Categories
Amadavad

અમદાવાદ ના સાબરમતી વિસ્તારના શાકભાજીની ફેરી કરનાર દંપતીની નિષ્ઠા સમાજ માટે પ્રેરણારૂપ બની

0 0
Read Time:50 Second

અમદાવાદ ના સાબરમતી વિસ્તારના શાકભાજીની ફેરી કરનાર દંપતીની નિષ્ઠા સમાજ માટે પ્રેરણારૂપ બની

અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ડોકટર નું લેપટોપ ગુમ થયેલું જે સાબરમતી વિસ્તારના શાકભાજીની ફેરી કરનાર પતિ પત્નીને મળ્યું હતું. આ દંપતીએ આ લેપટોપ તેના માલિક સુધી પહોંચાડવા વફાદારી પૂર્વક સાબરમતી પોલીસની મદદથી તબીબ સુધી પહોચાડ્યું હતું. લેપટોપમા મહત્વના રેકોર્ડ હોય તબીબને પેરત મળતા હાશકારો અનુભવ્યો હતો. અને આ દંપતીનો આભાર વ્યક્ત કરતા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માં રોકડા રૂપિયા ઝુંટવીને ચોરી કરનાર આરોપી ઝડપાયો

0 0
Read Time:1 Minute, 51 Second

ઝુંટવીને રોકડા રૂપિયાની ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી માધવપુરા પોલીસ માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આઇ.એન ઘાસુરા એ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મીલકત સંબંધી ગુના અટકાવવા તથા વણશોધાયેલ ગુના શોધી કાઢવા સુચના કરેલ જે સુચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ અને સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાનમા માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માં ઝૂંટવીને રોકડા રૂપિયાની ચોરીના આરોપી અંગે ચોકકસ બાતમી મેળવી પકડાયેલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપીનું નામ,સરનામું:- ઇરફાન સલીમભાઇ શેખ ઉવ ર૯ રહે ગકુર બસ્તી ખાનવડી રામોલ પોલીસ સ્ટેશનની સામે કેનાલ રોડ રામોલ અમદાવાદ શહેર મુળ વતન સુલતાનપુર જિલ્લો મેરઠ રાજ્ય ઉત્તરપ્રદેશ

કબ્જે કરેલ મુદ્દામાલઃ- (૧) રોકડા રૂ.૧૫,૦૦૦/- (૨) સુઝુકી બર્ગમેન ટૂ વ્હીલર વાહન જેનો આર ટી ઓ નંબર લગાડેલ નથીજેની કિ.રુ.૩૦,000/- (૩) મોબાઇલ ફોન નંગ ૦૧ જેની કિ.રૂ.૧૦,૦૦૦/-

કામગીરી કરનાર અધિકારી કર્મચારી–

(૧) સર્વેલન્સ સ્કોર્ડના પો સબ ઇન્સ જી,એમ.રાઠોડ (ર) HCજયેશકુમાર કાંતીલાલ

(૩)PC સંજય ગગાભાઇ

(૪) Pcનરેશકુમાર નાગજીભાઇ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

રોયલ બીચ સિટી ધ ગોવા” પ્લોટીંગ સ્કીમના બિલ્ડર્સ સાથે છેતરપીંડી કરનાર હિમાંશુ પટેલની ધરપકડ કરતી અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચ

0 0
Read Time:6 Minute, 1 Second

ફરિયાીશ્રી વિશાલ SO જયંતિભાઇ સાવલિયા ઉવ.૩૯ રહે. એ/૧૦૨, પારિજાત ઇકલેટ, ઇસ્કોન મંદિરની પાછળ, વિક્રમનગર, સેટેલાઈટ, અમદાવાદ શહેર દ્રારા હિમાંશુ મહેન્દ્રકુમાર પટેલ રહે. અખબારનગર, અમદાવાદ શહેર વિરુધ્ધ નોંધાવેલ ફરિયાદ મુજબ કે સને-૨૦૧૧ થી આજદિન સુધી સિંધુભવન રોડ, હોટલ મેરીયોટ સામે, શિલ્પ-૩, ઑફિસ નં.૧૦૧ ફરિયાદીશ્રીની જુની ઓફિસ ખાતે મિટીંગો કરી ફરિયાીશ્રીના ધોળકા ગણેશપુરા ગામ પાસે રોયલ બીચ સીટી ધ ગોવા નામની પ્રૉઇંગ સ્કીમમાં ૫૦૦ જેટલા પ્લોટ વેચાણ કરી અપાવવા માટે વિશ્વાસ કેળવી પ્રોજેકટમાં ભાગીદાર તરીકે જોડાવા માટે સી.જી.રોડ, અગ્રવાલ કોમ્પલેક્ષમાં રોકન્ડ ફ્લોર ઉપર આવેલ એકતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની (બે)જોઇન્ટ ઓફિસ આપવાનુ કહી તેમજ ૨૫ હપ્તેથી કુલ રૂ.૨૪,૦૦,૦૦૦/- મેળવી ઓફિરાના દસ્તાવેજ નહીં કરી આપી તેમજ ૪૦૦ પ્લોટ વેચાણ કરી આપેલ નહી તેમજ ખેરાલુ ખાતે બે દુકાનો આપવાનુ જણાવી મૌલિન શાહ નામની વ્યક્તિને રૂ.૧૫,૦૦,૦૦૦/- નો પ્લોટ અપાવી દઇ ફરિયાદીશ્રી સાથે કુલ કિં.રૂ.૩૯,૦૦,૦૦૦/- ની વિશ્વાસઘાત છેતરપીંડી કરેલ હોય

અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચ ના સંયુકત પોલીસ કમિશ્નર શ્રી પ્રેમ વીર સિંગ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ચૈતન્ય આર. મંડલીક સાહેબે આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી.આલ દ્રારા ભોગ બનનારની ફરિયાદ આધારે ડી.બી.સી, પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં ૧૧૧૯૧૦૧૧૨૩૦૧૯૧/૨૦૨૩ ધી ઇપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૫૦૬(૨) મુજબ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. આરોપી હિમાંશુ S/O મહેન્દ્રભાઈ પટેલ ઉવ.૪૧ રહે, એ/૮૦૨, રાજવંશ ટાવર, સત્યમાર્ગ જજીસ બંગ્લો, બોડકદેવ, અમદાવાદ શહેર નીજજીસ બંગ્લો, બોડકદેવ, અમદાવાદ શહેર ની તા.૦૪/૦૭/૨૦૨૩ ના રોજ અટક કરી પૂછપરછ કરતા • તે અગાઉ એકતા ટ્રાવેલ્સ નામથી ટેક્ષી ભાડે આપવાનો વેપાર કરતો હતો. દરમ્યાન પોતાનો વેપાર ધંધો વધતા વધુ ટેક્ષીઓ ખરીદ કરી તથા બહારથી કમિશન ઉપર મેળવી ભાડેથી ટેક્ષી આપવાનો કોન્ટ્રાકટ લેતો હતો.

  • સને -૨૦૦૮ માં હેલો ટેક્ષી નામથી ગુજરાત રાજ્યમાં પહેલી મીટર ટેક્ષી શરૂ કરેલ હતી પરંતુ તે વેપાર ધંધામાં કોમ્પીટીશન વધી જતા સને-૨૦૧૧ માં બંધ કરી દીધેલ ત્યારબાદ રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઝંપલાવી વેપાર ધંધો કરવાનુ નક્કી કરી પોતાને બહુ ઓળખાણ અને અનુભવ છે તેવુ જણાવી ફરિયાદીશ્રીને ધોળકા ખાતેના રોયલ બીચ સીટી ધ ગોવા નામની પ્લોટીંગ સ્કીમમાં ૫૦૦ જેટલા પ્લોટ વેચાણ કરી અપાવવાના બહાને ભાગીદારીમાં જોડાયેલ

ભાગીદારીના ઇન્વેસ્ટ પેટે આપવાની રકમના બદલામાં સી.જી.રોડ ખાતેની પોતાની ઓફિસ આપવાનુ જણાવી ઓફિસનીની કિંમતની બાકીની રકમ રૂ.૨૫,૦૦,૦૦૦/- ફરિયાદીશ્રી પાસેથી મેળવી લઇ ફરિયાીશ્રીને આજદિન સુધી ઓફિસ પણ આપેલ નહી. • ફરિયાદીશ્રીને ખેરાલુ ખાતેની ૨ દુકાનો આપવાનુ જણાવી મૌલિન શાહ નામની વ્યક્તિને પ્લોટ ફાળવી દીધેલ છે. બાદ ફરિયાદીશ્રીને જાણવા મળેલ કે ખેરાલુ ખાતે હિંમાશુ પટેલની કોઇ દુકાનો કે મિલકત નથી.

  • ફરિયાદીશ્રી પોતાના રૂપિયા પરત માંગે અથવા ઓફિસનો દસ્તાવેજ કરી આપવા જણાવે ત્યારે ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપવા લાગેલ
  • આ સિવાય હિમાંશુ પટેલે આવા બીજા કોઇ પ્રોજેક્ટોમાં ઇન્વેસ્ટ કરવાના બહાને છેતરપીંડી કરેલ છે કે કેમ? તે દિશામા આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે.
  • મોડસ ઓપરેન્ડસી:- આરોપી હિમાંશુ પટેલ જુદા જુદા પ્રોજેકટો કે જાહેરાતો આધારે પોતાના નામનો કોઇ પ્રોજેકટનું પ્રેજન્ટેશન બનાવી રોકાણકારોને બતાવી તે આધારે વિશ્વાસ કેળવી પ્રોજેકટની આજુબાજુના જમીનદાર કે ખેડુતોને પણ મોટું ઇન્વેસ્ટમેન્ટ આવવાનુ છે. આ જગ્યાએ મોટુ ડેવલપમેન્ટ થવાનુ છે તેમ જણાવી જમીન વેચાણ કરવા પ્રેરિત કરે છે. બાદ બહારના રોકાણકારોને લાવી તે જમીન ઉંચા ભાવે વેચાણ કરાવી આપી પોતાનુ કમિશન મેળવે છે. તેમજ કોઇ ઇન્વેસ્ટરો આ બાબતે વિરોધ કરે ત્યારે પોતે મોટી રાજકીય વગ ધરાવતો હોવાની અને ખેડૂતો માં પોતાનુ વર્ચસ્વ હોય ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપવાની ટેવવાળો છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમેરીકા અભ્યાસ કરવા માટે જરુરી GRE ની પરીક્ષા પાસ કરાવી આપવાના બહાને વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરનાર ગેંગના ૩ આરોપીઓની ધરપકડ કરતી સાયબર ક્રાઇમ, અમદાવાદ શહેર.

0 0
Read Time:8 Minute, 56 Second

આજથી એક અઠવાડીયા અગાઉ અત્રેના પો.સ્ટે. ખાતે ફરીયાદીની રજુઆત મળેલ કે, પોતાને અમેરીકા ખાતે અભ્યાસ કરવા જવાનુ હોય તે માટે GRE ની પરીક્ષા પાસ કરવી જરુરી હોય તેમણે ગુગલ પર સર્ચ કરતા VOICE IMMIGRATION INDIA નામની વેબસાઇટ ખુલેલ, જેમાં મો.નં.૮૪૬૦૯૪૪૭૪૪ લખેલ હોય તે નંબર પર સંપર્ક આ વ્યકિતએ રુપિયા ૭૦,૦૦૦/- માં પરીક્ષા પાસ કરાવી આપવાની વાત કરેલ અને તે પેટે રુપિયા ૧૯,૦૦૦/- એડવાન્સમાં ઓનલાઇન મેળવી લઇ પરીક્ષાનો તારીખ ટાઇમ નક્કી કરી પરીક્ષાનો એપોઇન્ટમેન્ટ લેટર મોકલેલ, જેમાં પરીક્ષાનુ સ્થળ એટ હોમ હોવા છતાં સુરતની હોટલ બાલવાસ ખાતે પરીક્ષા આપવાનુ લોકેશન મોકલી આપતા ફરીયાદીને આ ષડયંત્ર હોવાનુ જણાઇ આવતા અત્રે રજુઆત કરતા જે રજુઆત આધારે પરીક્ષા અપાવનાર ઇસમોની ટેકનિકી સોર્સ આધારે સાયબર ક્રાઇમની તપાસ ટીમ દ્વારા પરીક્ષાવાળી જગ્યા હોટલ બાલવાસ, રીંગ રોડ, સુરત ખાતે તપાસ કરતા ફરીયાદીને પરીક્ષાનુ સેટએપ ગોઠવી આપી ઓનલાઇન પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નોના ફૉટા પાડી લઇ વોટ્સએપથી ચંદ્રશેખર ઉર્ફે રાહુલ સર નામના વ્યકિતને મોકલી આપી તે પ્રશ્નોના જવાબો તાત્કાલીક વોટ્સએપથી મેળવી લઇ તે જવાનો ઓનલાઇન પરીક્ષામાં નિરિક્ષક જોઇ ન શકે તે રીતે લેપટોપની પાછળના ભાગે બેસી બ્લુટુથની કનેકટ કરેલ કીબોર્ડ વડે ટાઇપ કરી પરીક્ષાર્થીને ફ્કત ટાઇપીંગ કરવાની એકટીંગ કરવાનુ જણાવી એક પરીક્ષા પાસ કરાવવાના રુપિયા ૪,૦૦૦/- કમિશન મેળવતા ઇસમ મહેશ્વરા બાલાનાગેન્દ્ર ચેરલા(રેડ્ડી) રહે. આંન્ધ્રપ્રદેશ તથા ઓનલાઇન પરીક્ષામાં પુછાયેલ સવાલોના જવાબો મોકલી આપનાર ચંદ્રશેખર ઉર્ફે રાહુલ હનુમંતરાવ કરલપુડી, રહે. વડોદરા, મુળ વતન- વિજયવાડા, આંધ્રપ્રદેશ, તેમજ GRE ની પરીક્ષા પાસ કરાવી આપવાની લાલચ આપી ઓનલાઇન નાણા મેળવી લેનાર સાગર ધીરજલાલ હિરાણી રહે. મોટા વરાછા, સુરતને સુરત તેમજ વડોદરા ખાતેથી પકડી પાડી તેમની પાસેથી ગુનો કરવામાં વપરાયેલ લેપટોપ-૫, સીપીયુ-૩, મોબાઇલ-૭ સહિતના કુલ રુપિયા ૯૫,૮૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનાના કામે અટ્ક કરવામાં આવેલ છે અને આરોપીઓની વધુ પુછપરછ કરતા નીચે મુજબની હકિકત જણાવેલ છે.

અટ્ક કરેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન તેઓ છેલ્લા એક વર્ષથી અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા જેવા વિવિધ દેશોમાં અભ્યાસ અર્થે જનાર વિદ્યાર્થીઓને આપવાની થતી ઓનલાઇન પરીક્ષા TOEFL, IELTS, PTE, GRE વગેરેમાં વધુ માર્કસ લાવવા બાબતે પોતાની પાસે રહેલ લેપટોપમાં સુરત શહેરની જુદી જુદી હોટલમાં રુમ ભાડે રાખી સેટએપ ગોઠવી આપી પરીક્ષાર્થીઓને ફ્કત ટાઇપ કરવાની એકટીંગ કરવાનુ સમજાવી ઓનલાઇન પરીક્ષા લેનાર નિરિક્ષકને પરીક્ષાર્થી સિવાય અન્ય કોઇ ઇસમની હાજરી ન દેખાય તે રીતે પરીક્ષા જે લેપટોપમાં ચાલતી હોય તે લેપટોપમાં બ્લુટુથની કી-બોર્ડ અને માઉસ કનેક્ટ કરી પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નોના નિરિક્ષકને ખબર ન પડે તે રીતે ફોટા પાડી લઇ વોટ્સએપથી મોકલી આપી તુરતજ પ્રશ્નોના જવાનો. વોટ્સએપ માધ્યમથી મેળવી લઇ તે જવાબો બ્લુટુથથી કનેકટ કરેલ કી-બોર્ડ તથા માઉસ વડે ટાઇપ કરી પરીક્ષાર્થીને ફ્કત ટાઇપીંગ કરવાની એકટીંગ કરવાનું જણાવી પરીક્ષામાં વધુમાં વધુ માર્ક્સ આવે તે રીતે કામગીરી કરી વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરી રહેલ હતા. છેલ્લા એક વર્ષમાં આરોપીઓએ આશરે ૪૦૦ થી વધારે જેટલા વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષા અપાવી છેતરપીંડી કરેલાનુ ધ્યાને આવેલ છે.આરોપીઓની ગુનામાં ભુમિકા :-(૧) આરોપી મહેશ્વરા બાલાનાગેન્દ્ર ચેરલા(રેડ્ડી) એ બી.એસ.સી.(બેચલર ઓફ કોમ્પ્યુટર સાયન્સ) નો પાર્ટટાઇમ અભ્યાસ ચાલુ છે અને છેલ્લ બે માસથી આંન્ધ્રપ્રદેશથી વડોદરા ખાતે આવેલ છે અને TOEFL તથા GRE ની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓની ફી પોતાના ગુગલ પે એકાઉન્ટમાં મેળવી જુદી જુદી હોટલમાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવી પોતાનો ચહેરો દેખાય નહીં તે રીતે વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાના પ્રશ્નોના જવાબો ચંદ્રશેખર પાસેથી વોટ્સએપથી મેળવી લેપટોપને બ્લુટુથની કનેકટ કરી ઓનલાઇન પરીક્ષા આપી વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરે છે. એક દિવસમાં બે થી ત્રણ વિદ્યાર્થીઓને પરીક્ષા અપાવતો હતો અને એક અઠવાડીયામાં ત્રણ વાર પરીક્ષા થતી હોય તે તમામ પરીક્ષામાં વિદ્યાર્થીઓને સેટઅપ પુરી પાડી પરીક્ષા પાસ કરાવવાનુ જણાવી એક વિદ્યાર્થી દીઠ રૂપિયા ૪,૦૦૦/- કમિશન મેળવતો હતો. (ર) આરોપીએ સાગર ધીરજલાલ હિરાણીએ બેચલર ઓફ એન્જીનીયરીંગ આઇ.ટી. સુધીનો અભ્યાસ કરેલ છે. સને૨૦૨૦ થી મોટા વરાછા ખાતે વોઇસ ઇમીગ્રેશન નામથી ઓફિસ ધરાવી સ્ટુડન્ટ વિઝા, વિઝિટર વિઝા, ડીપેન્ડન્ટવિઝાનુ કન્સલટીંગનું કામ કરે છે અને છેલ્લા એક વર્ષથી TOEFL તથા GRE ની પરીક્ષાનુ રજીસ્ટ્રેશન કરાવીપરીક્ષા પાસ કરાવી આપવાનુ કામ કરે છે. અને એક વિદ્યાર્થી દીઠ રુપિયા ૧૫,૦૦૦/- કમિશન મેળવતો હતો. છેલ્લા એક વર્ષમાં આશરે ૧૫ જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા અપાવી કમિશન મેળવેલ છે. (૩) આરોપી ચંદ્રશેખર ઉર્ફે રાહુલ હનુમંતરાવ કરલપુડી એ બી.ટેક સુધીનો અભ્યાસ કરેલ છે. અને છેલ્લા ૨૦ વર્ષથી વડોદરામાં રહે છે અને છેલ્લા એક વર્ષથી વિદેશમાં અભ્યાસ અર્થે જતા પહેલા પાસ કરવાની TOEFL તથા GRE ની પરીક્ષા પાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને હોટલમાં એક્ઝામ માટેનુ સેટઅપ પુરુ પાડી ડમી માણસો રાખી પરીક્ષા પાસ કરાવી આપવાનુ કામ કરે છે. આજદિન સુધી અલગ અલગ એજન્ટો મારફતે આશરે ૪૦૦ થી વધારે વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષા અપાવી તેમની પાસેથી એક વિદ્યાર્થી દીઠ રુપિયા ૩૫,૦૦૦/- કમિશન મેળવેલ છે.કબ્જે કરેલ મુદ્દામાલ : – લેપટોપ-૫, સીપીયુ-૩, મોબાઇલ-૭ વિગેરે સહિતનો કુલ રુપિયા ૯૫,૮૭૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર અધિકારી:-(૧) પો.ઇન્સ. શ્રી બી.એમ.પટેલ, (૨) પો.સ.ઇ શ્રી એસ.બી.આચાર્ય, (૩) પો.સ.ઇ શ્રી બી.ડી.ભટ્ટ્, (૪) પો.સ.ઇ શ્રી બી.બી.સોલંકી , (૫) પો.સ.ઇ શ્રી ટી.એન.મોરડીયા . (૬) અ.હે.કો.શ્રી અજય રામચંદ્ર, (૭) અ.હે.કો.શ્રી જીતેન્દ્રસિંહ દાનુભા, (૮) અ.હે.કો.શ્રી વિશાલ રમેશભાઇ, (૯) અ.હે.કો.શ્રી નિતેષ વલ્લભભાઇ ,. (૧૦) અ.હે.કો.શ્રી વિનુસિંહ જસવંતસિંહ . (૧૧) અ.પો.કો.શ્રી સુનિલ હિરજીભાઇ , (૧૨) અ.પો.કો.શ્રી શૈલેષ વાલજીભાઇ, (૧૩) અ.પો.કો.શ્રી શૈલેષ વિહાભાઇ, (૧૪) અ.પો.કો.શ્રી અશોક લક્ષ્મણભાઇ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ રથયાત્રામાં પથ્થરમારો થવાની ખોટા કન્ટ્રોલ મેસેજ કરનાર મહિલાની ધડપક્કડ

0 0
Read Time:1 Minute, 37 Second

પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી પથ્થરમારો થયાની જાણ કરી અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રામાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બીજી તરફ સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારની અફવા ના ફેલાય તે માટે પણ વિશેષ તકેદારી રાખવામાં આવી હતી.ત્યારે રથયાત્રા શરૂ થવાના ગણતરીના કલાકો પહેલા પોલીસ કન્ટ્રોલ રૂમમાં એક ફોન રણક્યો હતો કે સરસપુર વિસ્તારમાં આવેલ પોટલિયા ચાર રસ્તા પાસે ઔડાના મકાનમાં પેરડાઈઝ બંગલો પાસે કેટલાક યુવકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો.પથ્થરમારો થયાના મેસેજથી પોલીસ સચેત થઈ ગઈ અને માહિતી પ્રમાણે ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં સ્થળ તપાસ કરતા પોલીસે હાશકારો લીધો હતો કે કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. ત્યાર બાદ પોલીસે કન્ટ્રોલ મેસેજ કરનાર મહિલા પાયલબેન ઉર્ફે ગુડીબેન પટણીની ઉલટ તપાસ કરતા પાયલબેન પટણીએ ગોલમોલ જવાબ આપતા પોલીસ દ્વારા પાયલબેન પટણી વિરુદ્ધ ખોટી અફવા ફેલાવવાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમા આઈફોન મોબાઇલની ચોરી કરનાર બે આરોપીને કુલ રૂપિયા ૯૦ લાખ ના મુદ્દામાલ સાથે જડપી લેતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

0 0
Read Time:3 Minute, 7 Second

અમદાવાદ ના આંબાવાડી પાંજરાપોળ ચાર રસ્તા પાસે, થર્ડ આઇ વીઝન કોમ્પલેક્ષમાં આવેલ, વા યબલ રી-રીકોમર્સ ઇન્ડીયા પ્રા.લી. નામના શો-રૂમમાંથી એપલ કંપનીના આઇફોન મોબાઇલ ફો ન નંગ-૧૧૯ તથા રોકડ રકમ મળી કુલ રૂ.૭૭,૩૯,૮૦૦/- ની ચો રી અંગેનો ગુજરાત યુનીવર્સીટી પોલીસ સ્ટેશન ગુ. ર.નં. ૧૧૧૯૧૦૧૭૨૩૦૦૯૯/૨૦૨૩ ઇપીકો કલમ-૪૫૭, ૩૮૦ મુજબની ફરીયાદ દાખલ થયેલ હતી.

જે ગુનામાં મોટી રકમના આઇફોન મોબાઇલની ચોરી થયેલ હોય, ક્રાઇમબ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ના માર્ગદર્શન હેઠળ, મદદનીશ પોલીસ કમિશ્નરશ્રીની સુચના મુજબ પો .ઇન્સ.શ્રી એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ.શ્રી બી.યુ. મુરીમા તથા વા.પો.સ.ઇ.શ્રી એમ.ડી.મકવાણા તથા એ.એસ.આ ઇ. જયેશ ધર્મરાજ તથા હે.કો. ઇમરાનખાન અબ્દુલખાન હે.કો. મહેન્દ્રસિંહ વેલુભા તથા પો.કો. અલ્પેશભાઇ વાઘુભાઇ તથા પો.કો. શૈલેષભાઇ ચમનભાઇ નાઓ દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ બાબતે ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરેલ.

આ દરમ્યાંન ખાનગી રાહે હકીકત મળેલ કે, “અગાઉ અસંખય ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ અમિત ઉર્ફે શ્યામ નવીનચંદ્ર દરજી રહે-વડોદરા તથા અશોક ઉર્ફે અજય ડાહ્યાભાઈ મકવાણા રહે, દાણીલીમડા અમદાવાદ શહેરનો સંડોવાયેલ હોવાનુ જણાય આવેલ.

આ કામે આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન (૧) અમિત ઉર્ફે શ્યામ સન/ઓફ નવીનચંદ્ર દરજી ઉવ.૪૬ રહે, ૨ ગ્રાઉન્ડ ફલોર અદાણીયા સરસીયા તળાવ ફતેહપુરા પોસ્ટ ઓફિસની પાછળ ફતેહપુરા વડોદરા મુળ વતન કિષ્ નાપાર્ક સોસાયટી વિદ્યાડેરી રોડ જુના નાવલી ગામ રોડ બોરસદ ચોકડી પાસે આણંદ જી . આણંદ તથા (૨) અશોક ઉર્ફે અજય સન/ઓફ ડાહ્યાભાઈ મકવા ણા ઉવ.૪૪ રહે, ૫ પંચવટી સોસાયટી હેતલકુંજની બાજુમા દાણીલીમડા ગામ

દાણીલીમડા અમદાવાદ શહેરને જમાલપુર એસ.ટી. રોડ નવી ચાલી ચાર રસ્તા પાસેથી મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ પાસેથી એપલ કંપનીના આઇફોન મોબા ઇલ ફોન નંગ-૧૧૯ કિ.રૂ. ૯૦,૩૮,૧૦૦/- તથા મો.સા.-૧ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા લોખંડનુ ખાતરીયુ-૦૧ કિ.રૂ.૦૦/૦૦ તથા થેલો-૧ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ્લે કિ. રૂ. ૯૦,૫૮,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ શહેરના સોલા તથા નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી તેમજ મહેસાણા જિલ્લાના બાવળ વિસ્તાર માથી મોટરસાયક્લ ની ચોરી કરનાર બે ઇસમો તથા બે કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરો ને ચોરી કરેલ કુલ્લે૦૬ મો.સા સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ઝોન-૭ લોકલ ક્રાઇમ બાંન્ય

0 0
Read Time:4 Minute, 11 Second

અમદાવાદ શહેરના સોલા તથા નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી તેમજ મહેસાણા જિલ્લાના બાવળ વિસ્તાર માથી મોટરસાયક્લ ની ચોરી કરનાર બે ઇસમો તથા બે કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરો ને ચોરી કરેલ કુલ્લે૦૬ મો.સા સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ઝોન-૭ લોકલ ક્રાઇમ બાંન્ય

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર પ્રેમ વીર સિંહ સાહેબ તથા

અધિક પોલીસ કમિશ્નરશ્રી સેકટર-૧ નીરજકુમાર બડગુજર સાહેબની સુચનાથી

તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન-૭ બી.યુ.જાડેજા સાહેબ નાઓની સુચના

તથા માર્ગદર્શન હેઠળ “ઝોન – ૭” કાર્યક્ષેત્ર વિસ્તારમા મિલકત સબંધી તથા ચોરી તથા લુંટના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સારું તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારુ સુચના કરતા જે સૂચના અન્વયે ઝોન-૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.એ.રાઠોડ નાઓ સાથેના સ્ટાફના માણસો સાથે ઝોન-૦૭ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો.જયદીપસિહ રામદેવસિંહ તથા પો.કો.મનભાઇ વલભાઇ તથા પો.કો.મુળભાઇ વેજાભાઇ નાઓને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે બોડકદેવ વિસ્તાર માંથી (૧) જય સ/ઓ બિપીનભાઇ જાતે-તબિયાર ઉ.વ.૧૮ વર્ષ ૧૦ માસ રહેવાસી, બ્લોક નં-૦૭ મકાન નં-૪૦૮ ચોથો માળ કબીર એપાર્ટમેન્ટ સીમ્સ હોસ્પિટલ પાસે થલતેજ અમદાવાદ શહેર મુળ-વતન-ગામ-મલાસા તા- ભિલોડા જીલ્લો-અરવલ્લી તથા (૨) નીલ સ/ઓ જશુભાઇ જાતે-પંચાલ ઉ.વ.૨૪ રહે,મ.નં-૬૧ જયઅદિતિ પાર્ક ચાદલોડિયા અમદાવાદ શહેર નાને તથા કાયદાના સંધર્ષમાં આવેલ ૦૨ કિશોરો પાસેથી અલગ અલગ કંપનીના કુલ્લે-૦૪ મો.સા તથા ૦૨ એક્ટીવા મળી કુલ્લે ૦૬ ટુ વ્હિલર વાહનો જેની કુલ્લે-કિ,રૂ,૧,૬૦,૦૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડી સી.આર.પી.સી.કલમ-૪૧(૧)ડી મુજબ આજ રોજ તા- ૦૨/૦૬/૨૦૨૩ ના કલાક ૨૧/૩૦ વાગ્યે ઉપરોક્ત ઇસમોને અટક કરી વાહન ચોરીના ૦૬ અનડીટેકટ ગુના ડિટેકટ કરી સારી કામગીરી કરેલ છે. તા-૦૨/૦૬/૨૦૨૩

1/3

શોધાયેલ ગુનાની વિગત

(૧) નારણપુરા પોલીસ સ્ટેશન- પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૩૪૨૩૦૧૦૧/૨૦૨૩ ધી

ઇ.પી.કો.કલમ-૩૭૯

પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૪૫૨૩૦૪૮૧/૨૩ ધી

(૩) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૪૫૨૩૦૪૮૨/૨૩ ધી

(૨) સોલા હાઇકોર્ટ ઇ.પી.કો.કલમ-૩૭૯

ઇ.પી.કો.કલમ-૩૭૯

(૪) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૪૫૨૩૦૪૮૩/૨૩ ઘી ઇ.પી.કો.કલમ-૩૭૯

(૫) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૪૫૨૩૦૪૮૮/૨૩ ધી

ઇ.પી.કો.કલમ-૩૭૯ (૬) મહેસાણા જીલ્લાના બાવલુ પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો દાખલ થયેલ છે

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ-

આ કામે પકડાયેલ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર થોડા દિવસ પહેલા ગાંધીનગર સેકટર ૧૩ પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીના ગુનામાં પકડાયેલ છે. કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

અમદાવાદ માં કાલુપુર રેલ્વે સ્ટેશન અને ગીતા મંદિર બસ સ્ટેન્ડને બ્લાસ્ટ કરવાના ખોટા મેસેજ કરનાર આરોપી ઝડપાયો

1 0
Read Time:2 Minute, 11 Second

કાલુપુર રેલ્વે સ્ટેશન અને ગીતા મંદિર બસ સ્ટેન્ડને બ્લાસ્ટ કરવા સારૂ ૨૦ થી ૨૫ બીમ તથા ગન લઇને આવેલ છે તેનો પોલીસ કંટ્રોલમાં ખોટો મેસેજ કરનાર વોન્ટેડ આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડતી અમરાઇવાડી પોલીસ

અમદાવાદ માં કન્ટ્રોલર રૂમનાં એક મેસેજ લખાવામાં આવેલ કે રબારી કોલોની ચાર રસ્તા ભારતીનગર ગેટ નં.૪ ઉપરોકત જગ્યાએ વિશાલ જયસ્વાલ એમ.પી થી પંદર થી વીસ ગન તેમજ ૨૦ થી ૨૫ બોમ લઈને આવેલ છે અને કાલુપુર રેલ્વે સ્ટેશન અને ગીતામંદીર બ્લાસ્ટ કરવાની વાત ચાલે છે જેવો મેસેજ એક ઇસમે કરેલ હોય જે મેસેજ આધારે પોલીસ તત્કાલીન જગ્યાએ જઇ તપાસ કરતા કોઇ ગુનાહિત મળી આવેલ નહી જેથી આ મેસેજ કરનારે ખોટો મેસેજ કરેલ હોય જે મેસેજ કરનાર વિરુધ્ધમાં અમરાઇવાડી પોલીસ સ્ટેશન દ્વારા ઇપીકો કલમ ૧૭૭ મુજબનો ગુનો દાખલ કરી આ ખોટો મેસેજ કરનારની તપાસમાં હતા તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર ડી.વી.હડાત ને ખાનગી બાતમી મળેલ કે આ ખોટો મેસેજ કરનાર આરોપી રાહુલ મહેન્દ્રભાઇ જયસ્વાલ ઉવ.૨૫ જે હાલમાં રહેવાસી-અમદાવાદ શહેર રખડતો મુળ વતન- ગામ. ભીલોડા તા-જી અરવલી આ આરોપી તા.૦૧/૦૬/૨૦૨૩ ના કલાક ૨૦/૩૦ વાગે પકડી પાડી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

-:કામગીરી કરનાર:-

(૧) પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.હડાત

(ર) પો.સબ.ઇન્સ. પી.એસ.મીયાત્રા

(૩) હેડ.કોન્સ.અમૃતજી

(૪)પો.કો.સુરૂભા

(૫) પો.કો.પીયુષકુમાર

(૬) પો.કો.મહિતપસિંહ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

આંતરરાષ્ટ્રીય લેવલે પ્રાણીઓના અમુલ્ય અંગોની તસ્કરી કરી વેચાણ કરનાર ઈસમને પકડી તામિલનાડુ ફોરેસ્ટ વિભાગને સોંપતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:2 Minute, 31 Second

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ના ઓફિસરો ને બાતમી મળતા આરોપી પ્રકાશ ચુનીલાલ કાકલીયા ઉ.વ.૫૬ રહે-ઇ/ ૧૦૧, કસ્તુરી કોમ્પલેક્ષ, સરદાર પેટ્રોલપંપ સામે,બોડકદેવ અમદાવાદ શહેરને પકડી તામિલનાડુ ફોરે સ્ટ વિભાગના અધિકારીઓને સોંપેલ છે.

તામિલનાડુ રાજ્યના તિરૂચિરાપલ્લી રેન્જ, ત્રિ ચીમાં તા. ૦૫/૦૪/૨૩ ના રોજ આ કામના આરોપી વિરુધ્ધ નીચે મુજબ ના પ્રાણીઓના અમુલ્ય અંગો/અવશરકાયદેસર તે વેચવાનો ગુનો દાખલ થયેલ છે.

  • વાઘનું ચામડુ – ૦૧
  • હાથીદાંત – ૦૨
  • હરણના સિંગડા – ૦૨

શિયાળની પૂંછડી

આરોપી અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દોડેક માસ પહેલાં હાથી દાંત રૂ.૩૫,૦૦,૦૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ગુરનં-૧૧૧૯૧૦૧૧૨૩૦૦૮૯/૨૦૨૩ ધી ઇપીકો કલમ-૩૭૯, ૪ ૧૧ તથા વન્ય પ્રાણી (સંરક્ષણ) – ૩૯, ૪૩(૧), ૪૩(૨),

૪૪, ૪૯(બી), ૫૦, ૫૧(૧), પર મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદે સર કાર્યવાહી કરવામાં આવેલ હતી.

આ કામે પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન આરોપી પ્રકાશ ચુનીલાલ જૈન ૧૯૯૨ થી ૨૦૦૬ સુધી તામિલનાડુ રાજ્યના સેલમ વિસ્તારમાં રહેતો હતો જે ચંદન ચોર વિરપ્પનના ગામ કોલતુર ખાતે અવાર-નવાર આવતો જતો ર હેતો અને વિરપ્પનની પત્નિના નામથી પણ વાકેફ અને વિરપ્પનની ગેંગના માણસો પાસેથી વધારે માં હાથીદાંત જોઇતા હોય તો મંગાવી આપશે તેવુ તપાસ દરમ્યાન જાણવા તું. જેથી તામિલનાડુ રાજ્ય પોલીસ તેમજ રેસ્ટ વિભાગમાં સંપર્ક કરતાં આરોપી વિરુધ્ધ ફોરેસ્ટ વિભાગમાં પ્રાણીના અંગો / અવશેષો ર રીતે વેચવાનો ગુનો દાખલ થયેલ હોય, ક્રાઈમ બ્રાન્ચ ના ટીમ આરોપી ઉપર સતત વૉચ રાખી આરોપીને પકડી પા ડી તામિલનાડુ રાજ્યના ફોરેસ્ટ વિભાગને સોપી દીધો.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

વિદેશી નાગરીકોને લોન આપવાના બહાને છેતરપીંડી કરનાર ઇસમોને પક્ડી પાડતી સાયબર ક્રાઇમ, અમદાવાદ શહેર

0 0
Read Time:4 Minute, 33 Second

તાજેતરમાં વિદેશી નાગરીકોને લોન આપવાના બહાના હેઠળ છેતરપીંડી કરવા બાબતના સાયબર ક્રાઇમને લગતા ગુના ખાસા પ્રમાણમાં વધવા પામેલ હોય અને સામાન્ય જનતા સાથે છેતરપીંડી કરી ઇસમો મસમોટી રકમ પડાવી લેતા હોય જેથી આવા ગુનાઓ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા સારું સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી પ્રેમવિરસિંહ યાદવ સાહેબ તથા સાયબર ક્રાઇમના નાયબ પોલીસ કમિશનરશ્રી અજીત રાજીયન સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનરશ્રી જે.એમ.યાદવ સા હેબના માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં ગેરકાયદેસર કોલસેન્ટર ચલાવતા ઇસમ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સારુ સુચના આપતા પો.સ.ઇ શ્રી બી.ડી.ભટ્ટ નાઓ ની બાતમી હકિકત આધારે પો.ઇન્સ. શ્રી પી.વી.રાણા નાઓએ skype મારફતે અમેરીકન નાગરીકોને કોલ કરી પેડે લોન આપવા બાબતે વાતચીત કરી લોનના ઇન્સ્યોરન્સ પેટે. ક્રેડીટસ્કોર બુસ્ટ કરવા માટે, બ્લોક થયેલ એકાઉ ન્ટ અનબ્લોક કરવા માટે નાણા ભરવાનુ જણાવી અમેરી કન નાગરીકો પાસેથી CASH APP, ZELLE એપ્લીકેશન મારફતે તેમજ WALL MART DEVOLUCIÓN DE DINERO, GRE EN MONEY PACK, EBAY, TARGET ગીફટ કાર્ડની ખરીદી કરાવી કાર્ડનુ પ્રોસે સીંગ કરાવી ભારતીય ચલણમાં નાણા કન્વર્ટ કરાવી ના ણાંકિય આર્થીક ફાયદો મેળવી અમેરીકન નાગરીકો સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરનાર આરોપી (૧) તીર્થ યોગેશકુમાર ભટ્ટ ઉ.વ.૨૧, રહે. એફ/૧૧૦૩, આકાશ હોમ્સ, ઉજાલા સર્કલ પાસે, સરખેજ, અમ દાવાદ શહેર (૨) અમનખાન સલીમખાન બાબી, ઉ.વ.ર૧, રહે. ૭, ફિરોઝા વીલા સોસાયટી, ટી.જે.સોસાયટીની પાસે, વેજલપુર રોડ, અમદાવાદ શહેર (૩) પાર્થ રીનભાઇ, ઉ.વ.૨૧, રહે, એ/૧૦, કૈલાશ ટેનામેન્ટ, વિભાવરી સોસાય ટી પાસે, વેજલપુર, અમદાવાદ શહેરને મોબાઇલ ફોન તથા લેપટોપ સાથે પકડી પાડી ગુનો દાખલ કરાવેલ, જે ગુનાની આગળની તપાસ પોલીસ ઈન્સપેક્ટર શ્રી પી.વી. રાણા નાઓ કરી રહેલ છે. ગુનામાં આરોપીઓની ભુમિકા:-

(૧) આરોપી તીર્થ ભટ્ટ ઓનલાઇન માધ્યમા થી ગરીકોના ડેટા મેળવી પોતાના મકાનમાં તેના મિત્રો અમનખાન બાબી અને પાર્થ સોલંકી સાથે મળી મોબાઇલફોનમાં રહેલ

skype કોને કોલ કરી “ CLUB DE PRÉSTAMOS ” તરીકેની ઓળખ આપી લોન આપવાનુ કહીને લોનના ઇન્સ્ યોરન્સ પેટે નાણા ભરવાનુ કહી CASH APP, ZELLE એપ્લીકેશન મારફતે તેમજ DEVOLUCIÓN DE DINERO DE WALL MART, PAQUETE DE DINERO VERDE, EBAY, TARGET ગીફ્ટ કાર્ડની ખરીદી કરાવી કાર્ડનુ પ્રોસેસીંગ કરાવી ભારતીય ચલણમાં નાણા કન્વર્ટ કરાવી નાણા મેળવી લ ઇ છેતરપીંડી કરે છે.

આરોપી અમનખાન બાબી તીર્થ ભટ્ટ Skype એપ્લીકેશન મારફ્ત ે કોલ કરી અમેરીકન નાગરીકોને લોન લેવા માટે વિશ્ વાસ અપાવતો હતો અને કોઇ કસ્ટમર લોન લેવા તૈયાર ય જુદા જુદા ગીફ્ટ કાર્ડની ખરીદી કરાવી અગર તો બેન્ક એકાઉન્ટમાં નાણા જમા કરાવતો હતો અને આગળની પ્રોસેસ માટે પાર્થ ભટ્ટને ટ્રાન્સફર કરતો હતો.

(૩) skype એપીલી કેશન મારફ્તે કોલ કરી અમેરીકન નાગરીકોને લોન લે વા માટે વિશ્વાસ અપાવતો હતો કોઇ કસ્ટમર લોન તૈયાર થાય તો આગળની પ્રોસેસ માટે અમનખાન બાબી તરફ ટ્રાન્સફર કરતો હતો.

આ કામના આરોપીઓ પાસેથી ગુનાને અંજામ આપવા સારું -૩, મોબાઇલ ફો ન -૫, રાઉટર-૧ મળી કુલ રુપિયા ૮૭,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %