કડી પોલીસ સ્ટેશનના પાસપોર્ટ સબંધી બનાવટી દસ્તાવેજો બનાવવાના ગુનામાં છેલ્લા અઢાર (૧૮) વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી લેતી પેરોલ/ફર્લોસ્કોડ, મહેસાણામાનનીય પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ, ગાંધીનગર રેન્જ, ગાંધીનગર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ તથા મહેસાણા ઈ.પોલીસ અધિક્ષક સુશ્રી વિશાખા ડબરાલ સાહેબ નાઓએ મહેસાણા જિલ્લામાં પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટેલ ફરાર કેદી/નાસતા-ફરતા આરોપીઓ પકડવા સુચના કરેલ હોઇ તેમજ ઈ.પો.ઇન્સ. શ્રી જે.પી.રાવ સા. એલ.સી.બી. મહેસાણા નાઓના માર્ગદર્શન અન્વયે નાસતા-ફરતા આરોપીઓ પકડવા સારૂ અલગ-અલગ ટીમો બનાવી પરિણામલક્ષી કામગીરીમાં હતા, દરમ્યાન અમોને તથા ASI નરેન્દ્રસિંહ નાઓને સંયુક્ત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, કડી પોલીસ સ્ટેશન ટ્રસ્ટ ગુ.ર.નં.૨૭૩/૦૫ ઈ.પી.કો. કલમ-૪૬૫,૪૬૮,૪૭૧,૧૧૪ તથા ધી પાસપોર્ટ એક્ટની કલમ-૧૩ મુજબના ગુનામાં નાસતા-ફરતા આરોપીઃ પટેલ જશવંતભાઈ ઉર્ફે જસુભાઇ ડા બેચરદાસ જોઇતારામ રહે, ૮-સતગુરૂ દયાલ કો.ઓ.હા. સોસાયટી, રાણીપ, અમદાવાદ શહેર, મુળ વતન- ભટાસણ, ટેબાવાસ, તા.કડી, જિ.મહેસાણા વાળો હાલમાં અમદાવાદ સાઉથ બોપલ ખાતે ૧૨, અરીહંતકુટીરમાં રહેતો હોવાની ચોકકસ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ જઈ વેરીફાઇ કરતા મચકુર આરોપી ઘરે હોઇ હસ્તગત કરી અત્રેની મહેસાણા કચેરીએ લાવી ઉપરોકત ગુન્હા સબંધે વેરીફાઇ કરતાં આરોપી નાસતા ફરતા હોઇ તા.૧૨/૦૪/૨૦૨૩ ના કલાક ૦૩૪૧૫ વાગેસી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઈ મુજબ અટક કરી મહેસાણા શહેર એ. ડિવી. પો.સ્ટે. સ્ટે.ડા. નોંધ કરાવીઆગળની ઘટતી કાયૅવાહી સારૂ કડી પોલીસને સોંપવા તજવીજ કરેલ છે. તા.૧૨/૦૪/૨૦૨૩આમ, પાસપોર્ટ સબંધી બનાવટી દસ્તાવેજો બનાવવાના ગુનામાં છેલ્લા ૧૮ વર્ષથી નાસતા-ફરતાઆરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.→
કામગીરીમાં રોકાયેલ અધિકારી/કર્મચારીઓ નામ-
PSI એ.એન.દેસાઈ,
ASI નરેન્દ્રસિંહ હòસિંહ
UHC હર્ષદસિંહ કકુસિંહ
UHC જયદિપસિંહ ખોડાજી
DPC જીજ્ઞેશભાઇ ભગાભાઇ
પેરોલ ફર્લો સ્કોડ, મહેસાણા
Average Rating