Categories
Amadavad Crime

દાણીલીમડા પોલીસએ પેરોલ જમ્પ પાકા કેદી તેમજ શરીર સંબંધી ગુનામાં નાસતા – ફરતા આરોપીને દબોચી લીધો

0 0
Read Time:3 Minute, 43 Second

દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારના નાસતા ફરતા આરોપીઓ તેમજ વિસ્તારમાં રહેતા પેરોલ ફર્લો જમ્પ આરોપીઓ અંગેની ડ્રાઈવ ચાલતી હતી જે આરોપીઓ શોધી કાઢવા દાણીલીમડા પોલીસ પોલીસ ઈન્સ્પેક્ટર જી.જે.રાવત ની સુચના તથા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ.બી.બી.વાઘેલા તથા પો.સબ.ઇન્સ. પી.એ.નાયી અને સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમિયાન પાકા કેદી નં.૨૧૭૭ મોહંમદ હુસેન ઉર્ફે શાહરૂખ ઉર્ફે ફાયટર અબ્દુલ ખાલીફ પઠાણ રહે.મ.નં. ૧૦૪ હાફ્સા ફ્લેટ, ગુલમહોર રેસીડન્સી સામે,બેરલમાર્કેટ, દાણીલીમડા, અમદાવાદ શહેર હાલ રહે. મ.નં.૨૧ રહીમનગર, લેવગલ્લા પાછળ, ઉમર મસ્જીદ પાસે, બેરલમાર્કેટ, દાણીલીમડા, અમદાવાદ શહેર ને ક્રિમીનલ કેસ, નાની દમણ પો.સ્ટે. ફર્સ્ટ ગુના નામદાર ચીફ કોર્ટ દમણથી તા.૨૯/૧૦/૨૦૨૧ ના રોજ ૦૫ (પાંચ) વર્ષ કેદની સજા કરવામાં આવેલ હોય, સજા દરમિયાન સદર કામના કેદીને દિન – ૦૩ની લાજપોર મધ્યસ્થ જેલ – સુરત ખાતેથી પેરોલ રજા ઉપર મુક્ત કરવામાં આવેલ હતાં. જે મુજબ કેદીને પેરોલ રજા પરથી તા.૧૦/૦૫/૨૦૨૨ ના રોજ હજર થવાનું હતુ પરંતુ આ કામના કેદી પેરોલ રજા ઉપરથી જેલ ખાતે હાજર નહીં થતા ફરાર થઈ ગયેલ. પેરોલ જમ્પ દરમિયાન અત્રેના દાણીલીમડા પો.સ્ટે ના ગુનામાં છેલ્લા સાત મહિના થી નાસતો ફરતો હોય. જે બાબતે પો.કો. વજાભાઈ દેહુરભાઈ તથા પો.કો. રામસિંહ જેરામભાઈ નાઓની ચોક્કસ અને બાતમી ના આધારે આરોપી મોહંમદ હુસેન ઉર્ફે શાહરૂખ ઉર્ફે ફાયટર અબ્દુલ ખાલીફ પઠાણ રહે.મ.નં. ૧૦૪ હાસા ફ્લેટ, ગુલમહોર રેસીડન્સી સામે, બેરલમાર્કેટ, દાણીલીમડા, અમદાવાદ શહેર નામના પેરોલ જમ્પ તથા નાસતા ફરતા આરોપીને પકડી લઈ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવા તજવીજ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.•

પડાયેલ આરોપીના નામ :-• મોહંમદ હુસેન ઉર્ફે શાહરૂખ ઉર્ફે કાયટર અબ્દુલ ખાલીક પઠાણ રહે.મ.નં. ૧૦૪ હાસા ફ્લેટ, ગુલમહોર રેસીડન્સી સામે,બેરલમાર્કેટ, દાણીલીમડા, અમદાવાદ શહેર હાલ રહે. મ.નં.૨૧ રહીમનગર, લવગલ્લા પાછળ,ઉંમર મસ્જીદ પાસે, બેરલમાર્કેટ, દાણીલીમડા, અમદાવાદ શહેર

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:-

(૧) પો.સબ.ઈન્સ.બી.બી.વાઘેલા

(૨) પો.સબ.ઈન્સ પી.એ.નાયી

(૩) અ.હેડ.કોન્સ. અમરસિંહ રઘુરાજસિંહ

(૪) અ.હેડ.કોન્સ. શૈલેષભાઈ ગાંડાભાઈ

(૫) અ.હેડ.કોન્સ. યોગેશકુમાર રમેશભાઈ

(૬) પો.કોન્સ વજાભાઇ દેહરભાઇ

(૭) પો.કોન્સ. ગોપાલભાઇ શિવાભાઇ

(૮) પો.કોન્સ. રામસિંહ જેરામભા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime Gandinagr Kalol

ગાંધીનગર ના કલોલ પોલીસ સ્ટેશન નો લાંચિયા હેડ કો્સ્ટેબલ ને ACB એ દબોચી લીધો

0 0
Read Time:3 Minute, 27 Second

સને.૨૦૨૧ માં કલોલ સીટી પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા  ડી-સ્ટાફ ના અ.હે.કોન્સ વિપુલભાઇ નટવરભાઇ પટેલ આવેલા અને ફરીયાદીને જણાવેલ કે, તમે વરલી-મટકાનો જુગારનો ધંધો કરો છો, તેમ કહી ફરીયાદીને કલોલ સીટી પોલીસ સ્ટેશને લઈ ગયેલા અને પોલીસ સ્ટેશનમાં બેસાડી દઈ, મોબાઇલ ફોન આરોપીએ લઈ લીધેલ અને ફરીયાદીને  જણાવેલ કે, તમારો મોબાઇલ ફોન પરત લેવો હોય તો મને કાગળની ચિઠ્ઠીમાં વરલીના આંકડા લખી આપો, જેથી ફરીયાદીએ મોબાઇલ પરત લેવાના આશયથી ચિઠ્ઠીમાં આંકડા લખી ચિઠ્ઠી બનાવેલ, જે ચિઠ્ઠી આધારે આરોપીએ ફરીયાદી ઉપર જુગારનો ખોટો કેસ કરી ફરીયાદી પાસેનો મોબાઇલ પરત લેવા માટે આ કામના આરોપીએ રૂ.૨૫,૦૦૦/- લઈ જામીન ઉપર છોડેલ. બાદ ફરીયાદી તથા તેમના મિત્ર બંન્ને આરોપીને મળેલા અને જણાવેલ કે, તમે વરલી-મટકાનો ધંધો ચાલુ કરો અને મને તમારે દર મહિને રૂ.૪,૦૦૦/- આપવાના જણાવેલ. જેથી ફરીયાદીએ વિચારેલ કે, મારી ઉપર ખોટા કેસ કરે છે અને હું ના પાડીશ તો મને વધુ હેરાન કરશે. જેથી આ વરલી-મટકા જુગારનો ધંધો કરવા ફરીયાદી આરોપીના કહેવા મુજબ સંમત થયેલ હતા અને આ રૂ.૪,૦૦૦/- ફરીયાદી આપવા માંગતા ન હોય, તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરી એ.સી.બી.ને ફરીયાદ આપેલ, જે ફરીયાદ આધારે બે સરકારી પંચો સાથે તથા રેડીંગ પાર્ટી સાથે લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આરોપીને લાંચના છટકા દરમ્યાન શક-વહેમ પડતા, આરોપી લાંચના નાણાં લીધા વગર પોતાનું બાઇક સ્પીડમાં હંકારી ભાગી ગયેલ. જેથી સદર લાંચનુ છટકુ નિષ્ફળ જાહેર કરેલ. નિષ્ફળ છટકાવી ખુલ્લી તપાસ દરમ્યાન વૈજ્ઞાનિક તથા અન્ય પુરાવાઓ આધારે લાંચની માંગણીનો ગુન્હો બનતો હોવાનું ફલીત થયેલ. 
જેથી આરોપી વિપુલભાઇ નટવરભાઇ પટેલ, તત્કાલીન અ.હે.કોન્સ,  ડી-સ્ટાફ, કલોલ સીટી પોલીસ સ્ટેશન જિ.ગાંધીનગરનાઓ વિરુધ્ધમાં સરકાર તરફે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.એન.ગઢવી ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના ફરીયાદ આપતા, ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૩/૨૦૨૩, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (સુધારા–૨૦૧૮) ની કલમ ૭, ૧૩(૧)એ તથા ૧૩(ર) મુજબનો ગુન્હો તા.૦૧/૦૭/૨૦૨૩ ના રોજ દાખલ કરી, આરોપીને ડીટેઇન કરેલ છે તેમજ આ ગુન્હાની આગળની વધુ તપાસ એસ.ડી.ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર, મહેસાણા એ.સી.બી. પોલીસ સ્ટેશન મહેસાણા ચલાવી રહેલ છે. જેના સુપર વિઝન અધિકારી એ.કે.પરમાર, મદદનીશ નિયામકશ્રી, એ.સી.બી., ગાંધીનગર એકમ,

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

નરોડા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રણ શખ્સોને 7.85 લાખ રૂપિયાની નકલી ચલણી નોટ સાથે દબોચી લીધા છે

0 0
Read Time:1 Minute, 45 Second

ગઇકાલે નરોડા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રણ શખ્સોને 7.85 લાખ રૂપિયાની નકલી ચલણી નોટ સાથે દબોચી લીધા છે. આપને જણાવીએ કે, આ લોકો બે હજારની નોટ વટાવનારાઓ ને 500 રૂપિયાની નકલી નોટો આપવાની ફિરાકમાં હતા. નોંધનીય છે કે, થોડા મહિના પહેલા નરોડા વિસ્તાર માં આવેલી પાલવ હોટલમાં નકલી ચલણી નોટ ભાંડનો પર્દાફાશ સરદારનગર પોલીસે કર્યો હતો.

ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, નરોડા પાટીયા નજીક આવેલા એટીએમ પાસે કેટલાક શખ્સો બેઠા છે. જેમની પાસે 500ના દરની નકલી ચલણી નોટનો જથ્થો છે. ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ત્રણ યુવકોને કોર્ડન કરી લીધા હતા. ત્રણેય યુવકો પાસેથી 500ના દરની કુલ 1570 ચલણી નોટ મળી આવી હતી. ત્રણેયના નામ રઘુનાથ ઉર્ફે વિનોદ માસ્ટર પાંડુ રંગન પિલ્લઇ (રહે, ગુજરાત હાઉસીંગ બોર્ડ, હાટકેશ્ વર), મોહન અનબલગન ગવન્ડર (રહે મીરા એપાર્ટમેન્ટ, નગર) અને દિનેશ ઉર્ફે લાલો રાજપુત (રહે, પંજાબી તા ળાવાળાની ચાલી, હાટકેશ્વર) છે. આ આરોપીઓ બે હજારની નોટ લઇને છૂટ્ટા આપવાના બદલ 500 500 500 500 500 500 500 500 500 500 આયોજનમાં હતા. જોકે, પોલીસની સતર્કતાને કારણે આ આખુ નેટવર્ક ચાલે તે પહેલા જ ઝડપાઇ ગયુ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %