તા.૦૪,૦૫,૨૦૨૩ ના સાંજના પાંચેક વાગ્યાની આસપાસ કાગડાપીઠ વિસ્તારમાં અણુવ્રત સર્કલ જાહેર રોડ પર ચાર અજાણ્યા વ્યકિતોએ ક્રાઈમ બ્રાન્ચના પોલીસની ઓળખ આપી એક વ્યકિતને મો.સા.સાથે રોકી તેઓની પાસેથી સોનાના દાગીનાની લૂંટ કરી ભાગી ગયેલ. જે બાબતે કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઈસમો વિરૂધ્ધ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ.
ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર બી.એસ.સુથારની ટીમના પો.સ.ઈ. જે.બી.પરમાર તથા પો.સ.ઈ કે.એસ.પરમાર દ્વારા ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સ આધારે “કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગઈ તા.૦૪/૦૫/૨૦૨૩ ના રોજ કાકરીયા તળાવ પાસે આવેલ અણુવ્રત સર્કલ ખાતે થયેલ લૂંટમા સંડોવાયેલ વ્યકિતો. તેઓના કબ્જાની હીરો અચીવર મો.સા. જી.જે.૦૧-યુ.પી.-૪૦૮૬ની સાથે નારોલ સર્કલ થઈ પસાર થનાર છે.”જે હકીકત આધારે આરોપી..(૧) નુરઅબ્બાસ શાહજાર સૈયદ ઉ.વ.૩૨ રહે.મંગલનગર,ઈરાની મસ્જીદની પાસે,સાંઈબાબા મંદિર રોડ,આંબીવલી સ્ટેશન, તા.કલ્યાણ ડી.થાણે મુંબઈ મહારાષ્ટ્ર(૨) મોહંમદ ગુલામહુસૈન જાફરી ઉ.વ.૩૧ રહે, ગલી નં-૧, પાટીલનગર, સુપર સ્ટાર બેકરીની સામે, અંબેવલી તા. કલ્યાણ ડી. થાણે મુંબઈ મહારાષ્ટ્ર(૩) શરતાજ હુસૈન ઓલાદ હુશેન સૈયદ(શેખ) ઉ.વ. ૪૨ રહે.શીવાજીનગર,અટાલી રોડ,સુપર સ્ટાર બેકરીની બાજુમાં અંબેવલી તા.કલ્યાણ ડી.થાણે મુંબઈ મહારાષ્ટ્ર ને નારોલ સર્કલ પાસેથી ઝડપી લીધેલ છે.આરોપીઓ પાસેથી સોનાના દાગીના કિ.રુ.૭,૫૫,૦૦૦/ તથા હિરો અચીવર મો.સા. કિ.રુ.૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૨,૦૦૦/ મળી કુલ કિ.રૂ ૮,૦૭,૦૦૦/નોમુદામાલ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી આરોપીઓને આજ રોજ કલાક ૧૫/૦૦ વાગેસી.આર.પી.સી કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરવામાં આવેલ છે.
આ આરોપીઓએ આજથી આશરે બે માસ પહેલા તે તથા વોંટેડ આરોપી અફસર સૈયદ મહારાષ્ટ્રથી અલગ અલગ બે મોટર સાયકલ લઈ અમદાવાદ શાહઆલમ દરગાહ ખાતે દર્શન માટે આવેલ. દર્શન કરીને સાંજના આશરે સાડા પાંચેક વાગ્યાના અરસામાં કાકરીયા અણૂવ્રત સર્કલ પાસે જાહેર રોડ પર એક વ્યકિત મો.સા. પર થેલો લઈ પસાર થતો હોય. તેને ઉભો રાખી આરોપીઓએ તેઓ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ તરીકેની ઓળખ આપી વાહન ચેકીંગના બહાને સદર વ્યકિત ને ઉભો રાખેલ અને સદરી વ્યક્તિનો થેલો ચેક કરી થેલામાં સોનાના દાગીના જણાતા સદર વ્યક્તિ પાસેદાગીનાનું બીલ માંગતા સદર વ્યકિતએ તેના શેઠને ફોન કરવા જતા આરોપીઓએ સદર વ્યકિત પાસે રહેલ સોનાના દાગીનાનો થેલો ખેંચી લૂંટ કરી ભાગી ગયેલ હોવાની હકિકત જણાવેલ. જે સંબધે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી આગળની વધુ તપાસ અર્થે કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.
આરોપીનો ગુન્હાહીત ઈતિહાસ
આરોપી પૈકી શરતાજ હુસૈન ઓલાદ હુશેન સૈયદ(શેખ) અગાઉ નારણપુરા પોલીસ સ્ટેશનમાં સને ૨૦૧૭ માં લૂંટ માં પકડાયેલ છે.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી :: આરોપીઓ તેઓની ક્રાઇમ બાન્ચના પોલીસ કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપ રસ્તે જતા નાગરીકોને વાહન ચેકીંગના બહાને રોકી તેઓ પાસેનો કિંમતી સર- સામાન ચેક કરી તેઓની પાસેથીનો કિમત સર-સાનાનની લૂંટ કરી કરતા હતા.