાવસાર અને ચેતન ઠાકોરને રાખ્યા હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું.અને મુખ્ય આરોપી કિરણ વાઘેલા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે