પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ ,તેમજ તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ થકી મૃતક દીકરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી
આજે પાટણ મા સાચી સમાનતા દેખવા મળી.
*પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ ,તેમજ તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ થકી મૃતક દીકરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી*આજે પાટણ મા સાચી સમાનતા દેખવા મળી.વિસનગર ના વાલમ ગામની દીકરી ને સાચો ન્યાય મળે તેમજ સાચા આરોપીઓ ને કડક મા કડક સજા થાય તે હેતુ થી આજ રોજ પાટણ મા તમામ સમાજ નાં લોકો કેન્ડલ માર્ચ માં જોડાયા હતા જેમા સમસ્ત સમાજ નાં લોકો જોડાયા હતા તેમજ બહેનો અને નાના ભુલકાઓ પણ જોડાયા હતા. ત્યાર બાદ પાટણ ના વકીલ ડૉ. મનોજ પરમાર દ્વારા સરકાર તેમજ પ્રશાસન ને વિનંતી કરવામાં આવી કે દીકરીઓ ની સાથે બનતા બનાવો અટકે તે માટે સરકારે તેમજ પ્રશાસને તકેદારી રાખવી ખૂબજ જરૂરી છે. દિકરી કોઈ પણ ધર્મ કે કોઈ પણ સમાજ ની હોય પરતું દિકરી એ તો દિકરી જ કહેવાય. ત્યાર બાદ ડૉ.મનોજ પરમારે જણાવ્યું કે જે પણ આરોપી પકડાયો છે તેના થકી બીજા પણ આરોપીઓ સંડોવાયેલા હોય તો તે પણ પોલીસ દ્વારા જડપી પકડી પાડવામાં આવે અને આવા આરોપીઓ ને ફાંસી ની સજા આપવામાં આવે જેથી બીજી વાર કોઈ પણ દિકરી સાથે આવી ગંભીર ઘટના ના બને. આ કેન્ડલ માર્ચ મા અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ, ઓબીસી સમાજ, પાટીદાર સમાજ તેમજ બહેનો અને નાના ભૂલકાઓ એ પણ મીણબત્તી પ્રગટાવી ને વાલમ ની દીકરી ને શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્ડલ માર્ચ માં પાટણ ના સેવાભાવી સંસ્થાઓ ના વડા ધીરજભાઈ, પ્રવીણભાઈ રાઠોડ, મૌલવી ઈમરાન શેખ, મારૂફ કાસમઅલી સૈયદ, કાસમઅલી એસ. સૈયદ, હાજી ઈબ્રાહિમ એચ. કુરેશી રેવાકાકા, વિરેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ, ડૉ. કોકિલાબેન પરમાર, વિજયભાઈ, દીપેશભાઈ રાવળ,નરેન્દ્રભાઈ પરમાર, તેમજ તમામ સમાજ ની બહેનો, ભાઈઓ, ભુલકાઓ એ બહુજ મોટીસંખ્યામાં હાજર રહી ને શ્રદ્ધાંજલિ આપી હતી
.