Categories
Amadavad

અસલાલી પોલીસ સ્ટેશન પ્રોહીબીશનના ગુન્હામાં અઢી વર્ષ થી નાસતા ફરતા આરોપીને ચોરી કરેલ જ્યુપીટર સાથે પકડી પાડી વાહન ચોરીનો ભેગ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:3 Minute, 5 Second

ભાવિકસિંહને મળેલ હકીકત મુજબ નાસતા ફરતા આરોપી રાજેશ ઉર્ફે રાજુ મહેશભાઈ દરબાભાઈ રાઠોડ ઉ.વ. ૨૬ રહે.છારાનગર, ખોડીયાર માતાના મંદિર પાસે, દીગ્વિજય સિમેન્ટ ફેક્ટરી રોડ,

કાળીગામ, અમદાવાદ શહેરને ન્યુ રાણીપ ચેનપુર રોડ ઉપરથી ઝડપી લીધેલ. આરોપી પાસેથી એક નંબર વગરનુ ટી.વી.એસ. જ્યુપિટર કિ.રૂ. ૩૦,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ, અને આરોપીને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. આરોપીને પુછપરછ કરતા જણાવેલ કે પોતે અગાઉ વિદેશી દારૂનો ધંધો કરતો હતો અને વિદેશી દારૂનો જથ્થો મનીષ હીરા રાઠોડ રહે. છારાનગર રાણીપ અમદાવાદ પાસેથી આશરે અઢી વર્ષ પહેલા વિદેશી દાનો જથ્થો મંગાવેલ, જેમા મનિષ રાઠોડ તથા ટ્રકનો ડ્રાઈવર વિદેશી દારુનો જથ્થો ભરીને આવતા હતા તે વખતે અસલાલી પોલીસ સ્ટેશનમાં પકડાઈ જતા જે ગુન્હામાં પોતાનુ નામ આવેલ જેથી પોતે આજદિન સુધી નાસતો ફરતો હોવાની જણાવેલ જે બાબતે અસલાલી પોલીસ સ્ટેશન પાર્ટ-સી ગુ.ર.નં. ૧૧૧૯૨૦૦૨૨૦૧૪૦૯/૨૦૨૨ ધી પ્રોહી કલમ ૬૫(ઈ), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબના ગુન્હામાં નાસતો ફરતો હોવાનુ જણાય આવેલ તેમજ સદરી ઈસમ પાસેથી મળી આવેલ જ્યુપીટર બાબતે પુછપરછ કરતા જણાવેલ

એક પોતાને વાહનની જરૂરીયાત ઉભી થતા આશરે નવેક મહિના પહેલા રાત્રિના સમયે રાજસ્થાન

હોસ્પિટલ નજીક આવેલ ખેતાન ટાવર કોમ્પલેક્ષ બહાર ટી.વી.એસ. જ્યુપીટરનુ લોક ખોલી ચોરી કરી પોતાના ઉપયોગમાં વાપરતો હોવાની કબુલાત કરેલ. જે બાબતે ખાતરી તપાસ કરાવતા શાહીબાગ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૧૨૨૦૮૭૨ ઘી ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો અનડીટેક્ટ વાહન ચોરીના ગુન્હા દાખલ થયેલ છે. આમ ઉપરોક્ત આરોપીને જે તે પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે. આ કામનો આરોપી અગાઉ રાણીપ, સાબરમતી તથા સરખેજ પોલીસ સ્ટેશનમાં દારુના ગુન્હાઓમાં તેમજ મારામારીના ગુન્હાઓમાં પકડાયેલ છે. તે સિવાય ક્રાઈમ બ્રાન્ચમાં

આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ

ખંડણીના ગુનામાં પણ પકડાયેલ છે તેમજ બે વખત પાસા પણ ભોગવેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમા ફલેટના પાર્કિંગમાથી વાહન ચોરી કરતા વ્યકિતને એક જ્યુપીટર કિ. રૂ. ૭૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

1 0
Read Time:1 Minute, 44 Second

વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમા ફલેટના પાર્કિંગમાથી વાહન ચોરી કરતા વ્યકિતને એક જ્યુપીટર કિ. રૂ. ૭૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ. શ્રી જી.આર.ભરવાડ તથા હે.કો. રેવાભાઈ તથા હે.કો. અમીત તથા ટીમ દ્વારા વાહન ચોરી કરતાં આરોપી ભગવાનદાસ દેવેન્દ્રકુમાર દુબે ઉ.વ.૩૮ રહે. બી/૩૦૩, સિધ્ધાત પ્રવેશ વટવા ગામડી રોડ વટવા અમદાવાદ શહેરને શંખેશ્વર કોપ્લક્ષની સામે વટવા રોડ પરથી ઝડપી લીધેલ છે.આરોપી પાસેથી ટી.વી.એસ કંપનીનુ જ્યુપીટર નંબર GJ-27-FA-3005 કિ.રૂ. ૭૦,૦૦૦/- ના મુદ્દામાલ મળી આવતાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી વીસેક દિવસ પહેલા વટવા ધન લક્ષ્મી સોસાયટી પાસે આવેલકુશાલ આવાસ ફલેટના પાર્કીંગમાથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે. જે બાબતે વટવા પોલી સ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ છે. આગળની કાર્યવાહી માટે વટવા પોલીસ સ્ટેશન સોપવા તજવીજ કરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %