Categories
Amadavad

મેઘાણી નગર મા આરોપી નરેન્દ્રસિંહ દલપતસિંહ રાઓલજી, તત્કાલીન એ.એસ.આઇ. મેઘાણીનગર પો.સ્ટે., વર્ગ-૩, અમદાવાદ શહેરનાઓ વિરૂધ્ધ લાંચની માંગણીનો ગુનો દાખલ કરતી એ.સી.બી.

0 0
Read Time:2 Minute, 57 Second

આ કામે હકિકત એવી છે કે, ફરિયાદી વિરૂધ્ધમાં સને-૨૦૧૮ માં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ, જે ગુન્હાના કામે ફરિયાદીના પત્નીનું નામ નહીં ખોલવા અને જો નામ ખુલે તો તાત્કાલિક અટક નહી કરવાના બદલામાં સદર ગુન્હાની તપાસ કરનાર મેઘાણીનગર પોલીસ સ્ટેશનના તત્કાલિન એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દલપતસિંહ નાઓએ સાહેદ પાસે લાંચ પેટે રૂ.૧૫૦૦/- માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એ.સી.બી. નો સંપર્ક કરી એ.સી.બી. ને ફરીયાદ આપેલ. જે ફરીયાદના આધારે બે સરકારી પંચો તેમજ એ.સી.બી. રેડીંગના પાર્ટીના સભ્યોને સાથે રાખી લાંચનુ છટકુ ગોઠવામાં આવેલ પરંતુ લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે લાંચની રકમ સ્વીકારેલ નહીં, જેથી સદર લાંચનુ છટંકુ નિષ્ફળ જાહેર કરેલ. નિષ્ફળ છટકાની ખુલ્લી દરમ્યાન વૈજ્ઞાનિક તથા અન્ય પુરાવાઓ આધારે લાંચની માંગણીનો ગુન્હો બનતો હોવાનું ફલિત થયેલ.

જેથી આરોપી નરેન્દ્રસિંહ દલપતસિંહ રાઓલજી, તત્કાલીન એ.એસ.આઇ. મેધાણીનગર પો.સ્ટે., વર્ગ-૩, અમદાવાદ શહેર વિરૂધ્ધમાં સરકાર તરફે શ્રી કે.પી.તરેટીયા, પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ શહેર એ.સી.બી.પો.સ્ટે. નાઓએ ફરીયાદ આપતા અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૦૯/૨૦૨૩ ભ્રષ્ટાચાર નિવારણ સુધારા અધિનિયમ- ૨૦૧૮ ની કલમ-૭, ૧૩(૧) તથા ૧૩(૨) મુજબનો ગુનો તા.૧૬/૦૬/૨૦૨૩ ના રોજ દાખલ કરવામાં આવ્યો. સદર ગુનાની આગળની વધુ તપાસ શ્રી સી.જી.રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. અમદાવાદનાઓ ચલાવી રહેલ છે. જેના સુપરવિઝન અધિકારી શ્રી કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ નાઓ છે.

સરકારશ્રીના જુદા-જુદા વિભાગોમાં ફરજ બજાવતાં સરકારી અધિકારી/કર્મચારી દ્વારા કાયદેસરના મહેનતાણા સિવાય જાહેર જનતા પાસે જો કોઇ ગેરકાયદેસર અવેજની માંગણી કરવામાં આવે તો તેવા સરકારી અધિકારી/કર્મચારીઓ અંગેની જાણ એ.સી.બી. કચેરીના ટોલ- ફ્રી નં.૧૦૬૪, ફોન નં.૦૭૯-૨૨૮૬૬૭૭૨ તથા ફેક્સ નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮ ઉપર કરવા જાગૃત જનતાને આહવાન કરવામાં આવે છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

છેતરપીંડીની ફરીયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશન માં ગુનો નોંધાયો

0 0
Read Time:1 Minute, 40 Second

છેતરપીંડીની ફરીયાદઃ-

નવરંગપુરાઃ શૈલેષકુમાર કનુભાઈ ઠકકર (રહે. નાગરદાસની ખડકી રામજી મંદીર સામે વાસદ તા.જી-આણંદ) એ તા.૩૦/૦૫/૨૦૨૩ ના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે શૈલેષકુમાર ઠકકર એ તેમના મિત્રોને વિદેશ અભ્યાસ માટે જવાનું હોઈ શૈલેશકુમાર ઠક્કરના સંપર્કમાં આવેલ અને નવરંગપુરા સી.જી.રોડ ગણેશ પ્લાઝામાં ઓફીસ નંબર-૨૦૧ ધરાવતા એહમદઅબ્બાસ ગુલામઅબ્બાસ અનુસીયા (રહે. ર૬૭ કાઠવાડ પ્રાથમિક શાળા સામે કાઠવાડ હાપા હીંમ્મતનગર) ને વિદેશ અભ્યાસ માટે વાત કરતા તા.૨૭/૧૧/૨૦૨૧ થી તા.૩૦/૦૫/૨૦૨૩ સુધીના સમયગાળા દરમ્યાન એક મિત્રને યુ.કે (લંડન) હેરો શહેરની ગ્રાથમ કોલેજમાં ફી ૭૫,૦૦૦/- તેમજ કેનેડાની બીટીશ કોલંબીયા કોલેજ ફી ૩,૮૬,000/- ઓનલાઈન ભરાવડાવી હતી. ત્યારબાદ શૈલેષકુમાર ઠકકરના મિત્રો કોલેજ ખાતે ગયા હતા જ્યાં કોલેજમાં તેઓની ફી ભરાયેલ અને પરત લઈ લીધેલાનુ જાણવા મળતા આરોપી એહમદઅબ્બાસ ગુલામઅબ્બાસ ખનુસીયાએ ઓનલાઈન ભરેલ ફી ના કુલ રૂપિયા ૪,૬૧,૦૦૦/- પરત મેળવી લઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પી.એમ.ચૌધરી ચલાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

હયાત હોટલમાં G20 સમીટ હેઠળ ઇવેન્ટ કરી છેતરપીંડી કરવા બાબતે કિરણ પટેલ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ કરતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ.

0 0
Read Time:3 Minute, 33 Second

હયાત હોટલમાં G20 સમીટ હેઠળ ઇવેન્ટ કરી છેતરપીંડી કરવા બાબતે કિરણ પટેલ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ કરતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ.

ફરિયાદીથી હાર્દિક S/O કિશોરભાઇ લીલાધરભાઇ ચંદારાણા ઉવ.૩૭ રહે. બી/૪૦૪, ગાલા ઍટર્નીયા, ટી.વી. ટાવર સામે, ડ્રાઇવઇન રોડ, થલતેજ, અમદાવાદ શહેર RX ઇવેન્ટસ ના નામથી વેપાર ધંધો કરે છે. કિરણ પટેલે ફરિયાદીને પી.એમ.ઓ. કાર્યાલયમાં અધિકારી તરીકે ની ઓળખ આપી પોતાને કાશ્મીર ડેવલોપમેન્ટની જવાબદારી સોંપેલ હોવાની હકિકત જણાવી વિશ્વાસ કેળવી પી.એમ.ઓ. ઓફીસમાં એડી. ડાયરેકટર તરીકેની ઓળખનુ વિઝીટીંગ કાર્ડ વોટસઅપ કરી પોત પી.એમ.ઓ. કાર્યાલયમાં અધિકારી નહી હોવા છતા ખોટી ઓળખ આપી, કાશ્મીર ખાતે મોટી ઇવેન્ટ અપાવવા માટેની લાલચ આપી, G20 સમીટના બેનર હેઠળ હયાત હોટલમાં ઇવેન્ટનો રૂ. ૧,૯૧,૫૧૪/- તેમજ કાશ્મીર માં મોટી ઇવેન્ટ અપાવવાના બહાને અમદાવાદ થી શ્રીનગર ની ફલાઇટ તથા લલીત હોટલ ના રૂમનુ ભાડુ મળી કિ.રૂ. ૧,૬૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૫૧,૫૧૪/- નો ખર્ચ કરાવી રૂપિયા નહીં આપી પોતે પી.એમ.ઓ. કર્યાલયની ખોટી ઓળખ આપી વિશ્વાસઘાત છેતરપીંડી કરેલ જે બાબતે ડી.સી.બી. પો.સ્ટે “એ” પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૧૦૧૧૨૩૦૦૯૮/૨૦૨૩ ઇપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૧૭૦, મુજબ ગુનો નોંધી પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.બી.આલ દ્વારા વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

આરોપી કિરણભાઇ ઉર્ફે બંસી S/O જગદીશભાઇ પટેલ ઉવ.૪૫ રહે. એ/૧૭, પ્રેસ્ટીજ બંગ્લોઝ, જીવી બા સ્કુલની બાજુમાં, ઘોડાસર અમદાવાદ શહેર મૂળ રહે. ગામ નાઝ, તા. દસક્રોઇ, જી.અમદાવાદ ની આજરોજ ઉપરોકત ગુનામાં અટક કરવામાં આવેલ છે.

  • આરોપીએ ફરિયાદીનો વિશ્વાસ કેળવવા માટે પી.એમ.ઓ. કાર્યાલયના અધિકારી તરીકેની ઓળખ આપેલ હતી.

કરાવેલ

  • આરોપીએ CG 20 Summits વિષય હેઠળ ફરિયાદી પાસે લક્ઝુરીયસ હોટલ હયાતમાં ઇવેન્ટ • આ દરમ્યાન ફરિયાદીને કાશ્મીર પુલવામાં ખાતે પણ ઓલ ઇન્ડીયા લેવલનો મેડીકલ કોન્ફરન્સ

માટેનુ ઇવેન્ટ કામ અપાવાનુ જણાવી • ફરિયાદી પાસે શ્રીનગર સુધીની એરટિકીટો અને લકઝુરીયસ હોટલ લલિત પેલેસમાં રૂમ બુક કરાવડાવેલ છે.

  • આરોપી કિરણ પટેલ પી.એમ.ઓ. કાર્યાલય ના અધિકારી તરીકેની તથા મોટા ઉધોગકાર અને પોતાને કોર્પોરેટ ક્ષેત્રોમા ભાગીદાર હોવાની ઓળખો આપી પ્રભાવિત કરી પોતાના અન્ય કોઇ પ્રોજેકટમાં ઇન્વેસ્ટ કરવા તથા કામ અપાવવાના પ્રલોભનો આપી પોતાનો આર્થિક હેતુ પાર પાડી છેતરપીંડી કરવાની ટેવવાળો હોવાનુ તપાસ દરમ્યાન જણાય આવેલ છે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %