Categories
Amadavad

નરોડા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રણ શખ્સોને 7.85 લાખ રૂપિયાની નકલી ચલણી નોટ સાથે દબોચી લીધા છે

0 0
Read Time:1 Minute, 45 Second

ગઇકાલે નરોડા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રણ શખ્સોને 7.85 લાખ રૂપિયાની નકલી ચલણી નોટ સાથે દબોચી લીધા છે. આપને જણાવીએ કે, આ લોકો બે હજારની નોટ વટાવનારાઓ ને 500 રૂપિયાની નકલી નોટો આપવાની ફિરાકમાં હતા. નોંધનીય છે કે, થોડા મહિના પહેલા નરોડા વિસ્તાર માં આવેલી પાલવ હોટલમાં નકલી ચલણી નોટ ભાંડનો પર્દાફાશ સરદારનગર પોલીસે કર્યો હતો.

ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, નરોડા પાટીયા નજીક આવેલા એટીએમ પાસે કેટલાક શખ્સો બેઠા છે. જેમની પાસે 500ના દરની નકલી ચલણી નોટનો જથ્થો છે. ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ત્રણ યુવકોને કોર્ડન કરી લીધા હતા. ત્રણેય યુવકો પાસેથી 500ના દરની કુલ 1570 ચલણી નોટ મળી આવી હતી. ત્રણેયના નામ રઘુનાથ ઉર્ફે વિનોદ માસ્ટર પાંડુ રંગન પિલ્લઇ (રહે, ગુજરાત હાઉસીંગ બોર્ડ, હાટકેશ્ વર), મોહન અનબલગન ગવન્ડર (રહે મીરા એપાર્ટમેન્ટ, નગર) અને દિનેશ ઉર્ફે લાલો રાજપુત (રહે, પંજાબી તા ળાવાળાની ચાલી, હાટકેશ્વર) છે. આ આરોપીઓ બે હજારની નોટ લઇને છૂટ્ટા આપવાના બદલ 500 500 500 500 500 500 500 500 500 500 આયોજનમાં હતા. જોકે, પોલીસની સતર્કતાને કારણે આ આખુ નેટવર્ક ચાલે તે પહેલા જ ઝડપાઇ ગયુ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %