ઓઢવ મા 27 વર્ષ ના શિક્ષક એ આજે વહેલી સવારે ઘરના રસોડામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોટા ભાઈએ વ્યાજે પૈસા લીધા હતા. જેનું 14 લાખ રૂપિયા વ્યાજ ચૂકવ્યું હતું. છતાં વ્યાજખોરોએ ત્રાસ આપવાનું બંધ ન કર્યું અને કંટાળીને સુબ્રોતો પાલે આપઘાત કરી લીધો હતો. સુબ્રોતોના મોટા ભાઈએ પણ 6 દિવસ પહેલા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ મામલે પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહી
વ્યાજખોર અને પોલીસના કારણે કંટાળેલા સુબ્રોત એ આપઘાત કરતા પહેલાં સુસાઇડ નોટ લખી હતી. જેમાં લખ્યું છે કે 3 અંગે પોલીસ અમારી ફરિયાદ લખતી નહોતી, આથી હું ચિતાગ્રસ્ત થઈ ગયો હતો.
અગાઉ આજ ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તાર માં એક ગરીબ માં ના દીકરા ની અજાણ્યા ચાર ઈસમો દ્વારા રાતના સમયે ઘર ની બહાર બોલાવી ને હત્યા કરવામાં આવી હતી પરંતુ આ ઓઢવ પોલીસ સ્ટેશન ના પીઆઇ દ્વારા આજ દિન સુધી કોઈ ફરિયાદ લેવામા આવી નથી
તારીખ 28/3/20230 ના રોજ રાત્રે સમય દરમિયાન હિતેશ ભાઈ શિવાભાઈ ગોહિલ ને કોઈ અજાણ્યા 4 ઈશામો દ્વારા હત્યા કરવામાં આવી હતી મૃતક ના પરિવાર દ્વારા પોલીસઅધિકારી ને અનેકો વાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ ફરીયાદ નોંધવામાં આવી નથી. સૂત્રો ના જણાવ્યા અનુસાર પી આઈ દ્વારા આ કેસ ના 4 આરોપી ને પોલીસ પકડી ને પોલીસ મથકે લાવીને. છોડી દેવામા આવ્યા હતા ઓઢવ વિસ્તારમાં આમ જનતા ની માગ છે કે ઓઢવ પીઆઇ ની બદલી કરવામાં આવે