Categories
Amadavad

અમદાવામાં સિવિલ હોસ્પિટલમાં ૧૧૭ મું અંગદાન૨૦ જેટલા સ્વજનોએ એકજૂટ થઇ બ્રેઇનડેડ સંતોકબેન પટેલનું અંગદાન કર્યુંબે કિડની અને લીવરનું દાન મળ્યું

0 0
Read Time:4 Minute, 16 Second

*ખાનગી હોસ્પિટલ માંથી અમદાવાદ સિવિલમાં બ્રેઇનડેડ દર્દીને અંગદાન માટે લાવવામાં આવ્યા….*…………*સિવિલ હોસ્પિટલમાં ૧૧૭ મું અંગદાન* *૨૦ જેટલા સ્વજનોએ એકજૂટ થઇ બ્રેઇનડેડ સંતોકબેન પટેલનું અંગદાન કર્યું* …………*બે કિડની અને લીવરનું દાન મળ્યું*…………*સામાજીક સંસ્થાઓ અને મીડિયાના માધ્યમથી અંગદાનની અગત્યતાનો ખ્યાલ હતો એટલે અંગદાનનો નિર્ણય કર્યો – અંગદાતા પરિવાર*………………રામસેતુ નિર્માણ માં જેમ એક ખિસકોલીનું પણ મહત્વનું યોગદાન રહ્યું હતુ તેવી જ રીતે સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞમાં દરેક કર્મીનું મહત્વનું યોગદાન – ડૉ. રાકેશ જોષી********************અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા સંતોકબેનને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા. સંતોકબેન પટેલ સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર થતા પરિવારના અંદાજીત ૨૦ જેટલા સભ્યોએ એકજૂટ થઇને અંગદાન કરવાનો નિર્ણય કર્યો. અંગદાન કરવાનો નિર્ણય કરતા પરિવારમાંથી બે વ્યક્તિઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબ અને નર્સિંગ બ્રઘર તરીકે કાર્યરત છે.

સંતોકબેનના પરિવારજનોને આ બંનેને સંપર્ક કરીને અંગદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. હોસ્પિટલમાં કાર્યરત નર્સિંગ બ્રધર અને તબીબ એ સ્થાનિક સોટ્ટોની ટીમને સંપર્ક કરીને તમામ પરિસ્થિતિથી ટીમને માહિતગાર કરી. ત્યારબાદ તેમણે પરિવારજનોને બ્રેઇનડેડ સંતોકબેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ આવવા માટે કહ્યું. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવ્યા બાદ અંગદાન માટેના પણ જરૂરી તમામ ટેસ્ટ કરાવવામાં આવ્યા. ટેસ્ટ થયા બાદ તેઓને રીટ્રાવલ અર્થે ઓપરેશન થીયેટરમાં લઇ જવામાં આવ્યા.

૫ થી ૬ કલાકના રીટ્રાઇવલના અંતે બ્રેઇનડેડ સંતોકબેનના બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. સિવિલ હોસ્પિટલની ટીમે પરિવારજનોનું જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત અમર કક્ષમાં કાઉન્સેલીંગ કર્યું ત્યારે તેઓ અન્ય અંગદાતાઓને જોઇને ભાવવિભોર થઇ ગયા હતા. પરિવારજનોએ એમ પણ જણાવ્યું કે ઘણીં સામાજીક સંસ્થાઓ અને મીડિયાના માધ્યમથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થતી અંગદાનની સેવાકીય પ્રવૃતિ વિશે અગાઉથી જ માહિતી હતી.

આ ઘટનાથી પ્રેરાઇને જ અમે અમારા સ્વજનનું પણ અંગદાન કરવાનો નિર્ણય કર્યો. આજે અમારા સ્વજન હયાત રહ્યાં નથી પરંતુ તેઓ જરૂરિયાતમંદ અને પીડિત ત્રણ જીંદગીઓને પીડામુક્ત કરીને ગયા છે તેનો ગર્વ છે. સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. જોષીએ જણાવ્યું કે,સમાજમાં પ્રવર્તેલી જાગૃતિના પરિણામે આજે આ ઉમદા કાર્ય થયું છે. અમારી હોસ્પિટલમા કાર્યરત રવિ બ્રધર અને ડૉ જયદિપ તેમજ અન્ય તબીબોએ એકજૂટ થઇને આ સતકાર્યને સફળ બનાવ્યું છે. અમદાવાદ સિવિલમા કાર્યરત દરેક સ્ટાફ અંગદાનની મુહિમમાં જોડાયો છે. જેમ રામ સેતુ બનાવવા કહેવાય છે કે ખિસકોલીએ પણ મહત્વની ભૂમિકા અદા કરી હતી તેવી જ રીતે સિવિલ હોસ્પિટલનો તમામ સ્ટાફ અંગદાનના સેવાયજ્ઞને સફળ બનાવવા ચાવીરૂપ ભૂમિકા અદા કરી રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવામાં રથયાત્રા પહેલા સરખેજ વિસ્તારમાં ઇંગ્લીશ દારૂ નો મોટો મુદ્દામાલ અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ પકડી પડ્યો

0 0
Read Time:6 Minute, 20 Second

સરખેજ વિસ્તારમાં ગોલ્ડન કોમ્પલેક્ષમાં આવેલ ગોલ્ડન ડેકોરેશનની જગ્યામાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ- ૧૨૪૫ તથા બિયરના ટીન નંગ-૯૬ મળી જેની કુલ કિ.રૂ. ૧,૪૯,૯૭૬/- વાહન નંગ ૪ તથા મો.ફોન નંગ -૪ મળી કુલ્લે કિ.રૂ. ૨૦,૧૯,૯૭૬ ના મુદ્દામાલ સાથે વોન્ટેડ અલ્તાફ ઉર્ફે કઠીયારા સહિત પાંચ

વ્યક્તિઓને પકડી પાડતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ.

આગામી રથયાત્રા અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટરશ્રી એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા સ્ટાફના માણસો એ.એસ.આઇ. જયેશ ધર્મરાજ તથા હે.કો. મહેન્દ્રસિંહ વેલુભા તથા હે.કો. ઈમરાનખાન અબ્દુલખાન તથા પો.કો. શૈલેષભાઇ ચમનભાઇ તથા પો.કો. અલ્પેશભાઇ વાઘુભાઇ દ્વારા પ્રોહી. ડ્રાઇવ અનુસંધાને ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા આરોપીઓ.. (૧) અલ્તાફહુસેન ઉર્ફે કઠીયારો અબ્દુલરશીદ શેખ ઉવ.૪૪ રહે, ૬૭૪/સી મોચીઓળ દિલ્લી

દરવાજા અંદર ફતેહ મસ્જીદ પાસે દરીયાપુર અમદાવાદ શહેર (૨) મોહંમદસલીમ એહમદભાઈ શેખ ઉવ.૪૦ રહે, ૮ ગોલ્ડન હાઉસ રાણા સોસાયટીની સામે સરખેજ ગામ સરખેજ અમદાવાદ શહેર

(૩) રોહિત બેચરલાલ ડામોર ઉવ.૨૧ રહે, બોરકાપાની ગામ.તલૈયા તા. બિચ્છીવાડા જી. ડુંગરપુર રાજસ્થાન

(૪) સુંદર હુરજી મીણા (અહારી) ઉવ.૩૫ રહે, માલીફલા ગામ. સરેરા તા. નવાગામ જી. ઉદેપુર રાજસ્થાન (૫) રવિન્દ્ર મણીલાલ ભગોરા ઉવ.૨૫ રહે, કેલાવાડા ગામ. સરોલી તા. ખેરવાડા જી. ઉદેપુર રાજસ્થાનને સરખેજ ગામ રોડ રાણા સોસાયટીની સામે આવેલ ગોલ્ડન કોમ્પલેક્ષમાં આવેલ ગોલ્ડન ડેકોરેશનની ખુલ્લી જગ્યાંથી ઝડપી લીધેલ છે.

આરોપીઓ પાસેથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ- ૧૨૪૫ તથા બિયરના ટીન નંગ-૯૬ મળી જેની કુલ કિ.રૂ. ૧,૪૯,૯૭૬/- તથા મો.ફોન નંગ-૦૪ કિ.રૂ.૧,૨૦,૦૦૦/- તથા વાહન નંગ-૪ કિ.રૂ.૧૭,૫૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૨૦,૧૯,૯૭૬/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૩૦૧૭૮/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ- ૬૫(એ) તથા (ઈ), ૮૧, ૧૧૬(બી), ૯૮(૨) મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલ છે.

આરોપી અલ્તાફ ઉર્ફે કઠીયારાને ગોલ્ડન ડેકોરેશનની જગ્યા છેલ્લા એક માસથી બબલુ અબ્બાસભાઈ મોમીન પાસેથી દારૂની એક પેટીના કમિશન પેટે ભાડે રાખેલ. તે જગ્યાએ અલ્તાફ ઉર્ફે કઠીયારાએ બેચરલાલ વેલાભાઈ ડામોર તથા કાંતીભાઈ ડામોર રહે, ચુંદાવાડા પાસેથી દારૂ-બિયરનો જથ્થો મંગાવતાં બેચરલાલ અને કાંતીભાઈ ડામોર નાએ ભરત ઉર્ફે લંગડા ઉદાજી ડામોરના તલૈયા ના ઠેકાથી લોશન કલાલની XUV કારમાં ડ્રાઈવર રાજુને ભરી આપતાં આરોપી રોહિત ડામોર ઈકો ગાડીના ડ્રાઈવર કાલુ સાથે પાયલોટીંગ કરી અલ્તાફ કઠીયારાને સરખેજ ગોલ્ડન ડેકોરેશનવાળી જગ્યાએ આપવાનું જણાવતાં ઈકો ગાડીમાં પાયલોટીંગ સાથે અમદાવાદ આવેલા અને અલ્તાફ

કઠીયારાની ઉપરોક્ત જગ્યાએ વાહનોમાં દારૂનો જથ્થો સગે વગે કરતા હતાં. તે દરમ્યાન પાંચેય આરોપીઓ પકડાઈ ગયેલ હોવાનું જણાવેલ. આ કામે વોન્ટેડ આરોપીઓ (૧) બેચરભાઈ વેલાભાઈ ડામોર રહે, બોરકાપાની

ગામ,તલૈયા તા. બિચ્છીવાડા જી. ડુંગરપુર રાજસ્થાન તથા (૨) કાંતીભાઈ ડામોર રહે, ચુંદાવાડા રાજસ્થાન તથા (૩) ભરત ઉર્ફે લંગડોં ઉદાજી ડાંગી રહે, માવલી હાલ રહે, ઉદેપુર રાજસ્થાન તથા (૪) રાજુ રહે, સલુમ્બર જી. ઉદેપુર રાજસ્થાન તથા (૫) કાલુ રહે, ચુંદાવાડા રાજસ્થાન તથા (૬) લોશન કલાલ રહે, બિચ્છીવાડા રાજસ્થાન તથા (૭) બબલુ અબ્બાસખાન મોમીન રહે, સિપાઈવાસ સરખેજ અમદાવાદની ધરપકડ કરવાની આગળની વધુ તપાસ પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા ચલાવી રહેલ છે.

આરોપી અલ્તાફહુસેન ઉર્ફે કઠીયારાનો ગુનાહીત ઇતીહાસ

(૧) ડી.સી.બી. પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં. ૫૦૬૨/૧૭ પ્રોહી. કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૮૧ (૨) અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પ્રોહી. ના ચાર ગુનાઓમાં તથા શાહીબાગ પો.સ્ટે. માં પ્રોહી. ના એક ગુનામાં તથા માધુપુરા પો.સ્ટે. માં પ્રોહી. ના ત્રણ ગુનામાં તથા વટવા પો.સ્ટે. માં પ્રોહી. ના બે ગુનાઓમાં તથા દરીયાપુર પો.સ્ટે. માં રાયોટીંગના ગુનામાં પકડાયેલ છે. વોન્ટેડ:- માધવપુરા પો.સ્ટે. પાર્ટ -સી ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૦૨૩૦૦૪૮/૨૦૨૩ પ્રોહી. કલમ

૬૫(એ)(ઈ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી) મુજબના SMC એ દાખલ કરેલ ગુનામાં વોન્ટેડ

છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %