Categories
Ahemdabad crime news

અમદાવાદ ના માધવપુરા પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ ની ઉમદા કામગીરી

0 0
Read Time:2 Minute, 28 Second

પ્રોહીબીશન વિદેશીદારૂનો જથ્થો પકડી પાડતી માધવપુરા પોલીસ

માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી પ્રોહીબીશનની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ જે સુચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ અને સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાનમા ચોકકસ બાતમી ના આધારે ભારતીય બનાવટની વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ ૧૦૬ જેની કિ.રૂ.૪૭,૬૮૦/- ગણી શકાય તે તથા સીલ્વર કલરની ટોયોટા ઇટોસ ફોર વ્હીલર ગાડી નંબર GJ 01 KY 8314 જેની હાલની આશરે કિ.રુ.૧,૦૦,૦૦૦/- ગણી શકાય તેની સાથે ઉપરોકત વિદેશીદારૂનો જથ્થો કબ્જે કરી આગલ ની કાર્યવાહિ હાથ ધરવામાં આવી આરોપીનું નામ,સરનામું:-કબ્જે કરેલ મુદ્દામાલઃ-ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપી વિરેન્દ્રસિહ ઉર્ફે શનિ સ/ઓ બળવંતસિહ વાઘેલા ઉ.વ.૨૬ રહેવાસી-તેલીયા મીલની ચાલી મારવાડી સ્ટોર્સ સામે પ્રેમદરવાજા બહાર માધુપુરા અમદાવાદ શહેર

પકડાયેલ મુદામાલ (૧) ROYAL GREEN CLASSIC BIENDED WHISKY 750 ML FOR SALE IN RAJASTHAN ONLY લખેલ નંગ વર જેની કિ.રૂ.૨૪,૮૦૦/- (૨) ROYAL CHALLENGE PREMIUM DELUXE WHISKY 750 ML FOR SALE IN RAJASTHAN ONLY લખેલ નંગ ૪૪ જેની કિ.રૂ.૨૨,૮૮૦/- (૩) વીવો કંપનીનો વી-૩ મોડેલનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- (૪) સીલ્વર કલરની ટોયોટા ઇટોસ ફોર વ્હીલર ગાડી નંબર GJ 01 KY 8314 જેની હાલની કિ.રુ.૧,૦૦,૦૦૦/- –

કામગીરી કરનાર અઘિકારી

(૧) સર્વેલન્સ સ્કોર્ડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ

(૨) મસઇ હરીભાઇ ગોવીંદભા

(૩) અપોકો પાતુભાઇ બાબાભાઇ

(૪) Aડા પ્રકાશભાઇ છપ્પનભાઇ

(૫) અપોકો રવીન્દ્રસિહ દિલીપસિહ

(૬) Pc હાર્દિક મહેન્દ્રભાઇ

(૭) pc રોહીતસિહ લક્ષ્મણસિંહ .

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

દાણીલીમડા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ.બી.બી.વાઘેલા પો.સબ.ઇન્સ. પી.એ.નાઈ ની ઉમદા કામગીરી

0 0
Read Time:2 Minute, 42 Second

પેરોલ જમ્પ પાકા કેદી તેમજ શરીર સંબંધી ગુનામાં નાસતા – ફરતા આરોપીને પકડી પાડતી દાણીલીમડા પોલીસ

સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ.બી.બી.વાઘેલા તથા પો.સબ.ઇન્સ. પી.એ.નાઈ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમિયાન પાકા કેદી નં.૨૧૭૭ મોહંમદ હુસેન ઉર્ફે શાહરૂખ ઉર્ફે ફાયટર અબ્દુલ ખાલીફ પઠાણ રહે.મ.નં. ૧૦૪ હાસા ફ્લેટ, ગુલમહોર રેસીડન્સી સામે,બેરલમાર્કેટ, દાણીલીમડા, અમદાવાદ શહેર હાલ રહે. મ.નં.૨૧ રહીમનગર, લેવગલ્લા પાછળ, ઉમર મસ્જીદ પાસે, બેરલમાર્કેટ, દાણીલીમડા, અમદાવાદ શહેર ને ક્રિમીનલ કેસ. નં. ૦૯/૨૦૨૧ નાની દમણ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૮૪૪૨૦૨૦ ઇપીકો કલમ ૩૯૨, ૩૨૪,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ (૧) ના ગુના સબબ નામદાર ચીફ કોર્ટ દમણથી તા.૨૯/૧૦/૨૦૨૧ ના રોજ ૦૫ (પાંચ) વર્ષ કેદની સજા કરવામાં આવેલ હોય. સજા દરમિયાન સદર કામના કેદીને દિન – ૦૭ની લાજપોર મધ્યસ્થ જેલ – સુરત ખાતેથી પેરોલ રજા ઉપર મુક્ત કરવામાં આવેલ હતાં. જે મુજબ કેદીને પેરોલ રજા પરથી તા.૧૦/૦૫/૨૦૨૨ ના રોજ હજર થવાનું હતુ પરંતુ આ કામના કેદી પેરોલ રજા ઉપરથી જેલ ખાતે હાજર નહીં થતા ફરાર થઈ ગયેલ. પેરોલ જમ્પ દરમિયાન અત્રેના દાણીલીમડા પો.સ્ટે A-પાર્ટ નં.૧૧૧૯૧૦૧૨૨૨૧૦૫૩૨૦૨૨ ધી ઇ.પી.કો.કલમ ૩૨૫, ૩૨૩, ૨૯૪ (ખ), ૫૦૬ (૨), ૧૧૪ તથા ધી જી.પી.એક્ટ કલમ ૧૩૫ (૧) મુજબના ગુનામાં છેલ્લા સાત મહિના થી નાસતો ફરતો હોય. જે બાબતે પો.કો. વજાભાઈ દેહુરભાઇ તથા પો.કો. રામસિંહ જેરામભાઈ નાઓની ચોક્કસ અને આધારભુત બાતમી ના આધારે આરોપી મોહંમદ હુસૈન ઉર્ફે શાહરૂખ ઉર્ફે ફાયટર અબ્દુલ ખાલીફ પઠાણ રહે.મ.નં. ૧૦૪ હાફ્સા ફ્લેટ, ગુલમહોર રેસીડન્સી સામે,બેરલમાર્કેટ, દાણીલીમડા, અમદાવાદ શહેર નામના પેરોલ જમ્પ તથા નાસતા ફરતા આરોપીને પકડી લઈ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવા તજવીજ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

ગાડી મેરે બાપ કી હૈ પર રોડ નહિ અમદાવાદ પોલીસ ની ઉમદા કામગીરી

0 0
Read Time:3 Minute, 5 Second

અમદાવાદમાં જાેખમી સ્ટંટ કરનારા નબીરાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. શહેરના એસ. જી હાઇવે, સિંધુભવન રોડ અને રીંગ રોડ નબીરાઓની ગુનાહિત પ્રવૃત્તિઓનો એક અડ્ડો બની ગયો છે. જેનું વધુ એક ઉદાહરણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ એક વીડિયો આપી રહ્યું છે. પરંતુ પોલીસે અમદાવાદમાં જાેખમી સ્ટંટ કરનારા નબીરાઓને પકડીને પાઠ ભણાવ્યો હતો. આરોપીઓને “ગાડી મેરે બાપ કી હૈ, પર રોડ નહી”ના પ્લે કાર્ડ આરોપીઓના હાથમાં પકડાવીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. મર્સિડીઝ કાર પર સ્ટંટ કરનારા નબીરાઓને પોલીસે પાઠ ભણાવ્યા હતા.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના સિંધુભવન રોડ પર કારમાં સ્ટંટ કરવાની એક ઘટના સામે આવી છે. ફેબ્રુઆરી મહિનામાં સ્ટંટ કરતો વીડિયો વાઇરલ થયો હતો, જેના કારણે પોલીસ સતર્ક બની ગઈ હતી. વાઇરલ વીડિયોને આધારે સરખેજ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી. જાે કે પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવી છે. જેમાં ત્રણથી ચાર જેટલી કારમાં કારના કાચ ખોલી મોટા અવાજે લાઉડસ્પીકર પર ગીતો વગાડતા યુવાનો નજરે પડી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોને લઈ સરખેજ પોલીસે તાબડતોડ ફરિયાદ નોંધી ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. સાથે સાથે પોલીસે વીડિયોમાં સ્ટંટ માટે ઉપયોગમાં લેવાયેલ કારને પણ જપ્ત કરી છે. પોલીસે સમગ્ર કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ ઘટનામાં સામેલ મુખ્ય આરોપી જુનેદ મિર્ઝાની ધરપકડ કરી છે.

પોલીસે જુનેદ મિર્ઝાને સાથે રાખી સિંધુભવન રોડ પર રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ફેબ્રુઆરી મહિનામાં સિંધુભવન રોડ પર ચાર કારમાં સ્ટંટ કરવામાં આવ્યો હતો. પોલીસે ચાર્જશીટ ફાઈલ કર્યા બાદ તપાસમાં વધુ ખુલાસા થયા હતા. જે તે સમયે આરોપીઓએ અધૂરી વિગતો આપી હોવાનું ખુલ્યું હતું. પોલીસે નબીરાઓના હાથમાં ‘મર્સિડીઝ મારા બાપની પણ રોડ નહીં’નું પોસ્ટર પકડાવાયું હતું. તમામ સ્ટંટબાજાે જુહાપુરાના છે. તમામ આરોપીઓના નામ આસીફ અલી, અઝીમ શેખ, શાહ નવાઝ શેખ, સમીર ખાન છે. પોલીસે સ્ટંટમાં વપરાયેલી કાર પણ કબજે કરી હતી. જુનૈદ મિર્ઝા નામના નબીરાની પણ પોલીસે અટકાયત હતી. નબીરાઓ પાંચથી છ કાર સાથે સ્ટંટ કરતા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %