Categories
Breaking news Panchamahl

અમદાવાદના બાપુનગરના ગુમ થયેલ પાંચ બાળકોને શોધી કાઢી બાળકોની સુરક્ષા અંગેનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી પાવાગઢ પોલીસ “SHE TEAM”

0 0
Read Time:1 Minute, 54 Second

પંચમહાલ પાવાગઢ પોલીસની “SHE TEAM” પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોસઈ પાવાગઢ આર.જે. જાડેજાને માહિતી મળેલ કે પાંચ બાળકો બે દિવસથી પાવાગઢ વિસ્તારમાં શંકાસ્પદ રીતે ફરી રહેલ છે. અને હોટલ ઢાબા પર કામ માંગવા જાય છે. પાવાગઢ જંગલ વિસ્તાર હોઈ કોઈ અજુગતું બની શકે તેમ હોઈ પોલીસની અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ તે દરમિયાન તેઓ પાવાગઢ આર્કિયોલોજી બગીચામાંથી મળી ગયેલ હતાં. તેઓના નામ ઠામ પૂછતાં બાપુનગરના રહેવાસી જણાઈ આવેલ હતાં. જેથી બાપુનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અમદાવાના બાપુનગર પોલીસ સ્ટેશન માં કલમ ૩૬૩ મુજબનો અપહરણનો ગુનો નોંધાયેલ હોવાનું જણાયેલ હતું.જેથી બાપુનગર પોલીસને આ બાળકોને લેવા આવવા જાણ કરાઈ હતી. દરમિયાન બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેઓને બે દિવસથી ભૂખ્યા હોઈ જમાડવામાં આવ્યા હતા. તેઓની પૂછપરછ કરતા તા. ૨૫/૦૮/૨૦૨૩ ના રોજ માતા-પિતાએ ઠપકો આપતાં ઘરેથી નીકળી ગયેલ હતા ત્યાર બાદ ફરતા ફરતા પાવાગઢ આવી પહોંચેલા અને પૈસા ખૂટી જતાં ધાબામાં કામ કરવા માટે પૂછતાં હતા. તે દરમિયાન પોલીસને જાણ થયેલ હતી.જેથી તાત્કાલિક પોલીસે એક્શનમાં આવીને બાળકોને શોધી કાઢ્યા હતા.આમ પાવાગઢ પોલીસ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી.

રિપોર્ટર જગદીશ સોલંકી. મો 9825987310

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Bagodara

અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત

0 0
Read Time:2 Minute, 15 Second

અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત થયો છે, જેમાં 5 મહિલા, 3 બાળક સહિત 10 લોકોનાં મોતની આશંકા છે. ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં 10 વ્યક્તિનાં મોત થયાંનું જાણવા મળ્યું છે, જ્યારે 10 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ અકસ્માત બાવળા-બગોદરા વચ્ચે અને અમદાવાદથી 50 કિમી દૂર અકસ્માત થયો છે.
પંચર થયેલી ટ્રક પાછળ છોટા હાથી ઘૂસ્યું
અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતા. ત્યારે અચાનક ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતા ઘટનાસ્થળે 10 લોકોએ દમ તોડી દીધો હતો. આ અંગે અમદાવાદ જિલ્લા ડીએસપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે, હાલ તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે

અકસ્માતથી ટ્રાફિકજામની સ્થિતિ
અકસ્માતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે તેમજ લોકોનાં ટોળાં પણ ઊમટ્યાં છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. હાઈવે પર લોહીની નદી વહી હોય એવું જાણવા મળ્યું છે. હાલ વધુમાં જણાવા મળ્યું છે કે ચોટીલાથી દર્શન કરી પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે ટ્રક પાછળ છોટાહાથી ઘૂસી જતાં 10 વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.

Happy
Happy
0 %
Sad
Sad
50 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %
Categories
Amadavad

અમદાવાદના A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ની હદમાં ભારે વાહનોથી આક્સમત સર્જ્યા તો જવાબદાર કોણ..?? વહીવટદાર અર્જુન શિહ કે પીઆઇ પોતે??

0 0
Read Time:1 Minute, 53 Second

રાજ્યમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તંત્ર નવા નવા નિયમો સહિત નવતર પ્રયોગ પણ કરી હોય છે. પરંતુ ક્યાંકને ક્યાંક આ નિયમનો ભંગ થતો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના A ડિવિજન ટ્રાફિકના હદ વિસ્તારમાં ભારે સાધનોની અવરજવરથી સામાન્ય જનતાને ભારે ટ્રાફિક સહિત ભારે મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
મહત્વનું છે કે અમદાવાદના A ડિવિજન ટ્રાફિક હદ વિસ્તારમાં લક્ઝરી બસો, ડમ્પરો, ટ્રક સહિતના ભારે વાહનો પ્રવેશે સે
જેના કારણે ટ્રાફિક જામની પણ સામાસય સર્જાય છે.

ટ્રાફિકના નિયોનું અનુસાર રાત્રીના અમુક સમય થી લઈને વહેલી સવારના અમુક સમય સુધી જ શહેરમાં ભારે વાહનોને પ્રવેશની મંજરી છે. પરંતુ અહિતો નિયમોનો ભંગ ખુલ્લેઆ જોવા મળી રહ્યો છે.
અને દિવસ દરમિયાન પણ ભારે વાહનો શહેરમાં પ્રવેશી રહ્યા છે.
તો અહી સવાલ ર ઊભા થાય છે કે જો કોઈ અકસ્માત સર્જાય તો તેનો મુખ્ય જવાબ કોણ..??

અમદાવાદમાં દિવસ દરમિયાન ભારે વાહનોને પ્રવેશ કેમ..??

ભારે વાહનોથી જો અકસ્માત સર્જ્યા તો મુખ્ય જવાબદાર કોણ..??

શું કરી રહી છે ટ્રાફિક પોલીસ..??

અમદાવાદ ટ્રાફિક પોલીસ પર ઉઠ્યા સવાલ..??

ટ્રાફિકના નિયમોનું ખુલ્લ્યમ ઉલંઘન..??

દિવસ દરમિયાન શહેરમા ભારે વાહનો પર રોક ક્યારે..??

વધું માહીતી માટે જોતાં રહો good day Gujarat news

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 160 કિલોમીટરની પૂરપાટ ઝડપે દોડતી જેગુઆર કારે ભયંકર અકસ્માત કર્યો

0 0
Read Time:3 Minute, 50 Second

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 160 કિલોમીટરની પૂરપાટ ઝડપે દોડતી જેગુઆર કારે ભયંકર અકસ્માત કર્યો

20 જુલાઈ 2023ના રોજ રાત્રે 00.30 વાગ્યે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 160 કિલોમીટરની પૂરપાટ ઝડપે દોડતી જેગુઆર કારે ભયંકર અકસ્માત કર્યો; તેમાં પોલીસ/ હોમગાર્ડ સહિત કુલ 10 લોકોના જીવ ગયા અને 12 લોકોને ઈજા થઈ ! પોલીસે IPC કલમ-270/ 337/ 338/ 304/ 504/ 506(2)/ 114 તથા મોટર વાહન અધિનિયમ કલમ-177/ 184/ 134(b) હેઠળ ગુનો નોંધી આરોપી તથ્ય પ્રજ્ઞેશભાઈ પટેલ (19) અને પ્રજ્ઞેશભાઈ હર્ષદભાઈ પટેલ (44) સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે. IPC કલમ-304 હેઠળ આજીવન કેદ/ 10 વરસ સુધીની કેદ-દંડની જોગવાઈ છે. અકસ્માત કરનાર તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અમદાવાદ અને ગાંધીનગરમાં ગેંગ રેપ/હત્યાની કોશિશ/ હત્યા માટે કાવતરું/ જમીન પચાવી બરોબર વેચી નાખવી/ છેતરપિંડી વગેરે અંગે કુલ 12 ગુના નોંધાયેલા છે. પ્રજ્ઞેશ મોંઘી કાર અને દારૂ પીવાનો શોખીન છે. ચીટિંગમાં તેની માસ્ટરી છે ! BBCએ પ્રજ્ઞેશના ગુનાઓનો ઈતિહાસ આપ્યો છે; તે જોતાં પ્રજ્ઞેશ રાક્ષસ કરતા હલકો જણાય છે !

ચોંકાવનારી બાબત એ છે કે પ્રજ્ઞેશ સામે 12 ગંભીર ગુનાઓ નોંધાયા છે, તે જેલમાં ગયો છે; છતાં તે જામીન પર મુક્ત છે ! આપણા કાયદાઓ કેટલા અન્યાયી છે; ન્યાયતંત્ર કેટલું સડેલું છે, તેનો આ પુરાવો છે ! ગેંગ રેપ કરનાર જામીન પર હોય? પ્રજ્ઞેશ કાયદાને કચડી નાખવાનો અનુભવી છે, તેથી પોતાના પુત્ર તથ્યને સજા ન થાય તે માટે તમામ યુક્તિઓ અજમાવશે !

24 ફેબ્રુઆરી 2013ના રોજ, જજીજ બંગલા રોડ પર BMW કારના ચાલક વિસ્મય શાહે બે કોલેજીયન યુવાનો-રાહુલ પટેલ અને શિવમ દવેને હડફેટે લઇ તેના જીવ લીઘા હતા. અને વિસ્મય નાસી ગયો હતો. અમદાવાદની સેશન્સ કોર્ટે વિસ્મય શાહને 5 વર્ષની જેલની સજા/દંડ ફટકારેલ. વિસ્મયે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરેલ. દરમિયાન ભોગ બનનારના બન્ને પરિવારને વિસ્મયે દોઢ દોઢ કરોડ આપી સમાધાન કર્યું હતું. છતાં હાઇકોર્ટના જસ્ટિસ સોનિયા ગોકાણીએ વિસ્મયની 5 વરસની સજા કાયમ રખેલ. વિસ્મયે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરેલ. વિસ્મયના વકીલે દલીલ કરેલ કે ‘બંને પીડિતોના પરિવારોને હવે કોઈ ફરિયાદ નથી !’ સુપ્રિમ કોર્ટે ચુકાદો આપેલ કે ‘તમે પૈસાથી ન્યાય ન ખરીદી શકો !’ સત્ય એ ન્યાયનો આત્મા છે. ન્યાય એ નફો કમાવવાના ઉદ્દેશ્ય સાથે સૌથી વધુ બોલી લગાવનારને વેચવા કે હરાજી કરવા માટેની કોમોડિટી નથી !

સવાલ એ છે કે શું પૈસા ન્યાયને દૂષિત કરતા નથી? તથ્ય પટેલને ઓછામાં ઓછી 10 વરસની કે આજીવન કેદની સજા થાય તો 160 કિલોમીટરની પૂરઝડપે ગાડી ચલાવનારા સીધા દોર થાય અને લોકોના જીવ બચે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક મહિલાના આપઘાતનો મામલો સામે આવ્યો છે

0 0
Read Time:1 Minute, 17 Second

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક મહિલાના આપઘાતનો મામલો સામે આવ્યો છે. ચાંદખેડામાં આવેલા આરાધ્યા હોમસ ખાતે રહેતા એક મહિલાએ આપઘાત કર્યો છે. ગઈકાલ રાત્રે 8:30 વાગ્યાની આસપાસ પોતાના જ ઘરના બેડરૂમમાં પાંખે લટકીને મહિલાએ આત્મહત્યા કરી છે. જેને લઇને સોસાયટીના તમામ રહીશોને જાણ થતાં સોસાયટીના લોકો પણ ભેગા થયા હતા.

સમગ્ર મામલાની જાણ ચાંદખેડા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને સાથે જ ઘટના સ્થળની મુલાકાત લઈ પરિવારના સભ્યો અને સાથે જ કેટલાક સંબંધીઓની પૂછપરછ પણ કરો હતી.

પોલીસનો તપાસ બાદ પોલીસ દ્વારા ડેડબોડીને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યું હતી.

પરિવારના અન્ય સભ્યોને મામલાની જાણ થતાં તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

મહિલાના આપઘાતનું કારણ હજુ અકબંધ છે.
પરંતુ સ્થાનિક પોલીસ પોતાની કાર્યવાહી સાથે જ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં ડમ્પરના નીચે કચડાઈ જતા યુવક નું કરુણ મોત

0 0
Read Time:1 Minute, 40 Second

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં રૂંવાડા ઉભા કરી દેતી અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઈક લઈને જઈ રહેલા યુવકનું બાઈક સ્લિપ ખાતા સામેથી આવી રહેલા ડમ્પરના વ્હિલ નીચે આવી જતા કરુણ મોત નીપજ્યું હતું. આ કમકમાટી ભર્યા અકસ્માતને જોઈને ઘટનાસ્થળે હા જર લોકોના પણ હોશ ઉડી ગયા હતા. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થવા પામી છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદ ના ગોદરેજ ગાર્ડન સિટીના રસ્તા પરથી એક યુવક બાઈક લઈને પસાર થઈ ર હ્યો હતો. તે સમયે જ એક ડમ્પર સામેથી આવી રહ્યું હતું. જેમાં યુવકનું અગમ્ય કારણોસર બાઈક સ્લિપ થતા તે સામેથી આવી રહેલા ડમ્પર નીચે કચડાઈ જતા યુવકના કરચે કુરચા ઉડ્યા હતા. CCTV માં કેદ થ અકસ્માતની સમગ્ર ઘટના વા પામી છે. આ અકસ્માતમાં બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત સમયે ત્યાં હાજર લોકોના પણ યુવકને જો ઈ હોશ ઉડી ગયા હતા.

પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો ઘટના અંગે પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળે ગઈ હતી. પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધમાં ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %