Categories
Bhuj

સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરીટન’ હેઠળ સન્માન

0 0
Read Time:2 Minute, 18 Second

”સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરીટન’ હેઠળ સન્માન

અકસ્માતગ્રસ્તોને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડનાર દેશલપર(કંઠી)ના મસીહાનું “ગુડ સમરીટન ” એવોર્ડથી સન્માન કરાયું૦૦૦0કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત યોજના હેઠળ અકસ્માતગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડનાર વ્યકિતઓને ”ગુડ સમરીટન ” એવોર્ડ હેઠળ સર્ટિફિકેટ તથા નાણાકીય રાશિ એનાયત કરાય છે૦૦૦0ભુજ, બુધવાર:અકસ્માત સમયે ઘાયલ વ્યકિતને પ્રથમ એક કલાકના ક્રિટિકલ સમયમાં યોગ્ય સારવાર મળી જાય તો તેનો જીવ બચી શકે છે. આ માનવીય વિચાર તથા મદદ કરવાની ભાવના દરેક નાગરીકમાં જાગે અને તેઓ અકસ્માતગ્રસ્તોને કાયદીય ભય વિના મદદગારી કરી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ”ગુડ સમરીટન ” એવોર્ડ યોજના અમલી કરાઇ છે. જે હેઠળ અકસ્માતગ્રસ્તોની મદદ કરનાર નાગરીકોને જિલ્લા તથા રાષ્ટ્રીય કક્ષાએ ” ગુડ સમરીટન” એવોર્ડથી સન્માન કરવામાં આવે છે. જે અનુસંધાને કચ્છમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે ઇજાગ્રસ્તો માટે મસીહા બનનાર જિલ્લાના એક નાગરીકોનું ” ગુડ સમરીટન” એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છ કલેકટરશ્રી અમિત અરોરાએ મુન્દ્રાના દેશલપર(કંઠી) ગામે થયેલા બાઇક અકસ્માતમાં ભોગ બનનાર બે ઇજાગ્રસ્તોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરનાર શ્રી ઈશાક દાઉદ કુંભારનું ગુડ સમરિટન એવોર્ડ હેઠળ પ્રમાણપત્ર આપીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ જિલ્લા એસ.પી શ્રી ડો.કરણરાજ વાઘેલા તથા આર. ટી. ઓ. શ્રી પી. પી. વાધેલા ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ન્યૂ વોક વે વીથ કૅનોપી અને ફ્રિસ્કિંગ બૂથનું ખાતમુહૂર્ત અને ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો શુભારંભ

1 0
Read Time:3 Minute, 21 Second

૧૦મી ચિંતન શિબિર – ૨૦૨૩ના દ્વિતીય દિવસની સંધ્યાએ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ન્યૂ વોક વે વીથ કૅનોપી અને ફ્રિસ્કિંગ બૂથનું ખાતમુહૂર્ત અને ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો શુભારંભ


મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં GSRTC અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી વચ્ચે ઈ-બસના ચાર્જિંગ સ્ટેશન માટે એમઓયુ કરાયા


મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ૧૦મી ચિંતન શિબિર – ૨૦૨૩ ના દ્વિતીય દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નિર્માણ પામનાર ‘ન્યૂ વોક વે વીથ કૅનોપી’ અને ‘ફ્રિસ્કિંગ બૂથ’ નું ખાતમુહૂર્ત કર્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને તાપ, વરસાદ ઇત્યાદીથી રાહત મળે અને ચાલીને કાપવા પડતા અંતરમાં ઘટાડો થાય તેવા ઉમદા આશયથી વોક વે વીથ કૅનોપીનું નિર્માણ કરવામાં આવનાર છે. આશરે રૂપિયા ૪.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર વોક વેથી પ્રવાસીઓને એસ.ઓ.યુ. કેમ્પસના બસ બે (BUS BAY) થી ગેટ નંબર – ૫ સુધી આવવામાં સરળતા રહેશે. આ વોક વે ૧૨૪.૦૦ મીટર લંબાઈ અને ૯.૦૦ મીટર પહોળાઈનો હશે.

રાષ્ટ્રની ઓળખ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો થાય અને મુલાકાતીઓને લાંબી કતારમાં ઉભા ન રહેવું પડે તે હેતુથી અલગ અલગ ચાર ફ્રિસ્કિંગ બુથનું નિર્માણ કરાશે. આશરે રૂપિયા ૪૦.૧૧ લાખના ખર્ચે તૈયાર થનાર ફ્રિસ્કિંગ બુથથી પ્રવાસીઓનું ઝડપી અને સરળતાથી નિયમન થઇ શકશે.

મુખ્યમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સફર વધુ રસપ્રદ અને જ્ઞાન વર્ધક બને તે માટે ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો શુભારંભ પણ કરાવ્યો હતો. આ
ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસ SOU ના શ્રેષ્ઠ ભારત ભવન અને બસ બે (BUS BAY) ખાતેથી ઉપલબ્ધ થશે. તાલીમ પ્રાપ્ત ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ કિફાયતી દરે પ્રવાસીઓની સાથે રહી એકતાનગરના નિર્માણથી તેની વિશેષતાઓ સુધીની માહિતી પ્રદાન કરશે.

આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં GSRTC અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી વચ્ચે ઈ-બસના ચાર્જિંગ સ્ટેશનના એમઓયુ કરાયા હતા.

પ્રવાસીઓની સુખાકારીમાં વધારો કરવા આવનારા દિવસોમાં GSRTC દ્વારા વડોદરાથી એકતાનગર ઈ-બસની સેવા શરૂ કરવાનો નિર્ધાર કરાયો છે.

આ પ્રસંગે વિવિધ વિભાગના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવો અને સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %